બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ભારત / telangana results brs newly elected mla dr tellam venkata rao extends support to congress says sources
Last Updated: 09:03 AM, 4 December 2023
ADVERTISEMENT
તેલંગણા વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ BRSને જટકો લાગ્યો છે. ભદ્રાચલમથી નવા ચૂંટાયેલા BRS ધારાસભ્ય ડો. તેલમ વેંકટ રાવે પક્ષ બદલીને કોંગ્રેસને સમર્થન આપ્યું છે. તેઓ તેલંગાણા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રેવન્ત રેડ્ડીને પણ મળ્યા છે. આ મુલાકાતની તસવીર સામે આવી છે. તસવીરમાં તે હસતો જોવા મળે છે. સૂત્રોનું કહેવું છે કે કેસીઆરના અનેક ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે.
તેલમ વેંકટ રાવ કેટલા મતોથી જીત્યા?
ભદ્રાચલમ બેઠક પરથી તેલમ વેંકટ રાવે કોંગ્રેસના ઉમેદવાર પોડેમ વીરૈયાને 5,719 મતોથી હરાવ્યા છે. વેંકટ રાવને 53,252 વોટ મળ્યા જ્યારે વીરૈયાને 47,533 વોટ મળ્યા છે. આ બેઠક પરથી 12 ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપના કુંજ ધર્મરાવ પાંચમા સ્થાને રહ્યા છે. ધર્મરાવને માત્ર 1,931 મત મળ્યા છે.
ADVERTISEMENT
તેલંગાણા વિધાનસભા ચૂંટણી પરિણામો
ચૂંટણી પંચની વેબસાઇટ પર તમામ 119 બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. તેલંગાણામાં કોંગ્રેસે 64, BRS 39, BJP 8, AIMIM 7 અને CPIએ એક સીટ જીતી છે. વોટ શેરની વાત કરીએ તો કોંગ્રેસને 39.40 ટકા, BRSને 37.35 ટકા વોટ, બીજેપીને 13.90 ટકા વોટ અને AIMIMને 2.22 ટકા વોટ મળ્યા હતા. 3.84 ટકા મત અન્યના ખાતામાં ગયા છે.
રેવન્ત રેડ્ડીએ બે સીટ પરથી ચૂંટણી લડી હતી.
તમને જણાવી દઈએ કે તેલંગાણામાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રેવન્ત રેડ્ડીએ બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી પરંતુ તેઓ એક બેઠક પર જીત્યા હતા. તેઓ કામરેડ્ડી અને કોડંગલ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા હતા. બીઆરએસ વડા અને મુખ્યમંત્રી કેસીઆર પણ કામરેડ્ડીથી ઉમેદવાર હતા. બીજેપી નેતા કટિપલ્લી વેંકટ રમન રેડ્ડીએ આ સીટ જીતી છે. રેવન્ત રેડ્ડીએ કોડંગલ સીટ 32,532 વોટથી જીતી હતી. તેમણે આ સીટ પર BRS ઉમેદવાર પટનમ નરેન્દ્ર રેડ્ડીને હરાવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.