બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / The heart will tremble, the eyes will cry, the blood will boil, know the review of Nawazuddin Siddiqui's Haddi movie.

Haddi Review / દિલ કંપી ઉઠશે, આંખો રડી પડશે, લોહી ઉકળી જશે, નવાઝુદ્દીન સિદ્દીકીની હડ્ડી ફિલ્મનો જાણી લો રિવ્યૂ

Vishal Khamar

Last Updated: 11:41 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હડ્ડી અક્ષત અજય શર્મા દ્વારા નિર્દેશક છે અને અદમય ભલ્લા દ્વારા લખવામાં આવી છે. આ ફિલ્મનું નિર્માણ ઝી સ્ટુડિયો અને આનંદિતા સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી પહેલીવાર ટ્રાન્સજેન્ડરના રોલમાં જોવા મળશે. તો ચાલો જાણીએ કેવી છે આ ફિલ્મ......

  • નવાજુદ્દીન સિદ્દીકીની હડ્ડી ફિલ્મ આજે ઓટીટી પ્લેટફોર્મ, ઝી 5 પર રજૂ થઈ
  • ફિલ્મનાં નિર્દેશક અક્ષત અજય શર્મા છે
  • ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી પહેલીવાર ટ્રાન્સજેન્ડર રોલમાં જોવા મળશે

 નવાજુદ્દીન સિદ્દીકી જે દિવસે સાડી પહેરેલ અને મેકઅપ કરેલ જોવા મળે છે. ત્યારથી લોકો ફિલ્મ "હડ્ડી" ની રાહ જોઈ રહ્યા હતા. જીશાન અયુબ, અનુરાગ કશ્યપ અને ઈલા અરૂણની આ ફિલ્મ આજે એટલે કે 7 સપ્ટેમ્બરનાં રોજ ઓટીટી પ્લેટફોર્મ, ઝી 5 પર રજૂ થઈ ગઈ છે.  હડ્ડીનાં નિર્દેશક અક્ષત શર્મા  છે અને અદમય ભલ્લા દ્વારા લખવામાં આવી છે. ફિલ્મને ઝી સ્ટૂડિયો અને આનંદિતા સ્ટુડિયો દ્વારા રજૂ કરવામાં આવી છે.  ત્યારે આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી પહેલીવાર ટ્રાન્સજેન્ડર રોલમાં જોવા મળશે. ત્યારે ચાલો જાણીએ કેવી છે આ ફિલ્મ......

ફિલ્મની શરૂઆત નવાઝુદ્દીન સિદ્દીકીના અવાજ સાથે તે સાડી પહેરીને હાથમાં હથિયાર લઈને બેઠો જોવા મળે છે. ત્યારે  અહીંથી વાર્તા સીધી અલ્હાબાદના એક સ્મશાનગૃહમાં પહોંચે છે. જ્યાં નવાજુદ્દીન સિદ્દીકા મૃતદેહની ચોરી કરે છે.   પછી પોલીસ બચવા માટે ભાગી જાય છે. પહેલા તો ફિલ્મમાં કંઈ  બરાબર સમજાયું નથી. પરંતું એ જાણવા મળે છે કે ફિલ્મ એકદમ દમદાર છે.  

એક ગેંગનો સભ્. કેવી રીતે બની જાય છે ડોન
હડ્ડી એટલે કે નવાઝ દિલ્હી જતો રહે છે.  ફિલ્મમાં ઈરફાન (જીશાન અયુબ)ની ફિલ્મમાં એન્ટ્રી થાય છે. ત્યાર બાદ એક એવો અકસ્માત થાય છે કે તે ઈન્દરભાઈની ગેંગ તેને પકડી લે છે. જ્યાં સત્તો ભાઈ (રાજેશ કુમાર) તેને ખૂબ માર મારે છે. બાદમાં તે ગેંગનો સભ્ય બની જાય છે. જ્યાંથી પ્રમોદ અહલાવત (અનુરાગ કશ્યપ) એન્ટ્રી કરે છે.  જે એક નેતા છે. જે નોઈડાની કિસ્મત બદલવાનો વાયદો કરે છે. પરંતુ તે કેવી રીતે વ્યંઢળોની નજરમાં આવી જાય છે ત્યાર બાદ પોતાની રાજનીતિ બચાવવા માટે હડ્ડીનો આશરો લે છે.   હવે હડ્ડી કેવી રીતે ગેંગના સભ્યમાંથી હડ્ડી ડોન બની જાય છે તેની આખી વાર્તા તમારા રૂંવાડા ઉભા કરી દે તેવી છે. જેમાં તમને એક રોલર કોસ્ટર રાઈડની મજા આવશે. 

પરંતુ ફિલ્મમાં ઘણા ટ્વિસ્ટ છે. કારણ કે અહીં અમ્મા (ઇલા અરુણ)ની વાત આવે છે.  જ્યાં અહલાવત સાથે અમ્માની દુશ્મની, હડ્ડીનું સાચું નામ અને હેતુ, તેની ઇરફાન સાથેની પ્રેમ સબંધ ખૂબ જ રસપ્રદ રીતે પ્રકાશમાં આવે છે.
ફિલ્મને નિર્દેશ દ્વારા ખૂબ જ રસપ્રદ રીતે રજૂ કરી
અક્ષત અજય શર્માના વખાણ કરવા પડે કે તેણે ફિલ્મને ખૂબ જ રસપ્રદ રીતે રજૂ કરી છે. દરેક સીન તમને ફિલ્મ સાથે બાંધી રાખે છે. વાર્તાને જીવંત બનાવવા માટે, તેને વાસ્તવિક બનાવવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી નથી. 

કલાકારો દ્વારા પણ ફિલ્મને રસપ્રદ બનાવવા અથાગ મહેનત કરી
ફિલ્મની વાર્તા ખૂબ જ રસપ્રદ છે.  જેને નવાઝ સાથે મળીને ઝીશાન અયુબ, અનુરાગ કશ્યપ દ્વારા વધુ રસપ્રદ બનાવવામાં આવી છે. ઇલા અરુણે સાબિત કર્યું છે કે ટ્રાન્સજેન્ડરનું પાત્ર ભજવવુંએ માત્ર પુરુષ કલાકારોનું કામ નથી. 

આ ફિલ્મનાં પૈસા વસુલ છે
અંતે, ફિલ્મ કેવી છે તેની વાત કરીએ તો તેના માટે એક શબ્દ પૂરતો છે કે આ ફિલ્મ જોયા બાદ પૈસા વસુલ છે.  આ ફિલ્મમાં એક્શન, ઈમોશન, ડ્રામા બધું જ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ