ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : 'અમે ભારતના સૌથી મોટા ભાગેડુ', વિજય માલ્યાના બર્થડે પર લલિત મોદીનો વીડિયો વાયરલ

Viral / VIDEO : 'અમે ભારતના સૌથી મોટા ભાગેડુ', વિજય માલ્યાના બર્થડે પર લલિત મોદીનો વીડિયો વાયરલ

Published By: Mit Soni

Last Updated: 09:53 PM, 23 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારે હાલ લલિત મોદી અને વિજય માલ્યાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વિજય માલ્યાની બર્થડે પાર્ટીનો હોવાનું કહેવામાં આવી રહ્યો છે. લલિત મોદી એવું કહેતા જોવા મળે છે કે "हम दो भगोड़े हैं, भारत के सबसे बड़े भगोड़े." આ વીડિયોને લલિત મોદીએ સોમવારે તેમના ઈન્ટ્રાગ્રામ પર પોસ્ટ પણ કર્યો હતો.

ADVERTISEMENT

ભારતના બે મોટા ફરાર ઉદ્યોગપતિ લાંબા સમયથી લંડનમાં મજા કરી રહ્યા છે. હવે લલિત મોદી અને વિજય માલ્યા બંને એક જ પાર્ટીમાં જોવા મળ્યા છે. આ પાર્ટી વિજય માલ્યાના બર્થડે પર કરવામાં આવી હતી. જેમાં લલિત મોદી પણ પહોંચ્યા હતા. ખાસ વાત તો એ છે કે આ બર્થડે પાર્ટીમાંથી લલિત મોદીએ ભારતને કટાક્ષ કરતો એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં તેમને જાતે અને વિજય માલ્યાને "सबसे बड़े भगोड़े" કહ્યું

વીડિયોમાં લલિત મોદી કહેતા સાંભળી શકાય થે " અમે બંને ભાગેડુ છીએ ભારતના સૌથી મોટા ભાગેડુ" આ વીડિયોને લલિત મોદીએ સોમવારે તેના ઈન્ટ્રાગ્રામ પર શેર કરર્યો હતો. જેમાં તેમને કેપ્શનમાં લખ્યું " ચલો હું એવું કરુ છું જેનાથી ઈન્ટરનેટમાં તબાહી મચી જાય તમારા બધા માટે કંઈક ખાસ"

લલિત મોદીના વીડિયો પર યુઝર્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા

એક યુઝર્સે કહ્યું કે તેમને ભારત સરકારની કેટલી મજાક ઉડાવી, તો અન્ય એક યુઝર્સે લખ્યું કે તને ઈન્ટરનેટ પર કઈ ધુમ નથી મચાવતા, ચુપચાપ બેસી જાવો, જો કે કેટલાક લોકોએ તેને જવાબદાર ઠેરવ્યો

2016માં ભારત છોડીને ભાગી ગયો વિજય માલ્યા

તમને જણાવી દઈએ કે લોન ન ચુકવણી કરતા અને મની લોન્ડ્રિંગના આરોપનો સામનો કરી રહેલા માલ્યા 2016માં ભારત છોડીને ભાગી ગયા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ મામલાની સુનાવણી કરવામાં આવી. એક વિશેષ અદાલતમાં જાન્યુઆરી 2019માં વિજય માલ્યાને ભાગેડુ, અને આર્થિક આરોપી જાહેર કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો: વડોદરામાં 11 જાન્યુ.એ ભારત VS ન્યૂઝીલેન્ડની વન-ડે મેચ, ટીકિટ બુકિંગને લઈને મોટું અપડેટ

લલીત મોદી પર લાંચ લેવાનો આરોપટ

ટેક્સ ચોરી, મની લોન્ડરિંગ અને IPL સંબંધિત પ્રોક્સી ઓનરશિપ આરોપો વચ્ચે લલિત મોદી 2010 માં ભારતમાંથી ભાગી ગયો હતો. ED નો દાવો છે કે લલિત મોદીએ 2009 માં IPL બ્રોડકાસ્ટ અસાઈનિંગ પ્રોસેસમાં છેડછાડ કરી હતી, જેમાં કથિત રીતે ₹125 કરોડથી વધુની લાંચ મળી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lalit Modi viral video Lalit Modi Instagram post Vijay Mallya birthday party

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ