બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The demands of the villagers of Mehsana-Sabarkantha are not being satisfied and there is a threat of election boycott

લોકસભા ચૂંટણી 2024 / 'મકાન નહીં, તો વૉટ નહીં', મહેસાણા-સાબરકાંઠાના આ બે ગ્રામ્યજનોએ કર્યો ચૂંટણી બહિષ્કાર, લગાવ્યા પોસ્ટર્સ

Vishal Khamar

Last Updated: 02:09 PM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીને લઈ હાર ઠેર ઠેર ઉમેદવારોનો તેમજ લોકો દ્વારા તેઓની માંગણી ન સંતોષાતા ગામમાં ઠેર ઠેર બેનરો લગાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગ્રામજનો દ્વારા માંગણી ન સંતોષાય ત્યાં સુધી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

મહેસાણા તાલુકાનાં કુકરવાડા ગામમાં બસ નહિ તો મત નહિનાં બેનર લાગ્યા છે. ગામ સુધી બસની માંગણી ન સંતોષાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. કુકરવાડા ગામમાં 25 ગામોથી લોકો ખરીદી કરવા આવે છે. કુકરવાડા ગામમાં મોટુ એપીએમસી હોવાથી અહીં ખેડૂતોની અવર જવર રહે છે. બસની વ્યવસ્થા અપુરતી હોવાથી લોકો ત્રસ્ત હોવાની રજૂઆત કરવામાં આવી છે. ગામ લોકોએ માંગણી ન સંતોષાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. 

કિશનભાઈ ભાનુશાળી (ગ્રામજનો)

ગામ લોકોએ માંગણી ન સંતોષાય તો આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી
આ બાબતે કુકરવાડા ગામનાં કિશનભાઈ ભાનુશાળીએ જણાવ્યું હતું કે, કુકરવાડા ગામ તરફથી રજૂઆત કરવા માંગુ છું.  કુકરવાડામાં આવતી અને જતી તમામ બસો જે પહેલા કરતા 20 ટકા બસો જ અત્યારે આવે છે.  કેમ બંધ કરવામાં આવી. લોકોની સગવડને અગવડમાં ફેરવી નાંખવા માટે આ બસો ઈરાદા પૂર્વક બંધ કરવામાં આવી હોય તેવું લાગે છે. ત્યારે મહેરબાની કરી સાંજની બસો. નવ વાગ્યા બાદ કોઈ બસ આવતી નથી. તો એ બસ ચાલુ કરવામાં આવે તેવી અમારી ઉગ્ર રજૂઆતો છે. 

બેનરો લગાવી ગ્રામજનોએ કર્યો ચૂંટણીનો વિરોધ
સાબરકાંઠાનાં ઈડરનાં વસાઈ ગામે પણ ચૂંટણી બહિષ્કારનાં બેનર લાગ્યા હતા. ગ્રામ પંચાયતનું મકાન નહિ તો વોટ નહિના બેનર લાગ્યા હતા. રાજકીટ પક્ષોએ વસાઈ ગામમાં પ્રવેશવું નહી તેવું પણ બેનર લગાવ્યું હતું. બેનરો લગાવી ગ્રામજનોએ ચૂંટણીનો વિરોધ કર્યો હતો. હાલ ગ્રામજનો પંચાયત ભાડાનાં મકાનમાં ચાલે છે. 

વધુ વાંચોઃ કોણ હતા આ ક્રાંતિકારી? જેમની અસ્થિ ખુદ PM મોદીએ ખભે ઉપાડેલી, ધરાવે છે ગુજરાત સાથે નાતો

કોઈ પણ રાજકારણીને ગામમાં પ્રવેશ કરવા દેવો નહી અને ચૂંટણીનો બહિષ્કાર કરવોઃ ગ્રામજન
ઈડરનાં વસાઈ ગામનાં રહીશે જણાવ્યું હતું કે, વસઈ ગામે 2017 માં આ ગ્રામ પંચાયત જર્જરીત થઈ ગયેલી હતી. જેનું નો યુઝ સર્ટીફીટેક અમે લીધું હતું. જે સર્ટીફીકેટ લીધા પછી અમે નવી ગ્રામ પંચાયતનું મકાન બને તેના માટે અમે પ્રયત્ન કર્યા હતા. સરકારી કચેરીમાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કર્યા બાદ 2022 માં અમને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જે બાદ પણ મકાન બન્યું ન હતું. ત્યારે અમે સૌ ગ્રામજનોએ નક્કી કર્યું કે કોઈપણ રાજકારણીને ગામમાં પ્રવેશ કરવા દેવો નહી અને ચૂંટણીનો બહિષ્કાર કરવો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ