બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The central government's scheme SCADA will be implemented in Gujarat

એક્શન / ગુજરાતમાં વીજચોરી કરનારાની હવે ખેર નહીં, એક્શનમાં આવેલ રાજ્ય સરકારે જુઓ શું લીધો નિર્ણય

Kiran

Last Updated: 11:43 AM, 8 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીજ ચોરી ડામવા સરકાર નવી યોજના, કેન્દ્રની સ્કાડા નામની યોજના ગુજરાત ઉર્જા વિભાગની 4 કંપનીમાં લાગુ થશે, જેમાં તમામ વીજ મીટર બદલાશે જે બાદ એક યુનિટ વીજ ચોરી થશે તો પણ પકડાઇ જશે.

  • વીજ ચોરી અટકાવવા સરકાર નવી યોજના લાવશે
  • એક યુનિટ વીજ ચોરી થશે તો પણ પકડાઇ જશે
  • રાજ્યમાં દર વર્ષે કરોડો રૂપિયાની વીજ ચોરી થાય છે

ગુજરાતમાં અનેક વાર વીજ ચોરીની ઘટના સામે આવતી હોય છે, વીજ ચોરીને કારણે દર વર્ષ રાજ્ય સરકારને કરોડો રુપિયાનું નુકસાન થતું હોય છે ત્યારે આવા વીજ ચોરીને અટકાવવા હવે રાજ્ય સરકાર કેન્દ્રની એક નવી યોજનાનો અમલ કરવાનું વિચારી રહી છે. આ યોજનાને લઈને ગુજરાત સરકારે તૈયારી પણ દર્શાવી છે. જેથી હવે એક યુનિટની પણ વીજ ચોરી થશે તો વીજ ચોરીની જગ્યાનું લોકેશન સહિતની માહિતી કંપનીને તાત્કાલિક જાણ થઈ જશે.



 

ઉર્જા વિભાગની 4 કંપનીમાં લાગુ થશે યોજના

રાજ્યમાં અવાર નવાર વીજ ચોરીની ઘટનાઓ બનતી હોય છે, જેને લઈ વીજ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરાતા તેમની ઉપર હુમલા થવાના કિસ્સા પણ વધી જતા હોય છે, આવા બનાવોને લઈને રાજ્ય સરકારને વીજ ચોરીને ડામવા એક નવી યોજના અમલ કરવા જઈ રહી છે. કેન્દ્રની  સ્કાડા નામની આ યોજના હવે ગુજરાતમાં પણ અમલી બનશે, જેના માટે રાજ્ય સરકારે તૈયારી પણ દર્શાવી છે. સ્કાડા નામની આ યોજના ઉર્જા વિભાગની 4 કંપનીમાં લાગુ થશે, આ યોજના તમામ વીજ મીટર બદલાશે જે બાદ એક યુનિટ વીજ ચોરી થશે તો પણ પકડાઇ જશે.

કેન્દ્ર સરકારે 2 લાખ 32 હજાર કરોડની યોજના તૈયાર કરી

આગામી સમયમાં આ યોજના ગુજરાતમાં લાગુ થશે મહત્વનું છે કે કેન્દ્ર સરકારની 2 લાખ 32 હજાર કરોડની આ યોજના તૈયાર કરી છે જે ગુજરાતમાં લાગુ થતા તમામ મીટરનું મોનિટરિંગ કરાશે એટલું જ નહીં પાવર સ્ટોરેજથી લઈને સપ્લાય સુધીની માહિતી વીજ કંપનીઓને મળી રહેશે અને જે જગ્યાએ વીજ ચોરી થશે તેની સીધી જાણ વીજ કંપનીઓને થશે જેમાં વીજ ચોરીની જગ્યાનું લોકેશન સહિતની માહિતી વીજ કંપનીને તાત્કાલિક જાણ થશે, વીજ ચોરીના કારણે ગુજરાત સરકારને દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન થતુ હોય છે. જેને લઈ સરકાર દ્વારા આ નવી યોજનાના અમલ ટૂંક સમયમાં કરશે તેવું મનાઈ રહ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Government Power theft SCADA gujarat implement એક્શન પ્લાન કેન્દ્ર સરકાર યોજના ગુજરાત રાજ્ય સરકાર વીજચોરી power theft in Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ