બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / થરાદ ઓનર કિલિંગમાં મોટા સમાચાર, ભત્રીજીની હત્યા કરનાર કાકા શિવરામની ધરપકડ
Last Updated: 09:13 AM, 8 August 2025
થરાદમાં પિતા દ્વારા કાકા સાથે મળીને પુત્રીની હત્યા કરવાના કેસમાં પોલીસે હત્યારા કાકા શિવરામની ધરપકડ કરી છે. આ ઘટનામાં પુત્રીના પ્રેમ સંબંધથી નારાજ પિતાએ પોતાના ભાઇ સાથે મળીને પુત્રીની હત્યા કરી હતી.. એટલું જ નહીં બંને આરોપી ભાઇઓએ પુરાવાનો નાશ કરવા દીકરીની હત્યા કર્યા બાદ રાતોરાત અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. યુવતીના પ્રેમીએ પોલીસ ફરિયાદ નોંધવાતા પોલીસે આ મામલામાં તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT
થરાદ તાલુકાના દાંતિયા ગામના સેંધાભાઈ દરઘાભાઇ ચૌધરીની પુત્રી ચંદ્રિકા પાલનપુર ખાતેની એક હોસ્ટેલમાં રહીને નીટની પરીક્ષાની તૈયારીઓ કરતી હતી. આ દરમિયાન ચંદ્રિકા થરાદ તાલુકના વડગામડાના હરેશ હિરજીભાઇ ચૌધરી નામના યુવકના પ્રેમમાં પડી હતી અને બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જો કે ઘરના એક પ્રસંગમાં ચંદ્રિકા થરાદ પોતાના ઘરે આવી હતી..પ્રસંગ બાદ તેના પિતાએ તેને ફરી પાછા જવાની ના પાડી દીધી હતી અને આગળ ભણવાનું નથી તેમ ફરમાવી દીધું હતું.. જો કે યુવતીએ મેસેજથી યુવકને કહ્યું હતું કે ઘરવાળા તેના લગ્ન કરાવે તે પહેલા તું મને આવીને લઇ જા..
જે બાદ હરેશ ચંદ્રિકાને લઇ ગયો હતો..અને બન્નેએ કાયદેસર મૈત્રીકરાર કર્યા હતા.જે બાદ બન્ને ગુજરાતની બહાર નીકળી ગયા હતા.. જો કે ચંદ્રિકાના પરિવારજનોએ દિકરી ગુમ થયાની ફરીયાદ નોંધાવ્યા બાદ પોલીસે તેમની શોધખોળ હાથ ધરી હતી અને બન્નેને શોધીને પરત લાવી હતી.. જે બાદ પોલીસે ચંદ્રિકાને તેના પરિવારજનોને સોં પી હતી અને હરેશની અગાઉના મારામારીના અને પ્રોહિબિશનના કેસમાં ધરપકડ કરી હતી.. હરેશ જેલમાં હતો ત્યારે યુવતીએ તેને અસંખ્યા મેસેજ કર્યા હતા અને પોતાના લગ્ન બીજે થઇ જશે તેવો ડર વ્યક્ત કર્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ પરણેલા પુરુષ સાથે બનાવતી રહી સંબંધ, પછી કરી નાખ્યો રેપ કેસ, રાખી આ મોટી શરત
હરેશ જેલમાંથી બહાર આવ્યો તેણે ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ કરી હતી. જેથી હાઇકોર્ટે ચંદ્રિકાને કોર્ટમાં હાજર કરવા થરાદ પોલીસને જાણ કરી હતી. જોકે, ચંદ્રિકા હાઇકોર્ટમાં હાજર થાય એ પહેલાં જ ચંદ્રિકાના પિતા સેંધાભાઇ ચૌધરી અને તેના કાકા શિવરામ ચૌધરીએ ચંદ્રિકાની ક્રુર હત્યા કરી દીધી હતી.. પહેલા તેને દૂધમાં ઉંઘની ગોળીઓ આપી દીધી હતી અને પછી તેને ગળે ફાંસો આપી દીધો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.