બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / technology tech news story youtuber private video leak through cctv how cctv hacked ttec

સાવધાન / YouTuber ના રૂમનો પ્રાઇવેટ વીડિયો થઈ ગયો લીક... જો તમારા ઘરમાં લાગેલા હોય CCTV તો ક્યારેય ન કરતાં આવી ભૂલ

Dinesh

Last Updated: 03:11 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

youtuber private video leak: યુટ્યુબરે કહ્યું કે તેણે સુરક્ષાના કારણોસર તેના ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યો હતો, જેમાંથી એક કેમેરા તેણે પોતાના બેડરૂમમાં લગાવ્યો હતો

  • ઘરમાં cctv કેમરો હોય તો થઈ જજો સાવધાન
  • મુંબઈમાં યુટ્યુબરના ઘરના cctv એક્સેસથી વીડિયો કર્યા વાયરલ
  • આ મામલે પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી


youtuber private video leak:  ઘરમાં લગાવેલા CCTV કેટલા જોખમી હોઈ શકે છે તેનું એક નવું ઉદાહરણ સામે આવ્યું છે. જે ઘટના મુંબઈના બાંદ્રાની છે. જ્યાં એક યુટ્યુબરે તેનો અંગત વીડિયો લીક થયા બાદ ફરિયાદ નોંધાવી છે. 21 વર્ષના યુટ્યુબરના ઘરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યો છે. કોઈએ યુટ્યુબરના સીસીટીવીની ઍક્સેસ મેળવ્યા છે અને તેના ન્યૂડ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
આ મામલે પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પોલીસે જણાવ્યું કે 17 નવેમ્બરે કોઈએ પીડિતાના સીસીટીવી કેમેરામાં ખોટી રીતે પ્રવેશ મેળવ્યો હતો. મામલો 9 ડિસેમ્બરે પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે આ મામલે આઈપીસી અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. 

શું છે સમગ્ર મામલો? 
યુટ્યુબરે કહ્યું કે તેણે સુરક્ષાના કારણોસર તેના ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યો હતો. જેમાંથી એક કેમેરા તેણે પોતાના બેડરૂમમાં લગાવ્યો હતો. 9 ડિસેમ્બરે પીડિતાના એક મિત્રએ તેને ફોન કર્યો અને કહ્યું કે તેનો કપડા બદલતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યારે યુટ્યુબે ક્લિપ ચેક કરી તો જાણવા મળ્યું કે વીડિયો તેના રૂમનો છે. આ પછી પીડિતાને લોકોના સતત ફોન આવવા લાગ્યા હતા. કોઈએ સોશિયલ મીડિયા પર ન્યૂડ ક્લિપ શેર કરી અને તે વાયરલ થઈ ગઈ હતી. આ કેસની તપાસ કરી રહેલા અધિકારીનું કહેવું છે કે આ કામ તેમના કોઈ પરિચિત દ્વારા કરવામાં આવ્યું હોઈ શકે છે. જો કે તમામ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.

CCTV વીડિયો કેવી રીતે લીક થાય છે? 
CCTV WiFi સાથે જોડાયેલ છે. જેનો અર્થ એ છે કે સુરક્ષા માટે તમારા ઘરમાં લાગેલા સીસીટીવીને ઇન્ટરનેટની જરૂર છે. મોટાભાગના કિસ્સાઓમાં આ ઇન્ટરનેટ Wi-Fiની મદદથી ઉપલબ્ધ હોય છે. જો કોઈ તમારા CCTVની ઍક્સેસ મેળવવા માંગે છે તો તે Wi-Fi પર હુમલો કરે છે. જો તમે સીસીટીવી સિસ્ટમ માટે સાદા પાસવર્ડનો ઉપયોગ કર્યો છે, તો હેકર્સ સરળતાથી તેમાં પ્રવેશ કરી શકે છે. શક્ય છે કે તમે જાણતા હોવ તે વ્યક્તિ તમારી CCTV સિસ્ટમમાં ઘૂસી જાય. આ સિવાય જો હોમ નેટવર્ક સાથે જોડાયેલ સીસીટીવી સુરક્ષાના તમામ પગલાઓનું પાલન કરતા નથી. તો શક્ય છે કે હેકર્સ કોઈ એક ખામીની મદદથી તમારા CCTV રેકોર્ડિંગને એક્સેસ કરી શકે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ