બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં 11 જાન્યુ.એ ભારત VS ન્યૂઝીલેન્ડની વન-ડે મેચ, ટીકિટ બુકિંગને લઈને મોટું અપડેટ

સાવચેતી / વડોદરામાં 11 જાન્યુ.એ ભારત VS ન્યૂઝીલેન્ડની વન-ડે મેચ, ટીકિટ બુકિંગને લઈને મોટું અપડેટ

Vishal Khamar

Last Updated: 09:04 PM, 23 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા શહેરના કોટંબી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આગામી તા. 11 જાન્યુઆરી 2026 ના રોજ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનાર વન-ડે મેચને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ રસિકોને ફેંક લિંક તેમજ વેબસાઈટથી ટિકિટ બુક ન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

વડોદરામાં આવેલ કોટંબી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં તા. 11 જાન્યુઆરી 2026 ના રોજ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાનાર છે. મેચને લઈ ટિકિટ બુક કરાવવા માટે ફેક વેબસાઈટની લિંક વાયરલ થઈ રહી છે. જેને લઈ બરોડા ક્રિકેટ એસોસિયેશન દ્વારા ક્રિકેટ રસિયાોને ફેંક લિંક અને વેબસાઈટથી ટિકિટ બુકિંગ ન કરવા માટેનું કહેવામાં આવ્યું છે. ટિકિટ બુકિંગને લઈ બીસીએ દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

ભારત-ન્યુઝીલેન્ડ મેચને લઈ ક્રિકેટ રસીયાઓમાં ભારે ઉત્સાહ

વડોદરા શહેરમાં આવેલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત-ન્યૂઝીલેન્ડમાં વન-ડે મેચને લઈ ક્રિકેટ રસીયાઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમજ ક્રિકેટ સ્ટાર્સની તેમના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ક્રિકેટને લઈ કેટલાક લેભાગુ તત્વો તેમજ સાયબર ગઠીયાઓ સક્રિય થઈ ગયા છે. તેમજ નકલી વેબસાઈટ બનાવી ક્રિકેટ રસીયાઓ સાથે ફ્રોડ કરી રહ્યા છે. જેને લઈ બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા લોકોને આવા તત્વોથી દૂર રહેવા સૂચન કરવામાં આવ્યું છે.

ભારત વિ ન્યુઝીલેન્ડ પૂર્ણ શેડ્યૂલ

11 જાન્યુઆરી: 1લી ODI, વડોદરા

14 જાન્યુઆરી: 2જી ODI, રાજકોટ

18 જાન્યુઆરી : ત્રીજી ODI, ઈન્દોર

21 જાન્યુઆરી: 1લી T20, નાગપુર

23 જાન્યુઆરી : 2જી T20, રાયપુર

25 જાન્યુઆરી: ત્રીજી T20 ગુવાહાટી

28 જાન્યુઆરી, ચોથી T20 વિશાખાપટ્ટનમ

31 જાન્યુઆરી: 5મી T20, તિરુવનંતપુરમ

આ પણ વાંચોઃ રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક

નકલી વેબસાઈટ મારફતે ટિકિટ બુકીંગ કરતા સાવચેત રહેવા અપીલ

બરોડા ક્રિકેટ એસોસિએસનના ટ્રેઝરર શિતલ મહેતાએ જણાવ્યું હતું કે, બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા કરોડોના ખર્ચે સ્ટેડિયમ તૈયાર કરવામાં આવેલ છે. તા. 11 જાન્યુઆરી 2026 ના રોજ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાનાર છે. વડોદરામાં રમાનાર આંતરરાષ્ટ્રીય મેચને લઈ ક્રિકેટ રસીયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો દ્વારા ખોટી લિક તેમજ નકલી વેબસાઈટ મારફતે લોકોને ટિકિટ બુકિંગ કરવા આકર્ષીત કરી છેતરી રહ્યા છે. આવા લોકોથી ક્રિકેટરસીયાઓને દૂર રહેવા સૂચન કરવામાં આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara International Stadium India-New Zealand Match Vadodara News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ