બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / બાપ રે..., 14.9 કરોડ પાસવર્ડ લીક! આ રીતે બચાવો તમારા સોશિયલ એકાઉન્ટ્સને

એલર્ટ / બાપ રે..., 14.9 કરોડ પાસવર્ડ લીક! આ રીતે બચાવો તમારા સોશિયલ એકાઉન્ટ્સને

Bijal Vyas

Last Updated: 11:42 AM, 25 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લીક પાસવર્ડથી પ્રભાવિત થયેલી એપના લિસ્ટમાં ફેસબુક, ઇનસ્ટાગ્રામ, ટિકટોક, X (પહેલા Twitter) અને અમુક ડેટિંગ એપ્સનું નામ પણ સામેલ છે.

જો તમે Gmail, Facebook, Netflix, Instagram વગેરેનો ઉપયોગ કરો છો, તો તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે. તાજેતરમાં, 149 મિલિયન યુનિક આઈડી લોગિન અને પાસવર્ડ લીક થવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ડેટા કોઈપણ સુરક્ષા કે પાસવર્ડ વિના ઉપલબ્ધ છે, જેના વિશે માહિતી એક રિપોર્ટમાં આપવામાં આવી છે.

જાણીતા સિક્યોરિટી એનાલિસ્ટએ આ ડેટાબેઝ વિશે જાણકારી મેળવી છે. ફાઉલરના મતે, આ લીક થયેલા રેકોર્ડ્સ લગભગ દરેક મોટા ઓનલાઈન પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે.

આ એપ્સનો ડેટા થયો લીક

લીક પાસવર્ડથી પ્રભાવિત થયેલી એપના લિસ્ટમાં ફેસબુક, ઇનસ્ટાગ્રામ, ટિકટોક, X (પહેલા Twitter) અને અમુક ડેટિંગ એપ્સનું નામ પણ સામેલ છે. આ લીકમાં સ્ટ્રીમિંગ એપ્સ અને એન્ટરટેમેન્ટ એપ્સનું નામ સામેલ છે, જેમાં Netflix, HBO Max, Disney Plus, and Roblox ના નામ પણ સામેલ છે.

  • ઇમેલ એકાઉન્ટ્સ: ફાઉલર મુજબર, લગભગ 4.8 કરોડ જીમેઇલ એકાઉન્ટ, 40 લાખ યાહૂ એકાઉન્ટ અને 15 લાખ આઉટલુક એકાઉન્ટનો ડેટા લીક થયો છે.
  • સોશિયલ મીડિયાઃ 1.7 કરોડ ફેસબુક એકાઉન્ટ્સ, 65 લાખ ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ અને 780 હજાર ટિકટોક એકાઉન્ટની ડિટેલ્સ લીક થયા છે.
  • એન્ટરટેનમેન્ટઃ આ સેગમેન્ટમાં લગભગ 34 લાખ Netflix ક નામએકાઉન્ટના લોગઇન અને પાસવર્ડ લીક થયા છે, તેમાં ડિઝની પ્લસ હોટસ્ટાર સહિત અનેક સામેલ છે.
  • ફાઇનેન્શિયલ અને સરકારી એકાઉન્ટની લિસ્ટમાં 420 હજાર લોગઇન ડિટેલ્સ અને પાસવર્ડના નામ સામેલ છે.
password

આ ડેટા કેવી રીતે થયો લીક?

ફાઉલરે જણાવ્યું હતું કે, ડેટાબેઝ ઇન્ફોસ્ટેલર નામના માલવેર દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે એક પ્રકારનો ખતરનાક સોફ્ટવેર છે જે ઉપકરણોને ચૂપચાપ ચેપ લગાડવા અને લોગઇન અને ડિટેલ્સની ચોરી કરે છે.

રિપોર્ટમાં અનુસાર, જ્યારે પણ ડેટા ક્લેક્ટ કે ચોરી કરવામાં આવે છે અથવા ચોરાઈ જાય છે, ત્યારે તેને ક્યાંક સ્ટોર કરવાનો હોય છે. ક્લાઉડ પર ડેટા સ્ટોર કરવો એ શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. આ શોધ દ્વારા ખબર પડે છે કે સાયબર હેકર્સનો પણ ડેટા ચોરી થઇ જાય છે.

ડેટા અને લીક નુકસાનથી કેવી રીતે બચવુ?

ડેટા કે પાસવર્ડ લીક થવા પર પોતાના એકાઉન્ટને કેવી રીતે બચાવવુ, તે માટે અમુક ખાસ ટ્રિક્સનો ઉપયોગ કરવામાં આવે છે.

  • અલગ અલગ પાસવર્ડ રાખો: અલગ અલગ પ્લેટફોર્મ માટે અલગ-અલગ પાસવર્ડનો ઉપયોગ કરો. પાસવર્ડ બનાવતી વખતે ઓછામાં ઓછા 12-16 કેરેક્ટરનો ઉપયોગ કરો.
  • વેરિફિકેશન્સનો ઉપયોગ કરોઃ લગભગ દરેક પ્લેટફોર્મ પર ટૂ સ્ટેપ વેરિફિકેશનની સુવિધા મળે છે. ટુ સ્ટેપ વેરિફિકેશન્સમાં મોબાઇલ નંબર પર OTP કે પછી જીમેઇલ પર OTP આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Tech Tips data leak Alart passwords leak
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ