બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / thats why dont put pressure on ms dhoni to call a day says nasser hussain

નિવેદન / પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે કહ્યું ધોનીને સંન્યાસ લેવા પર મજબૂર ન કરો નહીંતર...

Krupa

Last Updated: 07:15 PM, 11 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોનીએ છેલ્લી વખત જુલાઇમાં ન્યૂઝીલેન્ડની સામે વર્લ્ડકપ સેમીફાઇનલમાં રમ્યો હતો. ત્યારબાદથી એને પ્રતિસ્પર્ધી ક્રિકેટ રમ્યો નથી.

  • ધોનીના ગયા બાદ એના જેવું કોઇ નહીં મળે એની પર સંન્યાસનું દબાણ યોગ્ય નથી
  • ધોનીને છેલ્લી વખત જુલાઇમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ કપ સેમીફાઇનલમાં રમ્યો હતો

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને શનિવારે કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોની જેવો ક્રિકેટર એક પેઢીમાં એક આવે છે અને એટલા માટે એની પર 'નિવૃત્તિ લેવા દબાણ' બનાવનારાઓએ સાવચેતી રાખવી જોઈએ. હુસૈનનું માનવું છે કે ભારતનો આ પૂર્વ કેપ્ટન હાલ પણ ભારતીય ક્રિકેટને ઘણું બધુ આપી શકે છે. પૂર્વ ઇંગ્લિશ કેપ્ટન નાસિર હુસૈન ઘણા સમય બાદ મીડિયામાં સક્રિય રૂપથી જોવા મળ્યો છે. અથવા એવું કહી શકાય કે ઘણા સમય બાદ એમને ભારતીય ખેલાડી માટે કોઇ નિવેદન આપ્યું છે.

એમને સ્ટાર સ્પોર્ટ્સ પર ક્રિકેટ કનેક્ટડ શો માં કહ્યું, 'ધોનીના ગયા બાદ એના જેવું કોઇ નહીં મળે એની પર સંન્યાસનું દબાણ યોગ્ય નથી. માત્ર ધોનીને ખબર છે એ કઇ સ્થિતિમાં છે. અંતે પસંદગીકર્તાએ નિર્ણય લેવાનો છે અને ખેલાડી તક મળવા પર રમે છે.'

ધોનીને છેલ્લી વખત જુલાઇમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ કપ સેમીફાઇનલમાં રમ્યો હતો. ત્યારબાદથી એને પ્રતિસ્પર્ધી ક્રિકેટ રમી નથી. સુનીલ ગાવાસ્કર અને કપિલ દેવ જેવા પૂર્વ દિગ્ગજોએ સ્પષ્ટપણે કહ્યું છે કે આટલા લાંબા બ્રેક બાદ એના માટે વાપસી કરવી મુશ્કેલ થશે. એમને કહ્યું, 'શું એમએસ ધોની હજુ પણ ભારતીય ટીમને કંઇક આપી શકે છે. મારું માનવું છે કે ઘણુ બધું.' જો કે એમને સ્વીકાર કર્યો કે વર્લ્ડ કપ દરમિયાન ધોની કેટલીક તકો ચૂકી ગયો જ્યારે એ ઇનિંન્ગની સ્પીડ વધારી શક્યા નહીં. 

સંકળાયેલા મુદ્દાઓ

Indian cricket team MS Dhoni nasser hussain sports એમએસ ધોની નાસીર હુસૈન Statement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ