બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / Tesla announced company's new CFO Chief financial officer Vaibhav Taneja who is an Indian

વિશ્વ / કોણ છે વૈભવ તનેજા ? જેમને એલોન મસ્કે Tesla કંપનીમાં બનાવી દીધા CFO, દિલ્હીમાં લીધું હતું કોમર્સનું શિક્ષણ

Vaidehi

Last Updated: 04:42 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Teslaએ ભારતીય મૂળનાં વૈભવ તનેજાને કંપનીનાં નવા ચીફ ફાઈનેંશિયલ ઑફિસર બનાવ્યાં છે. આ પહેલાં તેઓ ટેસ્લામાં જ CAO હતાં. જાણો કોણ છે આ Vaibhav Taneja?

  • ટેસ્લાનાં નવા CFOની કરવામાં આવી ઘોષણા
  • ભારતીય મૂળનાં વૈભવ તનેજા બનશે નવા CFO
  • 13 વર્ષથી કંપની સાથે જોડાયેલા જાચરી કિરખોર્નને કર્યું રિપ્લેસ

ટેસ્લાએ 7 ઑગસ્ટનાં ઘોષણા કરતાં પોતાના નવા CFO ની નિમણૂક કરી છે. 13 વર્ષથી કંપની સાથે સંકળાયેલા જાચરી કિરખોર્નની જગ્યાએ હવે ભારતીય મૂળનાં વૈભવ તનેજા કંપનીનાં નવા ચીફ ફાઈનેંશિયલ ઑફિસર CFO બનશે. વૈભવ આ પહેલાં ટેસ્લામાં ચીફ એકાઉંટિંગ ઓફિસર CAO હતાં.

કોણ છે વૈભવ તનેજા?
વૈભવ તનેજાએ 1996થી 1999ની વચ્ચે દિલ્હી વિશ્વવિદ્યાલયમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. 1997થી 2000 સુધી તેમણે ઈંસ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉંટેંટ્સ ઓફ ઈન્ડિયાથી CAનું ભણતર કર્યું. તેમણે 2017માં ટેસ્લા સાથે કામ શરૂ કર્યું ત્યારે તે સોલાર એનર્જીની કંપની સોલારસિટીની સાથે કામ કરતાં હતાં. ટેસ્લાએ સોલારસિટી ખરીદી લીધી હતી. સોલારસિટી પહેલા વૈભવ બિગ ફોર ફર્મ પ્રાઈસ વૉટર્સ હાઉસ કૂપર્સની PwC સાથે કામ કરતાં હતાં.

2017માં ટેસ્લા સાથે કામ શરૂ કર્યું
તેમની લિંક્ડઈન પ્રોફાઈલ અનુસાર વૈભવે PwCમાં 17 વર્ષ કામ કર્યું. માર્ચ 2016 બાદ તેમણે સોલારસિટીની સાથે કામ કરવાનું શરૂ કર્યું. વૈભવ ફેબ્રુઆરી 2017થી મે 2018ની વચ્ચે ટેસ્લામાં અસિસ્ટેંટ કોરપોરેટ કંટ્રોલર હતાં જે બાદ મે 2018થી કોરપોરેટ કંટ્રોલરનાં પદ પર પહોંચ્યાં. આ સાથે જ માર્ચ 2019માં તેઓ કંપનીનાં CAO બન્યાં. વૈભવ જાન્યુઆરી 2021માં ટેસ્લાની ભારતીય બ્રાંચ- ટેસ્લા ઈંડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડનાં ડાયરેક્ટર બન્યાં.

વર્ષનાં અંત સુધી કિરખોર્ન જ પદ સંભાળશે
મીડિયા રિપોર્ટસ્ અનુસાર જાચરી કિરખોર્ન આ વર્ષનાં અંત સુધી કંપનીનાં CFO રહેશે અને આવતાં વર્ષથી વૈભવ જવાબદારી સંભાળશે. આ દરમિયાન વૈભવ તનેજા આ પદનાં તમામ કામ સમજશે. કિરખોર્ને આ વાતની જાણકારી આપતાં પોતાના લિંક્ડઈન પર પોસ્ટ કરી હતી. પોસ્ટમાં તેમણે લખ્યું કે,' ટેસ્લાનો હિસ્સો બનવું એક ખાસ અનુભવ છે. હું 13 વર્ષ પહેલાં આ કંપનીમાં જોડાયો હતો અને ત્યારથી અત્યારસુધી અમે જે એકસાથે કામ કર્યું છે મને તેના પર ગર્વ છે. હું ટેસ્લાનાં તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરું છું.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ