બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / The Chief Minister can change in this state, the BJP's claim is heating up the politics

રાજનીતિ / નવા-જુનીના ભણકારા: આ રાજ્યમાં બદલાઈ શકે છે મુખ્યમંત્રી, ભાજપના દાવાથી રાજકારણમાં ગરમાવો

Priyakant

Last Updated: 12:37 PM, 20 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેમંત સોરેનને માઈનિંગ લીઝ ફાળવણીના કેસમાં ચૂંટણી પંચમાં સુનાવણી પૂર્ણ થઈ ગયા બાદ હવે કમિશન ગમે ત્યારે પોતાનો નિર્ણય આપી શકે, રાજ્યમાં રાજકીય હલચલ વધતાંની સાથે ભાજપનો મોટો દાવો- મુખ્યમંત્રી બદલાશે

  • ઝારખંડના રાજકારણને લઈ એક મોટા સમાચાર
  • મુખ્યમંત્રી હેમંત સોરેનને મુખ્યમંત્રી પદ છોડવું પડી શકે 
  • ભાજપનો દાવો હેમંત સોરેનના પત્નીની તાજપોશી થશે
  • માઈનિંગ લીઝ ફાળવણી કેસમાં કમિશન ગમે ત્યારે પોતાનો નિર્ણય આપી શકે

ઝારખંડના રાજકારણને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને મુખ્યમંત્રી પદ છોડવું પડી શકે છે. મહત્વનું છે કે, માઈનિંગ લીઝ ફાળવણી કેસમાં ચૂંટણી પંચમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. કમિશન ગમે ત્યારે પોતાનો નિર્ણય આપી શકે છે. જો ચુકાદો પ્રતિકૂળ હોય તો સોરેનને ગેરલાયક ઠેરવી શકાય છે. આવી સ્થિતિમાં રાજ્યના રાજકારણમાં ગરમાવો વધી ગયો છે. જો આ બધાની વચ્ચે ભાજપે દાવો કર્યો છે કે, સોરેનની જગ્યાએ તેમની પત્ની કલ્પનાને રાજ્યની કમાન સોંપવામાં આવી શકે છે. 

આજે શાસક પક્ષોના ધારાસભ્યોની બેઠક 

ઝારખંડના રાજકારણમાં હવે નવો વળાંક આવી શકે છે. માઈનિંગ લીઝ ફાળવણી કેસમાં ચૂંટણી પંચમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. કમિશન ગમે ત્યારે પોતાનો નિર્ણય આપી શકે છે.  આ બધાની વચ્ચે હવે આજે એટલે કે શનિવારે મુખ્યમંત્રીએ શાસક પક્ષોના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. જેમાં મહાગઠબંધનના ધારાસભ્યોને એક રાખવાનો પ્રયાસ કરવામાં આવશે.

બીજેપીનો દાવો હેમંત સોરેનના પત્નીની તાજપોશી થશે

બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ દાવો કર્યો છે કે, ઝારખંડમાં ભાભીની તાજપોશી થશે. તેમણે ટ્વિટ કર્યું, 'ઝારખંડમાં ભાભીના રાજ્યાભિષેકની તૈયારી, ગરીબો માટે પરિવાર પાર્ટીની શ્રેષ્ઠ ભેટ.' અગાઉ, બીજેપી સાંસદે બરહૈત અને દુમકા વિધાનસભામાં પેટાચૂંટણી યોજવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ દિલ્હી-રાંચી, કેમ ચાલે છે ભાઈ. અમે કહ્યું બરહૈત, દુમકા વિધાનસભામાં પેટાચૂંટણી થશે તો અમે કાંકે મોકલતા હતા? હવે વિધાનસભાના અધ્યક્ષને કેનેડા જતા અટકાવશો ?. 

દુષ્કાળ માટે બેઠક બોલાવી: સુપ્રિયો ભટ્ટાચાર્ય

આ તરફ હવે જેએમએમના નેતા સુપ્રિયો ભટ્ટાચાર્યનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે, મુખ્યમંત્રીએ દુષ્કાળને લઈને બેઠક બોલાવી છે. જોકે, જેએમએમના રાજ્યસભાના સભ્ય મહુઆ માજીએ કહ્યું કે, ધારાસભ્યોને એક રાખવા માટે આ બેઠક યોજવામાં આવી રહી છે. બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજેશ ઠાકુરનું કહેવું છે કે, તમામ ધારાસભ્યો એક છે. સસ્પેન્ડ કરાયેલા ત્રણ ધારાસભ્યો પણ અમારી છાવણીમાં છે. બીજી તરફ ભાજપ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

શું હશે હેમંત સોરેનની વ્યૂહરચના

સીએમ સોરેનની વિધાનસભા પર પ્રતિકૂળ નિર્ણય આવવાની સ્થિતિમાં સરકારની રણનીતિ શું હશે ? આ સ્થિતિનો કેવી રીતે સામનો કરવામાં આવશે.  જોકે હેમંત સોરેન દ્વારા તમામ પાસાઓ પર બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે,  દરેક સંજોગોમાં એકતા સાથે મક્કમતાથી લડવાની રણનીતિ બનાવવામાં આવશે. આ માટે સવારે 11 વાગ્યાથી મુખ્યમંત્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં સત્તાધારી વિધાયક દળની બેઠક તેમના નિવાસસ્થાને મળવાની છે. જેમાં શાસક પક્ષના તમામ ધારાસભ્યોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ