બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / The apex court gave advocate Prashant Bhushan two days to reconsider his statement

અવમાનના કેસ / સુપ્રીમ કોર્ટે વકીલ પ્રશાંત ભૂષણને તેમના નિવેદન અંગે પુનર્વિચાર કરવા બે દિવસનો સમય આપ્યો

Published By: Intern

Last Updated: 09:29 PM, 20 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રિમ કોર્ટે પ્રશાંત ભૂષણના અદાલતની અવમાનના કરવા અંગેના કેસમાં સજા અંગેની સુનાવણી મોકૂફ કરી હતી. કોર્ટે પ્રશાંત ભૂષણને તેમના નિવેદનો પર પુનર્વિચારણા કરવા કહ્યું અને તેના માટે તેમને સમય પણ આપ્યો હતો. જો કે પ્રશાંત ભૂષણના તેમના સ્ટેન્ડ પર કાયમ રહ્યા હતા.

  • અદાલતની અવમાનના કેસમાં સુનાવણી સપ્રિમ કોર્ટ દ્વારા સ્થગિત કરવામાં આવી 
  • પ્રશાંતમ ભૂષણને કોર્ટે તેમના લેખિત નિવેદન પર વિચાર કરવા બે દિવસનો સમય આપ્યો 
  • પ્રશાંત ભૂષણ વતી તેમના વકીલ દુષ્યંત દવેએ કોર્ટમાં દલીલો કરી હતી

સુપ્રિમ કોર્ટે પ્રશાંત ભૂષણના અવમાનના કેસમાં સજા અંગેની સુનાવણી મોકૂફ કરી છે. કોર્ટે પ્રશાંત ભૂષણને તેમના લેખિત નિવેદનો પર પુનર્વિચારણા કરવા કહ્યું અને તેના માટે તેમને બે દિવસનો સમય પણ આપ્યો. કોર્ટના તિરસ્કાર મામલાની સુનાવણી દરમિયાન વરિષ્ઠ એડવોકેટ પ્રશાંત ભૂષણએ કહ્યું કે તે દરેક પ્રકારની સજા માટે ભોગવવા તૈયાર છે. ભૂષણે કહ્યું કે મારી ટ્વીટ્સ એક નાગરિક તરીકેની મારી ફરજ નિભાવવા માટે હતી. તે કોર્ટની અવમાનનાના ક્ષેત્રથી દૂર છે.  તેમણે કહ્યું કે જો હું ઇતિહાસના આ મુદ્દે ન બોલ્યો હોત તો હું મારી ફરજમાં નિષ્ફળ ગયો હોત. તેઓ કોર્ટની કોઈપણ સજા ભોગવવા તૈયાર છે. તેણે કહ્યું કે માફી માંગવી એ મારે માટે પોતાની સાથે જ તિરસ્કાર કરવા જેવુ હશે. 

વકીલોની સલાહ લઇશ, પણ કોર્ટનો સામે બગાડવા માંગતો નથી. 

જ્યારે સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને તેમના નિવેદનો પર પુનર્વિચારણા કરવા કહ્યું ત્યારે ભૂષણે કહ્યું કે હું તેનો પુનર્વિચાર કરી શકું છું પરંતુ તેમાં કોઈ ખાસ બદલાવ આવશે નહીં. હું કોર્ટનો સમય બગાડવા માંગતો નથી. હું મારા વકીલોની સલાહ લઈશ અને ફરીથી વિચાર કરીશ. એટર્ની જનરલે એ પણ કબૂલ્યું હતું કે પ્રશાંત ભૂષણને તેમના નિવેદનો પર ફરીથી વિચાર કરવા માટે થોડો સમય આપવો જોઇએ. તેણે કોર્ટમાં ઘણું કામ કર્યું છે.

ન્યાયાધીશ અરુણ મિશ્રાએ કહ્યું કે, 

તે જ સમયે ન્યાયાધીશ અરૂણ મિશ્રાએ કહ્યું હતું કે બોલવાની સ્વતંત્રતા કોઈને માટે, મારા માટે અથવા મીડિયા માટે સંપૂર્ણ નથી. આપણે દરેકને કહેવું પડશે કે આ એક લાઇન છે. એક્ટિવિસ્ટ બનવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ અમારે કહેવું પડશે કે આ મર્યાદારેખા છે.  સાચું કે ખોટું જે બને પણ હવે અમે તેમને દોષી ઠેરવ્યા છે.

પ્રશાંતના વકીલ દુષ્યંત દવેએ સજાની સુનાવણી ટાળવાની અપીલ કરી.. 

શરૂઆતમાં પ્રશાંત ભૂષણના વકીલ દુષ્યંત દવેને આ કેસમાં સજાના નિર્ણય અંગેની દલીલોની સુનાવણી મોકૂફ રાખવા વિનંતી કરતા, દાવો કર્યો કે તેઓ દોષિત ઠેરવવાના હુકમ વિરુદ્ધ રિવ્યુ પિટિશન  દાખલ કરશે. જો કે સુપ્રીમે આ માંગણીને ફગાવી હતી અને કહ્યું હતું કે આ એક અયોગ્ય પગલું હશે કે સજાની સુનાવણી કોઈ બીજી બેન્ચ કરે. સુનાવણી હમેશા સજાનું એલાન કર્યા બાદ જ પૂર્ણ થતી હોય  છે. 

જો કે પ્રશાંત ભૂષણ વતી દુષ્યત દવેએ કહ્યું કે સુપ્રીમમાં રિવ્યુ પિટિશન ફાઇલ કરવા માટે તેમની પાસે 30 દિવસ છે, સાથે જ કહ્યું હતું કે ક્યૂરેટિવ પિટિશન કરવાનો પણ વિકલ્પ ઉપલબ્ધ છે. 

સુપ્રીમે સ્થગિત કરી સુનાવણી 

પ્રશાંત ભૂષણને ન્યાયતંત્ર અને સીજેઆઈ વિરુદ્ધ તેમની બે ટ્વીટ્સ માટે કોર્ટની અવમાનના માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા. ભૂષણે પોતાની અરજીમાં કહ્યું હતું કે તેઓ અદાલતની તિરસ્કાર બદલ દોષિત ઠરાવ્યા બાદ તેમના નિર્ણય પર સમીક્ષા અરજી દાખલ કરવા માગે છે, ભૂષણના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટે સમીક્ષા અરજી પર નિર્ણય ન લે ત્યાં સુધી સુનાવણી સ્થગિત કરી દીધી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court contempt of court અવમાનના પિટિશન સુપ્રીમ કોર્ટ Cases of contempt

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ