ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / iPhone 18ની લોન્ચ ડેટ લીક, A20 ચિપ અને દમદાર કેમેરા સાથે કરશે એન્ટ્રી

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / iPhone 18ની લોન્ચ ડેટ લીક, A20 ચિપ અને દમદાર કેમેરા સાથે કરશે એન્ટ્રી

Last Updated: 11:33 PM, 19 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Apple લવર્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં iPhone 18 અને iPhone Air 2 માર્ચ 2027માં લોન્ચ થઈ શકે છે, જેમાં નવી A20 ચિપથી લઈને દમદાર કેમેરા સુધીના ફીચર્સ મળવાની શક્યતા છે.

1/5

photoStories-logo

1. iPhone 18

એપલના નવા આઈફોનની રાહ જોનારાઓ માટે એક મહત્ત્વની અપડેટ આવી છે. એપલ આ વખતે પોતાની આઈફોન સિરીઝને બે ભાગમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. તાજેતરની રિપોર્ટ્સ મુજબ સ્ટાન્ડર્ડ iPhone 18 અને iPhone Air 2 માર્ચ 2027માં બજારમાં આવી શકે છે. આ વર્ષે કંપનીએ માત્ર પ્રો મોડલ્સ જ લોન્ચ કર્યા હતા અને સામાન્ય iPhone 18ને સ્કિપ કરી દીધું હતું, જે હવે આગામી વર્ષે આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. પેટર્ન બદલાયુ

મોટા ભાગે એપલ સપ્ટેમ્બરમાં બધા મોડલ્સ એકસાથે રજૂ કરતું હતું. પણ 2026માં આ પેટર્ન બદલાયુ છે. સપ્ટેમ્બરમાં iPhone 18 Pro, Pro Max અને પહેલો ફોલ્ડેબલ iPhone Duo લોન્ચ થયા હતા. જ્યારે સ્ટાન્ડર્ડ મોડલને છોડી દેવામાં આવ્યું. હવે ડિસ્પ્લે સપ્લાયર્સ સેમસંગ અને LGની તૈયારીઓ જોતાં માર્ચ 2027માં આ ફોન્સ આવવાની સંભાવના વધી છે. LGઆ વર્ષના અંત સુધીમાં પેનલનું ઉત્પાદન શરૂ કરી શકે છે જ્યારે સેમસંગ જાન્યુઆરી 2027થી મોટા પાયે પ્રોડક્શન શરૂ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. iPhone 18માં શું નવું મળી શકે?

લીક્સ મુજબ સ્ટાન્ડર્ડ iPhone 18માં 6.3 ઇંચની ProMotion ડિસ્પ્લે હોઈ શકે છે. તેમાં એપલની નવી A20 ચિપ અને C2 મોડેમ આપવાની આશા છે. જેમાં અમુક રિપોર્ટ્સમાં 9GB રેમ અને 18 મેગાપિક્સલના ફ્રન્ટ કેમેરાનો પણ ઉલ્લેખ છે. પાછળની બાજુએ બે કેમેરા હોઈ શકે. જેમાં 48મેગાપિક્સલનો મેઈન અને 48 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ કેમેરા હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. iPhone Air 2માં શું બદલાશે?

iPhone Air કંપનીનો અત્યાર સુધીનું સૌથી સ્લિમ સ્માર્ટફોન છે. તેની બીજી જનરેશન પણ માર્ચ 2027માં સ્ટાન્ડર્ડ મોડલ સાથે આવી શકે છે. જોકે રિપોર્ટ્સ અનુસાર કંપની હાલના ડિસ્પ્લે સ્પેસિફિકેશનને જ જાળવી શકે છે, કેમ કે પાસે OLED પેનલનો સ્ટોક પહેલેથી છે. સેમસંગ ડિસ્પ્લેને આ મોડલ માટે એકમાત્ર સપ્લાયર તરીકે જણાવવામાં આવ્યું છે. પહેલી જનરેશનને ગ્રાહકો તરફથી ખૂબ મજબૂત પ્રતિક્રિયા ન મળી હોવાની વાતો છે આથી કંપની બીજી જનરેશનનું પ્રોડક્શન લિમિટેડ રાખી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. નવા આઈફોન લોન્ચ કરવાનો મોકો

આ નવી સ્ટ્રેટેજીથી એપલને વર્ષમાં બે અલગ-અલગ સમયે નવા આઈફોન લોન્ચ કરવાનો મોકો મળશે, જેનાથી ચર્ચા અને વેચાણ આખા વર્ષ ચાલુ રહી શકે છે. જોકે સ્ટાન્ડર્ડ મોડલની રાહ જોનારાઓને હવે સપ્ટેમ્બરને બદલે આગામી વર્ષની શરૂઆત સુધી રાહ જોવી પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

iPhone 18 Apple iPhone Leaks iPhone Air 2
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ