બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન ખરીદતા પહેલા આટલું ચેક કરી લેજો, નહીંતર પસ્તાશો!
Last Updated: 02:59 PM, 23 December 2025
Second Hand Smartphones : આજના સમયમાં સ્માર્ટફોન દરેક માટે જરૂરી બની ગયો છે. પરંતુ દર વર્ષે નવો ફોન ખરીદવો દરેક માટે શક્ય હોતો નથી. આવી સ્થિતિમાં ઘણા લોકો સેકન્ડ હેન્ડ અથવા રિફર્બિશ્ડ સ્માર્ટફોન ખરીદવાનું પસંદ કરે છે. ઓનલાઈન કે ઓફલાઇન ઓછી કિંમતમાં મોંઘા ફોન મળતા હોવાથી આ વિકલ્પ આકર્ષક લાગે છે, પરંતુ થોડી બેદરકારી મોટું નુકસાન કરાવી શકે છે. તેથી ફોન ખરીદતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતો તપાસવી ખૂબ જ જરૂરી છે.
ADVERTISEMENT
ફોનની ઓળખ અને IMEI નંબર
સેકન્ડ હેન્ડ ફોન ખરીદતી વખતે સૌથી પહેલા તેની કાનૂની ઓળખ તપાસવી જોઈએ. દરેક મોબાઇલમાં IMEI નંબર હોય છે, જે ફોન ચોરાયેલો છે કે નહીં તે બતાવે છે. જો તમે ભૂલથી ચોરાયેલો ફોન ખરીદી લો તો ભવિષ્યમાં પોલીસ તપાસમાં ફસાઈ શકો છો. એટલા માટે ફોન ખરીદતા પહેલા CEIR પોર્ટલ અથવા નેટવર્ક પ્રોવાઇડર દ્વારા IMEI નંબર ચેક કરવો ખૂબ જ જરૂરી છે. જો IMEI બ્લેકલિસ્ટેડ હોય તો એવો ફોન ન લેવો જ સારો.
ADVERTISEMENT

ફોનની બહારની સ્થિતિ ધ્યાનથી જુઓ
ADVERTISEMENT
ફોન હાથમાં લેતા જ તેની ભૌતિક સ્થિતિ તપાસો. સ્ક્રીન પર વધારે સ્ક્રેચ, લાઈનો, ડેડ સ્પોટ્સ અથવા ટચની સમસ્યા હોય તો તે સંકેત છે કે, ફોન વધુ વપરાયો છે. ફોનની બોડીમાં ડેન્ટ, વળેલી ફ્રેમ અથવા ઢીલા બટન હોય તો સમજવું કે ફોન પડી ગયો હોઈ શકે છે. ચાર્જિંગ પોર્ટ, સ્પીકર અને કેમેરા લેન્સમાં ધૂળ કે ઝાંઝરી દેખાય તો ભવિષ્યમાં સમસ્યા ઊભી થઈ શકે છે.
બેટરીની સ્થિતિ અવશ્ય તપાસો
ADVERTISEMENT
સેકન્ડ હેન્ડ ફોનમાં બેટરી સૌથી પહેલા નબળી પડે છે. જો ફોન ઝડપથી ડિસ્ચાર્જ થાય, ચાર્જ થવામાં વધારે સમય લે અથવા વપરાશ દરમિયાન ખૂબ ગરમ થાય તો બેટરી બદલવાની જરૂર પડી શકે છે. કેટલીક બ્રાન્ડ્સ બેટરી હેલ્થ સેટિંગ્સમાં બતાવે છે, નહીં તો સર્વિસ સેન્ટર અથવા એપથી ચેક કરાવી શકાય છે. ખરાબ બેટરી એટલે વધારાનો ખર્ચ.
સોફ્ટવેર અને એકાઉન્ટ સુરક્ષા
ADVERTISEMENT
ફોન લેતા પહેલા ખાતરી કરો કે અગાઉના માલિકનું Google અથવા Apple એકાઉન્ટ ફોનમાં લોગિન ન હોય. જો ફેક્ટરી રીસેટ પછી પણ જૂનું એકાઉન્ટ માંગે તો એવો ફોન ભવિષ્યમાં લોક થઈ શકે છે. સાથે જ ફોનને નિયમિત સિક્યુરિટી અપડેટ્સ મળી રહ્યા છે કે નહીં તે પણ જોવું જરૂરી છે, કારણ કે જૂના સોફ્ટવેરવાળા ફોન ડેટા ચોરી માટે જોખમી બની શકે છે.

ADVERTISEMENT
“રિફર્બિશ્ડ” શબ્દને સારી રીતે સમજો
દરેક રિફર્બિશ્ડ ફોન એકસરખો હોતો નથી. કેટલાક વેચનાર ફોનને સંપૂર્ણ રીતે તપાસી, ખરાબ પાર્ટ્સ બદલીને વેચે છે, જ્યારે કેટલાક ફક્ત સાફ કરીને રિફર્બિશ્ડ કહી દે છે. એટલા માટે વોરંટી અને રિટર્ન પોલિસી ચોક્કસ વાંચો. ઓછામાં ઓછી 6 મહિનાની વોરંટી હોય તો જોખમ ઓછું રહે છે.
તમામ ફીચર્સ સ્થળ પર ચેક કરો
આ સાથે ફોન ખરીદતા પહેલા કોલિંગ, માઇક્રોફોન, સ્પીકર, કેમેરા, વાઈ-ફાઈ, બ્લૂટૂથ, GPS અને ફિંગરપ્રિન્ટ અથવા ફેસ અનલોક જેવી સુવિધાઓ જાતે ચેક કરો. ઘણીવાર ફોન બહારથી સારો લાગે છે પરંતુ અંદરથી ટેક્નિકલ ખામી હોય છે, જે પછી સમજાય છે.
બહુ સસ્તી કિંમતથી સાવચેત રહો
આ સાથે જો કોઈ ફોન બજાર ભાવ કરતા ઘણો સસ્તો મળે તો શંકા કરવી જરૂરી છે. બિલ, બોક્સ અને ઓરિજિનલ એસેસરીઝ વગરનો ફોન સસ્તો હોઈ શકે છે, પરંતુ તેમાં જોખમ પણ વધારે હોય છે. ભાવ હંમેશા ફોનની હાલત, ઉંમર અને બ્રાન્ડ સપોર્ટ પ્રમાણે હોવો જોઈએ.

વિશ્વસનીય જગ્યાથી જ ખરીદી કરો
હંમેશા વિશ્વસનીય ઓનલાઈન પ્લેટફોર્મ અથવા જાણીતા મોબાઇલ સ્ટોર પરથી જ ખરીદી કરો. વેચનારની રેટિંગ, રિવ્યુ અને વેચાણ પછીના સપોર્ટ વિશે માહિતી મેળવો. રોકડમાં ઉતાવળથી ડીલ કરવા કરતાં બિલ અને ખરીદીનો પુરાવો રાખવો વધુ સુરક્ષિત છે.
આ પણ વાંચો : શું UANમાં ભૂલથી ખોટો PF Id અટેચ થઇ ગયો છે? તો આ રીતે કરો ડિલિંક
નોંધનીય છે કે, સેકન્ડ હેન્ડ અથવા રિફર્બિશ્ડ સ્માર્ટફોન ખરીદવો ખરાબ વિકલ્પ નથી, પરંતુ સમજદારી અને સાવધાની જરૂરી છે. જો તમે ફોન લેતા પહેલા ઉપર જણાવેલી તમામ બાબતો ધ્યાનમાં રાખશો,તો તમે તમારા પૈસા બચાવી શકશો અને ભવિષ્યની મુશ્કેલીથી બચી શકશો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.