બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Terrible collision of two trains in Andhra Pradesh, Bomb blast in Kerala Big update, Team India jumps to semi-finals

2 મિનિટ 12 ખબર / આંધ્રપ્રદેશમાં બે ટ્રેનની ભયંકર ટક્કર, કેરળમાં બોમ્બ બ્લાસ્ટ મોટું અપડેટ, ટીમ ઈન્ડિયાનો સેમી ફાઇનલમાં કૂદકો

Vishal Khamar

Last Updated: 11:15 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપમાં ભારતે ઈગ્લેન્ડ સામે જીત મેળવી સેમી ફાઈનલમાં પોતાનું સ્થાન ફાઈનલ કરી લીધું છે. રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેકનાં બનાવને લઈ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે.

Express train collides with major train accident in Andhra Pradesh 6 killed

આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં મોટી ટ્રેન દુર્ઘટના સામે આવતા અરેરાટી મચી છે..જેમાં બે ટ્રેનો વચ્ચે જોરદાર ટક્કર થતા 6 લોકો કાળનો કોળિયો બની ગયા છે જ્યારે 10 ઘાયલ થતા રોકકળ મચી છે. કોઠાવલાસા બ્લોકમાં કંટકપલ્લીની વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર (ટ્રેન નં. 08532) સાથે અથડાયા બાદ વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર (ટ્રેન નંબર 08504)ના ડબ્બા પાટા નીચે ઉતરી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જ્યારે પેસેન્જર ટ્રેન ઊભી હતી ત્યારે પાછળથી બીજી પેસેન્જર ટ્રેને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો.

kerala ernakulam blast : man has surrendered at the kodakara police station in thrissur

રવિવારે કેરળના એર્નાકુલમના કન્વેન્શન સેન્ટર ટ્રિપલ બ્લાસ્ટથી ખળભળી ઉઠ્યું હતું. ટ્રિપલ બ્લાસ્ટને આતંકી હુમલો ગણવામાં આવ્યો હતો. ટ્રિપલ એટેક કોણે કર્યાં તેને લઈને જાતજાતની ચર્ચા ચાલી હતી પરંતુ હવે એક એવો શખ્સ સામે આવ્યો છે કે જેણે દાવો કર્યો છે કે તે પોતે આ બ્લાસ્ટ કરાવ્યાં છે. કેરળના એર્નાકુલમના કલામાસેરીના કન્વેન્શન સેન્ટરમાં ત્રણ બ્લાસ્ટ બાદ એક વ્યક્તિએ આત્મસમર્પણ કર્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે ત્રિશૂર જિલ્લાના કોડકારા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ આત્મસમર્પણ કર્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેણે આ બોમ્બને કન્વેન્શન સેન્ટરમાં પ્લાન્ટ કર્યો હતો. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે આ બ્લાસ્ટ સાથે તેનો કોઇ સંબંધ છે કે નહીં તેની પોલીસે હજુ સુધી કોઇ પુષ્ટિ કરી નથી. 

Health Minister Mansukh Mandaviya's big statement on the rising cases of heart attack in Gujarat

રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરે હાર્ટ અટેકના કિસ્સા કોરોના બાદ સતત વધ્યા છે. રાજ્યમાં દરરોજ સરેરાશ એકથી ત્રણ વ્યક્તિઓ હાર્ટ અટેકનો ભોગ બની રહ્યા છે. ગરબા રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં હાર્ટ એટેકના વધતા કેસ મુદ્દે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જેઓને કોવિડની ગંભીર અસર થઇ હતી તેમણે સખત મહેનતથી દૂર રહેવું જોઇએ.

You are eating poison! Fake food items are booming everywhere in Gujarat, 'fake' game has happened in these places

રાજ્યમાં ખાદ્યપદાર્થ હોય કે દવાઓ તમામ વસ્તુઓમાં ભેળસેળની ઘટના સામે આવે છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળની ભરમાર છે. ખાસ કરીને ઘી અને પનીર જેવા ખાદ્યપદાર્થોમાં સૌથી વધુ ભેળસેળ થયાના કિસ્સા સામે આવે છે. અમદાવાદમાં કેમિકલમાંથી તાડી બનાવાતી હોવાનો પર્દાફાશ થયો છે. અમદાવાદના રામોલમાંથી 138 કિલો કેમિકલ જપ્ત કરવામાં આવ્યું છે જેમાંથી તાડી બનાવવામાં આવતી હતી. તો અમદાવાદ મહાનગરપાલિકાએ લીધેલા ઘી અને પનીરના નમૂના પણ તપાસમાં ફેલ થયા છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસ અગાઉ કેટલીક જગ્યાઓ પરથી ઘી અને પનીરના સેમ્પલ લીધા હતા, જેના નમૂના તપાસમાં ફેલ થયા છે.  અમદાવાદમાં દવાઓ પણ નકલી મળી આવ્યાની ઘટના બની છે. એન્ટિબાયોટિક પણ નકલી બનાવાતી હોવાની ઘટના સામે આવી છે. ખેડાની મતાર GIDCમાંથી નકલી ઈનો સોના બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. છેલ્લા ઘણા સમયથી નકલી ઈનો બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો ખુલાસો થયો છે. ડીસા, વડોદરા અને જૂનાગઢમાં ઘીમાંથી ભેળસેળ થયાનું સામે આવ્યું છે.

Auto parts and accessories dealers on radar: State GST raids 72 locations of 46 vendors, finds corruption

ગુજરાત રાજ્ય સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યમાં ઓટો પાર્ટ અને એસેસરીઝનાં વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરી છે. ત્યારે રાજ્યમાં ઓટો પાર્ટ અને એસેસરીઝનાં 46 વિક્રેતાઓનાં 72 સ્થળો પર સાગમટે દરોડા પાડ્યા હતા. ત્યારે જીએસટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ સર્ચ ઓપરેશનમાં 6 કરોડથી પણ વધુની કરચોરી ઝડપી પાડી છે. વિક્રેતાઓ પાસેથી 1.5 કરોડની સ્થળ પર જ વસુવાત કરી છે. જે વિક્રેતાઓ દ્વારા ચોપડા પર દર્શાવાયેલા સ્ટોક અને હાજર સ્ટોકમાં ફેરફાર સામે આવ્યો હતો. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અમદાવાદનાં 35, રાજકોટ 13, સુરત અને વડોદરામાં 12-12 સ્થળો પર દરોડા પાડ્યા હતા. 

Seven members of Solanki family commit suicide in Surat

સુરતમાં ગઈકાલે એક જ પરિવારના 7 સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. એક જ પરિવારના 7 સભ્યોના આપઘાત બાદ મૃતક મનીષ સોલંકીની સુસાઈડ નોટ મળી આવી છે. આ મામલે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જાણકારી આપી છે. તેઓએ જણાવ્યું છે કે, મૃતકે આપઘાત કરતા પહેલા દોઢ પાનાની સુસાઈડ નોટ લખી હતી. જોકે, સુસાઈડ નોટમાં આપઘાત પાછળ કોઈના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સુસાઈડ નોટમાં રૂપિયા લીધા બાદ કોઈ પાછા ન આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. 

MLA mentions Gujarat Youth's suicide in Junagadh: But black color car can open shocking secret, MLA tells conspiracy

 જૂનાગઢ જિલ્લામાં એક યુવકે સ્યુસાઈડ નોટમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના નામ લખીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે.  મૃતક યુવાન ઝુઝારપુર ગામનો રહેવાસી છે. જેને ચોરવાડમાં આપઘાત કર્યો છે.  નીતિન પરમાર નામના યુવકે ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ચોરવાડ પોલીસની ટીમ ઝુઝારપુર ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મૃતક નીતિન પરમારે સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત પ્રાચી ગામના મનુભાઇ કવા અને ભનુભાઇ કવાના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.

In the Asian Para Games held in China, 6 Gujarati players won 9 medals and made the name of the state shine at the...

સાઉથ કોરીયા ખાતે યોજાયેલ એશિયન પેરા ગેમ્સ ૨૦૧૪ માં ગુજરાતના ૦૩ ખેલાડીઓ અને એશીયન પેરા ગેમ્સ ૨૦૧૮ માં ગુજરાતના ૦૯ ખેલાડીઓએ ભારતનું પ્રતિનિધિત્વ કરેલ હતુ. આમ, ઉત્તરોતર ગુજરાતના પેરા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાજય તથા રાષ્ટ્રનું નામ રોશન કર્યુ છે. ચીનના હાંગઝોઉ ખાતે યોજાયેલ એશિયન પેરા ગેમ્સમાં વિવિધ રમતોના ૬ ખેલાડીઓએ ૯ મેડલ મેળવીને રાજયનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યુ છે. જેમાં ભાવીનાબેન પટેલે પેરા ટેબલ ટેનીસમાં સીંગલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ, દર્પણ ઇનાનીએ ચેસ રમતમાં રેપીડ- સીંગલ્સ અને રેપીડ-ટીમ બંને ઇવેન્ટમાં ગોલ્ડ, હિંમાંશી રાઠીએ ચેસમાં સ્ટાડર્ડ-સીંગલ્સ અને સ્ટાડર્ડ-ટીમ એમ બંને ઇવેન્ટમાં બ્રોન્ઝ, નિમિષા સુરેશ સી. એ એથ્લેટીકસમાં લોંગ જમ્પ ઇવેન્ટમાં ગોલ્ડ, રચના પટેલે બેડમિન્ટન રમતમાં સીંગલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ, અશ્વિન મકવાણાએ ચેસ રેપીડ- સીંગલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ અને રેપીડ-ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીતીને રાજ્ય અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું હતું.

Minister of State for Home Harsh Sanghvi's statement on stuntmen

રાજ્યમાં અવારનવાર સ્ટંટની ઘટનાઓ બનતી રહે છે. સ્ટંટબાજોને ઝડપીને પોલીસ દ્વારા અનેકવાર કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હોવા છતાં પણ આવા સ્ટંટબાજો સુધરવાનું જ નામ જ નથી લઈ રહ્યા. ગઈકાલે પણ સુરત પોલીસે વાયરલ સ્ટંટની રીલ્સના આધારે 17 નબીરાઓને ઝડપી પાડ્યા હતા અને 11 કાર કબ્જે કરી હતી. ત્યારે હવે સ્ટંટબાજો પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. 

Salman Khan appeared with Ronaldo in Saudi Arabia, after seeing the video-photos, fans get crazy

આ દિવસોમાં સલમાન ખાન તેની આગામી એક્શન થ્રિલર ફિલ્મ 'ટાઈગર 3 ' માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં સલમાનની સાથે કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી પણ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ફેન્સ પણ ચોંકી ગયા છે. વીડિયોમાં સલમાન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેની પત્ની જ્યોર્જીના રોડ્રિગ્ઝ સાથે બેઠો જોવા મળ્યો હતો. ત્રણેય બોક્સિંગ મેચની મજા લેતા જોવા મળ્યા હતા.

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલમાં જ કરણ જોહરના ફેમસ ચેટ શો 'કોફી વિથ કરણ'માં તેના પતિ રણવીર સિંહ સાથે જોવા મળી હતી. શો માં કપલ પોતાના સંબંધો અને પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરતા જોવા મળ્યા હતા.  અહીં દીપિકાએ કહ્યું હતું કે રણવીર સિંહને મળ્યા બાદ તે કેઝ્યુઅલ રિલેશનશિપમાં રહેવા માંગતી હતી અને તે અભિનેતા સાથે રીલેશનમાં આવતા પહેલા ઘણા લોકોને ડેટ કરી ચૂકી છે. તેનું નિવેદન સામે આવ્યા બાદ લોકોએ તેને ઘણી ટ્રોલ કરી હતી એવામાં હવે ઈન્સ્ટાગ્રામ પર તેનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. 

IND vs ENG Team India's winning six England's team 129 all out

વર્લ્ડ કપ 2023માં ટીમ ઇન્ડિયાનો વિજય રથ આજે પણ યથાવત રહ્યો હતો. ટીમ ઇન્ડિયાએ આજે ઇંગ્લેન્ડને ધૂળ ચાટતું કરી જબરદસ્ત છઠ્ઠી જીત પોતાને નામ કરી હતી. આ જોરદાર જીત સાથે ટીમ ઇન્ડિયાએ પોતાનું સ્થાન લગભગ ફાઈનલ કરી લીધું છે આજે લખનૌમાં ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે મુકાબલો ખેલાઈ રહ્યો હતો. જેમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરી 229 રનનો સ્કોર કર્યો હતો. ભારતીય ટીમના રોહિત શર્માએ 101 બોલમાં 87 રન બનાવ્યા જ્યારે સૂર્યકુમાર યાદવે 49 રનની ઇનિંગ રમી. વિરાટ કોહલી વિશ્વકપના ઈતિહાસમાં પ્રથમ વખત શૂન્ય પર આઉટ થયો છે. વિરાટ કોહલી 9 બોલનો સામનો કર્યો પરંતુ ખાતું પણ ખોલાવી શક્યો નહીં. શ્રેયસ અય્યર પણ સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ