બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The condition of the farmers is dire due to the low price of onion

મોરબી / ડુંગળીના ભાવથી ખેડૂતોની આંખમાં આસું..! ખર્ચ છોતરાં કાઢી નાખે તેવો સામે ભાવે તાતને ચીરી નાખ્યા, જોઈ લો બજારની સ્થિતિ

Dinesh

Last Updated: 06:05 PM, 22 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાલુ સિઝનમાં ડુંગળીના ભાવ ગગડી જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, હળવદમાં ભલગામડા ગામના ખેડૂતે ડુંગળીના ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવ્યો છે.

  • ડુંગળીના ઓછા ભાવ મળતા ખેડૂતોની હાલત કફોડી
  • ભલગામડા ગામના ખેડૂતે ડૂંગળી પર ફેરવ્યું રોટારવેટર
  • મહુવા બજારનો આજનો ડૂંગળીનો  પ્રતિમણનો ભાવ 55 રૂપિયા


રાજ્યમાં ડુંગળીની આવક સામે ભાવ ઘટી જતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડુંગળીના ભાવ તળીયે બેસી જતા જગતનો તાત ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે. ડૂંગળીના મણનો ભાવ માત્ર 50થી 100 રૂપિયા આજુબાજુ બોલાય છે. ડુંગળીના ઓછા ભાવ મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. યોગ્ય ભાવ નહીં મળતા સાડા 3 માસની મહેનત પાણીમાં ગઈ છે.

ડુંગળીએ ખેડૂતોને રોવડાવ્યા!
હળવદના ભલગામડા ગામના ખેડૂતે 25 વીઘા જમીનમાં ડુંગળીના ઉભા પાક પર રોટરવેટર ફેરવ્યું છે. અન્ય 25 વીઘામાં બચેલી ડુંગળીના પાક પર પણ ટ્રેક્ટર ફેરવવાની તૈયારી દર્શાવી છે. ખેડૂતના જણાવ્યા અનુસાર એક વીઘા ડુંગળીના પાક માટે રૂ.41 હજાર જેટલો ખર્ચ થાય છે. ખેડૂતોને ખર્ચની સામે 150 મણ જેટલી ડુંગળી પ્રતિ વીઘાએ મળે છે જેમાં મહુવા બજારનો આજનો પ્રતિમણનો ભાવ 55 રૂપિયા છે. તેમજ મહુવા બજારમાં ડુંગળી પહોંચાડવા પ્રતિમણે રૂ.20નો ખર્ચ થાય છે. જેમાં ખેડૂતો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ માથે પડતો હોવાનો દાવો કરી રહ્યાં છે. હળવદના ખેડૂતો ખેતરમાં તૈયાર ડુંગળી ખેડી નાખવા મજબૂર બન્યા છે. ડુંગળી ખેડી નાખતો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. ડુંગળીના ઉભાપાકના વાવેતર ઉપર ટ્રેક્ટર ફેરવી ખેડૂતે ભારે વિરોધ નોંધાવ્યો છે.

ખેડૂતોમાં ભારે રોષ
ચાલુ સિઝનમાં ડુંગળીના ભાવ ગગડી જતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. માર્કેટમાં ડુંગળીના પ્રતિમણે રૂ.60થી રૂ.100 ભાવ મળતા ખેડૂતો નારાજ થયાં છે. જેને લઈ ખેડૂતો જણાવી રહ્યાં છે કે,  ડુંગળી ઉપાડવા, કંટિગ, ટ્રાન્સપોર્ટેશન ખર્ચે પોસાય તેમ નથી. ખેડૂતોએ જણાવ્યું કે, ડુંગળીના બજાર ભાવ સામે ખેડૂતને થતો ખર્ચ વધી જાય છે.

ખેડૂત

ખેડૂતો શુ કહી રહ્યો છે
ખેડૂત વાયરલ વીડિયોમાં જણાવી રહ્યો છે કે, તમામ ન્યૂઝ ચેનલો જોઈ લો, હરા ટ્રેક્ટર-ભરા ખેત. તેમણે કહ્યું કે, અમને ખેડૂતોને સરકાર કહેતી કે, અમે ખેતરે આવી હિસાબ કરીશું તો હવે આવો ખેતરે. તેમણે ઉમેર્યું કે, ડબલ ટ્રેક્ટર ચાલે છે, ખીચા ખાલી અને 2024 બે ઘણો ભાવ. તેમણે ઉમેર્યું કે, બાકી ફિલ્મ દેખવી હોય તો મહુવા માર્કટમાં જોઈ લેવી

પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાનું નિવેદન
ભાવનગરમાં ડુંગળીના ભાવ ઘટાડા મુદ્દે  પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ડુંગળીની નિકાસ વધારવાની માંગ કરી છે. સરકારે ડુંગળીનાં એકસપોર્ટ માટે છૂટ આપવી જોઈએ અને સરકારે ડુંગળી માટે ઝડપથી રેલવેની રેક ફાળવવવી જોઈએ.

અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
ડુંગળીના યોગ્ય ભાવ માટે ખેડૂતોના વિરોધને લઈ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, 2022 સુધી સરકાર ખેડૂતોને આવક બમણી કરવાના સપના બતાવતી હતી પરંતુ આજે રાજ્યમાં ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે. તેમણે કહ્યું કે, સરકારની નીતિને કારણે ખેડૂતો દેવાદાર બન્યા છે. ખેડૂતોને આજે પોષણક્ષમ ભાવ મળતા નથી. ડુંગળી સહિત શાકભાજીના યોગ્ય ભાવ મળતા નથી. સરકાર ખેડૂતો માટે ચિંતિત નથી, ફક્તો વાતો કરે છે. તેમણે કહ્યું કે, સરકારે ખેડૂતોને યોગ્ય ભાવ મળે  તે માટે વિચારવું જોઈએ. પૂરતા બજાર ભાવ મળે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. 

અમિત ચાવડા


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ