બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The BS-6 engine of the new car will also get CNG approval

ખર્ચો બચશે / નવી કારને CNG કરાવવા માંગતા ચાલકો માટે રાહતના સમાચાર, BS-6 એન્જીનમાં પણ મળશે સીએનજીને મંજૂરી

Vishnu

Last Updated: 10:47 PM, 11 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BS-6 એન્જીનવાળી કારમાં CNG કીટને સરકારી મંજૂરી મળશે, માત્ર અમદાવાદમાં જ 50 હજાર કરતા વધુ BS-6  કાર વેચાઇ

  • સરકાર CNG કીટની આપશે મંજૂરી
  • BS-6 વાહનો માટે મળશે મંજૂરી
  • કંપનીનો દાવો રીટ્રોફીટ CNG સફળ નહીં થાય

પેટ્રોલ-ડીઝલ ના ભાવ માં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે પોતાની કાર ને સીએનજી માં કન્વર્ટ કરાવવા માંગતા લોકો માટે રાહત ના સમાચાર આવી રહ્યા છે.કેન્દ્ર સરકારે બીએસ 6 વાહનો માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.જે દર્શાવે છે કે કેન્દ્ર સરકાર માત્ર કંપની ફિટેડ સીએનજી જ નહીં પરંતુ બીએસ 6 કેટેગરી ના વાહનોને કંપની બહાર રીટ્રોફિટ માર્કેટ માંથી પણ સીએનજી કીટ લગાવવાને મંજૂરી આપશે.

મોંઘા પેટ્રોલ ભરાવવાથી મળશે રાહત
કેન્દ્ર સરકારે બીએસ 6 વાહન કેટેગરીમાં એપ્રિલ 2020 થી રિટ્રોફીટ માર્કેટમાં સીએનજી કીટ લગાવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.માત્ર કામોબી ફિટેડ સીએનજી કાર ને જ મંજૂરી આપવામાં આવી રહી છે.જો કે લાંબી રજૂઆતો બાદ હવે કેન્દ્ર સરકારે એ નિર્ણય પર પુનઃ વિચારણા કરતા બીએસ 6 વાહનો માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.જેના પરથી  બીએસ 6 વાહનોને ઓપન માર્કેટમાં સીએનજી કીટ લગાવવાની મંજૂરી મળશે.સરકારે એપ્રિલ 2020માં બીએસ 6 વાહનોને ઓપન માર્કેટમાં સીએનજી કીટ લગાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.જે બાદ માત્ર અમદાવાદની જ જો વાત કરવામાં આવે તો આટલા સમયગાળામાં બી એસ 6 પેટ્રોલ વાળી 60 હજાર જેટલી કારોનું વેચાણ થયુંછે. જે પૈકી અનેક લોકો તેમની કારને સીએનજી માં કન્વર્ટ કરાવવા માંગે છે પરંતુ પ્રતિબંધ ના કારણે લગાવી નથી શકતા અને મોંઘું પેટ્રોલ ભરાવવા મજબુર બન્યા છે.

નિષ્ણાંતોનો શું છે મત?
જે તે સમય સીએનજી કીટ ઉત્પાદક કંપનીઓ નો દાવો હતો કે રિટ્રોફીટ માર્કેટમાં લગાવાતી સીએનજી સફળ નહીં રહે.જે બાદની સ્થિતિ એ છે કે કામોની ફિટેડ સીએનજી કાર અને એજ કંપનીની પેટ્રોલ કારણ ભાવ માં એક લાખ થી સવા લાખ રૂપિયાનો ફરક પડે છે.જે ઓપન માર્કેટમાં માત્ર 60 હજારથી પણ ઓછી કિંમતમાં પૂર્ણ થઈ જાય છે.પરંતુ કંપની ફિટેડ સીએનજી કાર કંપની ની મોનોપોલી ખતમ ના થાય એ માટે ઓપન બજાર વાળી સીએનજી પર બીએસ 6 વાહનોમાં પ્રતિબંધ આવ્યો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.

મંજૂરી માટે હજુ પ્રક્રિયા બાકી
કેન્દ્ર સરકારે હવે ઓપન માર્કેટમાંથી બીએસ 6 વાહનોને સીએનજી કરાવવાને લઈ નિર્ણયકતા દર્શાવી છે ત્યારે ડ્રાફ્ટ ને પબ્લિક એક્સપર્ટ સમક્ષ રાખવામાં આવશે.જેમના ઓપિનિયન બાદ ફાઈનલ નોટિફિકેશન રજૂ કરવામાં આવશે.વહિકલ ને ટેસ્ટીંગ એજન્સી સીઆરએઆઈ અને આઈ કેટ માં મોકલવામાં આવશે.જે બાદ બીએસ 6 વાહનોને બહારના માર્કેટમાં સીએનજી કીટ લગાવવાનો મંજૂરી આપવામાં આવી શકે છે..

સંકળાયેલા મુદ્દાઓ

BS 6 engine CNG CAR CNG approval ahmedabad new car અમદાવાદ નવી કાર બીએસ 6 એન્જિન સીએનજી કાર CNG car
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ