બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / BREAKING: ખીણમાં કાર ખાબકતાં 6થી વધુ લોકોના મોત, ખૌફનાક એક્સિડન્ટથી દેશ ધ્રૂજ્યો

દુર્ઘટના / BREAKING: ખીણમાં કાર ખાબકતાં 6થી વધુ લોકોના મોત, ખૌફનાક એક્સિડન્ટથી દેશ ધ્રૂજ્યો

Priyankka Triveddi

Last Updated: 08:51 AM, 8 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના તિસા વિસ્તારમાં એક દુખદ રોડ એક્સિડન્ટની ઘટના સામે આવી છે. ચનવાસ વિસ્તારમાં એક કાર બેલેન્સ ગુમાવી બેઠી અને લગભગ 500 મીટર ઊંડી ખીણમાં જઈને પડી. આ ગંભીર ઘટનાને પગલે લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

Himachal Pradesh News: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં એક દર્દનાક રોડ એક્સિડેંટમાં 6 લોકોના મૃત્યુ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટના ચનવાસ વિસ્તારમાં થઈ હતી. જ્યાં એક કાર બેલેન્સ ગુમાવતાં લગભગ 500 મીટર ઊંડી ખીણમાં જઈને પડી. મળતી માહિતી મુજબ આ કારમાં કુલ 6 લોકો સવાર હતા અને આ 6 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. આ દુર્ઘટનામાં મારનાર 6 લોકોમાં 2 પુરુષો, 2 મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનાની જાણકારી મળતા જ પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી અને ખાઈમાંથી મૃત્યુ પામનાર લોકોના ડેડ બોડીને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ આ મામલે તપાસ કામ શરૂ કર્યું છે.

હિમાચલમાં બનેલી આ દુર્ઘટના પર CM સુખવીન્દ્ર સિંઘ સુખુએ દુખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે ચંબા જિલ્લાના તિસાના ચનવાસમાં જે કાર દુર્ઘટનામાં 6 લોકોના મૃત્યુ થયા છે તે અત્યંત દુખદ ઘટયાના છે. પીડિતોના પરિવારજનો સાથે મારી સંવેદના છે. ઈશ્વર મૃતકોની આત્માને શાંતિ અને તેમના પરિવારજનોને આ દુખ સહન કરવાની શક્તિ આપે.

કારમાં સવાર હતા 6 લોકો

પ્રાપ્ત થતી જાણકારી અનુસાર કારમાં 6 લોકો સવાર હતા. જેવી કાર ખાણમાં પડી કે જોરથી ચીસ સંભળાઈ હતી. આસપાસના લોકો ત્યાં જમા થઈ ગયા હતા. અને તેમને પોલિસને આ બાબતે જાણ કરી હતી. સૂચના મળતા જ તાત્કાલિક ધોરણે પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. પરંતુ પોલિસ પહોંચે અને બચાવ કામગીરી શરૂ કરે ત્યાં સુધીમાં તમામ લોકોના મૃત્યુ થઈ ગયા હતા. પોલિસે આ મૃતદેહો બહાર કાઢ્યા અને તેમને હોસ્પિટલ પહોંચડ્યાં હતા.

વધુ વાંચો: પરણેલા પુરુષ સાથે બનાવતી રહી સંબંધ, પછી કરી નાખ્યો રેપ કેસ, રાખી આ મોટી શરત

vtv app promotion

પોલિસે શરૂ કરી તપાસ

પોલિસે આ મામળયાની નોંધ કરીને તપાસ ચાલુ કરી છે. આ દુર્ઘટના કેવી રીતે બની હજુ સુધી તેની જાણકારી મળી નથી. prashસને મૃતકોના પરિવારને સંભવ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ નથી. શરૂઆતમાં મળતી માહિતી મુજબ આ કારમાં એક જ પરિવારના 6 સદસ્યો સવાર હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Himachal Pradesh News Chamba Road Accident Car Accident
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ