બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:30 AM, 8 August 2025
તમે એવા કિસ્સાઓ તો સાંભળ્યા જ હશે જ્યાં પુરુષ કર્મચારી તેની મહિલા કર્મચારીને ક્યારેક પ્રમોશનના નામે તો ક્યારેક અન્ય કોઈ લાલચ કે દબાવમાં તેની સાથે છેડતી કે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હોય. કે પછી મોટા સેક્ટરમાં અને શહેરમાં એકસ્ટ્રા મેરિટલ (લગ્નેતર સંબંધો) પણ ખૂબ સામે આવે છે. ત્યારે હાલ હાલ જે કિસ્સો સામે આવ્યો છે તે દરેક લગ્નેતર સંબંધમાં રહેલા પુરુષ માટે લાલબત્તી સમાન છે. મહારાષ્ટ્રના IT ફિલ્ડમાં કામ કરતાં 40 વર્ષના એક પુરુષ પર તેની મહિલા સાથી રેપ કેસની ફરિયાદ કરી હતી પણ પોલીસે આ મામલામાં મહિલાને અરેસ્ટ કરી છે. હાલ કોર્ટે આ મહિલાને 8 દિવસ પોલિસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ આ મહિલા તે પુરુષ સથે લાંબા સમય સુધી રિલેશનમાં હતી અને અને ત્યારબાદ તેણે રેપની ફરિયાદ કરી હતી. તેણે ફરિયાદ પાછી લેવા બદલ 1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. એટલું જ નહીં પણ આ પોલિસ તપાસમાં બીજા પણ ઘણા ખુલાસા થયા છે.

ADVERTISEMENT
બુધવારે મહારાષ્ટ્રની ચારકોપ પોલીસ એક મહિલાને અરેસ્ટ કરી છે પોલીસનું કહેવું છે કે મુંબઈના કાંદિવલી વેસ્ટ એરિયામાં રહેતા અને IT ફર્મમાં કામ કરતાં એક પરણિત પુરુષ સાથે આ મહિલાને વર્ષોથી સંબંધો હતા. બંને વચ્ચે શારીરિક સંબંધો પણ હતા. આ બંનેની મુલાકાત વર્ષ 2012માં થઈ હતી અને વર્ષ 2017 સુધીમાં બંને વચ્ચે ગાઢ સંબંધો સ્થપાયા હતા. આ મહિલાને તે પુરુષના લગ્ન થઈ ગયા હોવાની જાણ હતી આમ છતાં તેણે આ અફેર ચાલુ રાખ્યું હતું. પરંતુ વર્ષ 2022 માં બંનેના સંબંધોમાં ખટાશ આવવા લાગી કારણકે આ મહિલાએ તે પુરુષને તેની સાથે લગ્ન કરવા કહ્યું. તે પુરુષે પોલિસને જણાવ્યું કે તેણે લગ્ન માટેની ના પાડતા કારણ કે તેણે આવો કોઈ પ્રકારનો વાયદો તેને કર્યો નહોતો.
વર્ષ 2023માં મહિલાએ બોરિવલી પોલિસ સ્ટેશનમાં રેપ કેસની ફરિયાદ કરી હતી. આ પછી તે IT કર્મચારી લગભગ 1 મહિના સુધી જેલમાં રહ્યો. અને તેની ધરપકડ થયા પછી તે મહિલા અને તેના ભાઈએ તેની વિરુદ્ધ કરેલી ફરિયાદ પાછી ખેંચવા માટે મદદની રજૂઆત કરી હતી. બંને આ માટે NOC આપવા તૈયાર હતા અને જે સામે તેણે એક મોટી રકમની માંગણી કરી હતી.
ADVERTISEMENT
સહાનુભૂતિનો કર્યો ઢોંગ
આ IT પ્રોફેશનલ વ્યક્તિ જેલમાંથી બહાર આવ્યો તે પછી આ મહિલા ફરી તેની પાસે ગઈ હતી અને તેના પ્રત્યે સહાનુભૂતિ બતાવી હતી. મહિલાએ એવું કહ્યું કે તેણે ગુસ્સામાં આવીને તેની સામે ફરિયાદ દાખલ કરી હતી અને હવે તે આ ફરિયાદ પાછી લેવા માટે તૈયાર છે. મહિલાએ કહ્યું કે આ પ્રક્રિયા શરૂ કરવા માટે પહેલા વકીલ સાથે વાત કરવી પડશે. 1 ફેબ્રુઆરી 2024 ના રોજ આ વ્યક્તિએ તેની સાથે મુલાકાત કરી. ત્યારે મહિલાએ આ ફરિયાદ પાછી લેવા માટે કથિત રીતે 1 કરોડ રૂપિયાની માંગણી કરી. જે માટે તે વ્યક્તિ તૈયાર ન થતાં તે મહિલાએ આ રકમ ઘટાડીને 50 લાખ રૂપિયા કરી જેના માટે પણ તે પુરુષએ મહિલાને મનાઈ ફરમાવી દીધી.
ADVERTISEMENT
વધુ વાંચો: BREAKING: ખીણમાં કાર ખાબકતાં 6થી વધુ લોકોના મોત, ખૌફનાક એક્સિડન્ટ દેશ ધ્રૂજ્યો

ADVERTISEMENT
મહિલાનો મોટો દાવ
10 મે 2024 ના રોજ આ મહિલા ફરી તે પુરુષને માંલી અને ધમકી આપતા કહ્યું કે તે મહિલા તે પુરુષના દરેક આર્થિક વ્યવહારો વિશે જાણે છે. મહિલાએ કહ્યું કે તેને ખબર છે કે તેની પત્નીએ ક્યાં ક્યાં રોકાણ કર્યું છે અને ક્યાં કેટલો ખર્ચ કર્યો છે. જ્યારે તે વ્યક્તિએ પોતાના લેવલથી તપાસ કરી તો સામે આવ્યું કે તે મહિલાના બંને મોબાઈલ નંબર તેના ગૂગલ એકાઉન્ટ સાથે કનેક્ટેડ છે. હવે પોલિસનું કહેવું છે કે આ દ્વારા તે મહિલા તે પુરુષના બેન્ક એકાઉન્ટ પર નજર રાખતી હતી. જેમાં OTP અને Password પણ હોઈ શકે છે. ખાસ વાત એ છે કે તે મહિલા આ કામ એકલી નહોતી કરી રહી પંરતુ એક બેન્કનો કર્મચારી પણ તેની અંગત રીતે મદદ કરી રહ્યો હતો. ખાસ વાત એ છે કે મહિલા પહેલા કોઈ બેન્કમાં કામ કરતી હતી. 3 જાન્યુઆરી 2025 ના રોજ ચારકોપ પોલીસે તે મહિલા તેના ભાઈ, તેના મિત્ર અને એક બેન્ક કર્મચારી સામે FIR દાખલ કરી છે. અને બુધવારે તેની ધરપકડ કરીને તેને કોર્ટમાં હાજર કરવામાં આવી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
Padma Awards Ceremony / સિંગર અલ્કા યાજ્ઞિકને પદ્મ ભૂષણ, ક્રિકેટર રોહિત શર્માને પદ્મશ્રી, 65 હસ્તીઓને મળ્યો એવોર્ડ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.