બ્રેકિંગ ન્યુઝ
કેટલાક દિવસો પહેલા બાંગ્લાદેશમાં પ્રમુખ યુવા નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા થઈ ગઈ હતી. હાદીની હત્યા બાદ વિરોધ પ્રદર્શન દરમિયાન અફવાહો વચ્ચે હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની મારી મારીને હત્યા કરવામાં આવી હતી. અને તેના શબને ઝાડ સાથે લટકાવીને સળગાવી દેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
17 ડિસેમ્બરે ઉસ્માન હાદી પર ગોળીબાર થયા બાદ ભારતીય હાઈ કમિશને તેની વિઝા સેવાઓ એક દિવસ માટે સ્થગિત કરી દીધી હતી. "જુલાઈ ઓઈક્યા" ના બેનર હેઠળ પ્રદર્શનકારીઓએ ભારતીય હાઈ કમિશનને ઘેરવાની યોજના બનાવી હતી. પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો કે હાદીના હત્યારાઓ ભારત ભાગી ગયા છે. તેઓ ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની પરત ફરવાની પણ માંગ કરી રહ્યા હતા. પ્રદર્શનકારીઓએ શરૂઆતમાં પોલીસ બેરિકેડ પણ તોડી નાખ્યા હતા.

ADVERTISEMENT
રાષ્ટ્રીય રાજધાનીમાં બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર અને દેશના વિવિધ ભાગોમાં દિવસ દરમિયાન વિરોધ પ્રદર્શનો થયા હતા. નવી દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશને સોમવારે વિઝા આપવાનું અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધું હતું. હાઈ કમિશનના દરવાજા પર ચોંટાડવામાં આવેલી નોટિસમાં આ માહિતી આપવામાં આવી હતી. સુરક્ષા ચિંતાઓ અને કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિ ટાળવા માટે બાંગ્લાદેશે આગામી સૂચના સુધી બધી સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે.
વધુ વાંચો: VIDEO : 'અમે ભારતના સૌથી મોટા ભાગેડુ', વિજય માલ્યાના બર્થડે પર લલિત મોદીનો વીડિયો વાયરલ
ADVERTISEMENT
કેમ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
પ્રદર્શનકારીઓનો ગુસ્સો 18 ડિસેમ્બરે બાંગ્લાદેશના મયમન સિંહ જિલ્લામાં બાલુકા વિસ્તારમાં બનેલી ઘટનાને લઈને છે. જ્યાં 25 વર્ષીય કપડા બનાવતી ફેક્ટ્રી શ્રમિક દીપુ ચંદ્ર દાસને કથિત રૂપથી ઈર્શા અને નિંદાના આરોપથી ભીડે માર માર્યો અને પછી ઝાડ સાથે બાંધવામાં આવ્યો હતો. અને પછી તેને બાળવામાં આવ્યો હતો. આ ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ભારતમાં ભારે આક્રોશ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.