બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 8મા પગાર પંચમાં ઓછામાં ઓછો ₹58,500નો પગાર હશે, કેન્દ્રીય કર્મચારીઓ માટે જરુરી ખબર

કામની વાત / 8મા પગાર પંચમાં ઓછામાં ઓછો ₹58,500નો પગાર હશે, કેન્દ્રીય કર્મચારીઓ માટે જરુરી ખબર

Nirav Kumar

Last Updated: 01:18 AM, 26 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

8મા પગારપંચને લઇ ફિટમેન્ટ ફેક્ટરની ચર્ચા વધી છે. કેમ કે,ફિટમેન્ટ ફેક્ટરથી બેઝિક પગારનો ગુણાકાર કરીને નવો પગાર નક્કી કરવામાં આવે છે.

8મા પગારપંચ માટેની તૈયારીઓ હવે તેજ બની ગઈ છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓની સર્વોચ્ચ પ્રતિનિધિ સંસ્થા નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC JCM), સ્ટાફ સાઇડે તેના મેમોરેન્ડમ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

આથી ડ્રાફ્ટિંગ કમિટીની એક મહત્વની બેઠક 25 ફેબ્રુઆરી 2026 ના રોજ નવી દિલ્હીમાં થશે. આ બેઠકમાં 8મા પગાર પંચને રજૂ કરવાના પ્રસ્તાવો કેવી રીતે ઘડવામાં આવશે તે નક્કી કરાશે. જેમાં કમિટીના સભ્યોને 25 ફેબ્રુઆરી બાદ લગભગ એક અઠવાડિયા સુધી દિલ્હીમાં રહેવા માટે કહેવાયુ છે જેથી તેઓ દરેક મુદ્દા પર ડીટેલમાં ચર્ચા કરી શકે.

નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એક સ્ટાફ સાઇડ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સરકાર સાથે વાટાઘાટો કરવા માટેનું મંચ છે. આ સંસ્થા દરેક પગારપંચ સામે કર્મચારીઓની માંગણીઓ રજૂ કરે છે. જેમાં પગાર, ભથ્થાં, પેન્શન, પ્રમોશન અને સેવાની શરતો જેવા તમામ મુખ્ય મુદ્દાઓ આ મેમોરેન્ડમનો હિસ્સો હોય છે. આ વખતે 8મા પગારપંચનું કાર્યાલય ચંદ્રલોક બિલ્ડીંગ જનપથમાં આપવામાં આવ્યું છે. ડ્રાફ્ટિંગ કમિટી ફિરોઝશાહ રોડ પરની ઓફિસમાં મળશે જ્યાં મીનીમમ વેતન, પગાર માળખું, ઇન્ક્રીમેન્ટ, ભથ્થાં અને પેન્શન સંબંધિત દરખાસ્તોને છેલ્લું સ્વરૂપ આપવામાં આવશે.

vtv app promotion
  • પગાર કેટલો થઇ શકે ?

તેમાં ફિટમેન્ટ ફેક્ટરની ચર્ચા વધી છે. ફિટમેન્ટ ફેક્ટર એ સંખ્યા છે જેના દ્વારા વર્તમાન બેઝિક પગારનો ગુણાકાર કરીને નવો પગાર નક્કી કરવામાં આવે છે. મતલબ કે, વર્તમાન મિનિમમ બેઝિક પગાર 18,000 રૂપિયા  છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.0 છે તો પગાર 36,000 રૂપિયા થશે. જો તે 3.0 છે તો તે 54,000 રૂપિયા થશે. અને જો તે ફિટમેન્ટ ફેક્ટર 3.25 હોય તો તે લગભગ 58,500 રૂપિયા સુધી પહોંચી શકે છે. 7મા પગાર પંચમાં 2.57 ના ફિટમેન્ટ ફેક્ટરે મિનિમમ પગાર 7000 થી વધારીને 18,000 રૂપિયા કર્યો છે.

વધુ વાંચો : બાપ રે..., 14.9 કરોડ પાસવર્ડ લીક! આ રીતે બચાવો તમારા સોશિયલ એકાઉન્ટ્સને

અમુક અહેવાલો મુજબ ફિટમેન્ટ ફેક્ટર 1.8 અને 2.5 ની વચ્ચે હશે. જેમાં મોટો વધારો સરકાર પર નાણાકીય દબાણ વધારી શકે છે. આ દરમિયાન ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન (FNPO) એ એક મોટું જોખમ લીધું છે અને 3.0 થી 3.25 ના ફિટમેન્ટ ફેક્ટરનું સૂચન કર્યું છે. તેમની દલીલ છે કે વિવિધ લેવલે પગારની અસમાનતા દૂર કરવા માટે વિવિધ ફિટમેન્ટ ફેક્ટર જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fitment Factor New Salary 8th Pay Commission
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ