બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / The color of the urine can tell how the health is, the changed color of the urine can be a sign of serious diseases

હેલ્થ / પેશાબના કલરથી ખબર પડે કેવું છે સ્વાસ્થ્ય, યુરિનનો બદલાયેલો રંગ હોઈ શકે ગંભીર બીમારીઓનો સંકેત

Vishal Dave

Last Updated: 08:00 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારા પેશાબનો રંગ બદલાયેલો આવે છે તો તે કેટલીક બીમારીના સંકેત હોઈ શકે છે. એકદમ સફેદ કલરનો પેશાબ પણ સારા સ્વાસ્થ્યની નિશાની નથી.

જ્યારે માણસ બીમાર પડે છે ત્યારે તેના શરીરમાં કેટલાક ફેરફારો આવે છે, તે ફેરફાર આંતરીક અને બહારના હોય છે. બીમાર પડવા પર કેટલાક સંકેતો આપણને દેખાવા લાગે છે. તેમાનો એક સંકેત છે તમારા પેશાબનો કલર. પેશાબના કલર પરથી પણ માલુમ કરી શકાય છે કે, તમારુ શરીર અંદરથી હેલ્થી છે કે બીમાર.જો પેશાબનો કલર ચોક્કસ રંગનો હોય તો બીમારીનો સંકેત હોય છે.

પેશાબનો બદલાયેલો કલર શરીરમાં વિટામીન, ખનીજની ઉણપ, કોઈ ઈન્ફેક્શનનો સંકેત હોઈ શકે છે. જેથી બદલાયેલા કલરને નજરઅંદાજ ન કરવો જોઈયે. અમે તમને અહીંયા એ જણાવશું કે પેશાબનો કલર કેવો હોવો જોઈયે અને કેવા કલરનો પેશાબ ખરાબ સ્વાસ્થ્ય કે કોઈ બીમારીની નિશાની છે.

સ્પષ્ટ પીળો
ચોખ્ખા પીળા કલરનો પેશાબ આવવુ તે સ્વસ્થ્ય શરીરની નિશાની છે. સાફ પીળા રંગનુ યૂરીન એ તરફ ઈશારો કરે છે કે, શરીરમાં પુરતા પ્રમાણમાં પોષક તત્વો સામેલ છે. જેથી આને ચિંતાનો વિષય નથી મનાતો.

ઘાટ્ટો પીળો કલર
સરસવના તેલ જેવા કલરનો પેશાબ આવવુ તે કિડનીની બીમારીના સંકેત હોઈ શકે છે. આવા કલરની સાથે પેશાબમાંથી વાસ પણ આવે છે. જો તમારો પેશાબ ઘાટ્ટો પીળો આવે છે તો તે જોન્ડિસના લક્ષણો પણ હોઈ શકે છે. ડિહાઈડ્રેશનના કારણે પણ ઘાટ્ટા પીળા કલરનો પેશાબ આવી શકે છે. જેથી તમારે ચેતી જઈને ડૉક્ટરને બતાવવુ જોઈયે.

સફેદ રંગ
જો તમારો પેશાબ એકદમ સફેદ છે તો આ પણ શરીરનો સારો સંકેત નથી માનવામાં આવતો. યૂરિનમાં જરુર કરતા વધુ પાણીની માત્રા હોવાથી સફેદ પેશાબ આવી શકે છે. યૂરિનમાં પાણીનું પ્રમાણ વધવાથી કિડની પર જોર પડે છે.

આછો વાદળી રંગ
આવા કલરનો પેશાબ આવવો તે બેક્ટેરિયલ ઈન્ફેક્શન હોવાની નિશાની છે. સિસ્ટાઈટિસ બ્લેડર ઈન્ફેક્શન અને યૂરેથ્રાઈટિસ ઈન્ફેક્શન થવાના કારણે આછા વાદળી કલરનો પેશાબ આવે છે. જેમાં તમને પેશાબ કરતી વખતે જલન અને દુખાવો થઈ શકે છે.

પેશાબમાં બ્લિડિંગ
પેશાબમાં બ્લિડિંગ આવવુ તે હિમેચુરિયા નામની બીમારીનો સંકેત છે. આ બીમારીના ચાર જેટલા લક્ષણો છે. જેમાં પેશાબ વખતે લોહી આવવુ તે લક્ષણ પણ સામેલ છે. આ સિવાય યૂરિનરી ટ્રેક ઈન્ફેક્શનના કારણે પણ બ્લીડિંગની સમસ્યા રહે છે. જેમાં તમને જલન અને દર્દ પણ થાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ