બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Tech Taali Event Organized by Top FM

ઉત્સવ / ગુજરાતમાં અહીં થવાના છે 'ખાસ પ્રકારના' ગરબા, તમે પણ રમજો 'ટૅક તાળી' અને જીતો ઈનામો

Shalin

Last Updated: 06:12 PM, 12 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાને પગલે આ વર્ષે ગરબાના આયોજન ઉપર પ્રતિબંધ લાગી જતા ખેલૈયાઓ નિરાશ છે. જો કે તેમનામાં ફરીથી ઉત્સાહનો સંચાર કરી દેવા અને 9 દિવસ 9 અલગ અલગ થીમ ઉપર નવા જ પ્રકારના ડિજિટલ ગરબા યોજીને ગરબારસિકોને દરરોજ અલગ અલગ પ્રાઈઝ જીતાડવા માટે TOP FM લઇને આવ્યા છે 'ટેક તાળી 2020'!

આ નવરાત્રીમાં તમામ ગરબા રસિકો પોતાના ઘરે રહીને જ ગરબાની મહેફિલ માણવા જઈ રહ્યા છે. એવામાં નવરાત્રીનો સ્વાદ ફિક્કો ન પડે એ માટે TOP FMએ નવતર પ્રયોગ કર્યો છે. કાર્યક્રમનું નામ છે 'ટેક તાળી 2020'. 

શું છે 'ટેક તાળી 2020'

 'ટેક તાળી 2020' એક ડિજિટલ ગરબા પ્રોગ્રામ છે જ્યાં ખેલૈયાઓ પોતાના ઘરઆંગણે, અગાશીમાં કે જ્યાં પણ અનુકુળ હોય ત્યાં ગરબાના તાલે ઝૂમી શકે છે અને આ ગરબાનો વીડિયો તેઓ TOP FMને સબમિટ કરાવી શકે છે. 

ગરબા રસિકો માટે 9 દિવસના 9 થીમ રાખવામાં આવ્યા છે. આ થીમ ઉપર ખેલૈયાઓએ મન મૂકીને ગરબે રમવાનું છે અને તેનો વીડિયો TOP FMને સબમિટ કરવાનો છે. ખેલૈયાઓ પાસે ચાન્સ છે કે તેમને દરરોજ સરપ્રાઈઝ ઇનામો મળશે. જો તેઓ ઇનામો ન જીતી શકે તો તેમને સૌને પાર્ટિસિપેશન સર્ટિફિકેટ તો મળશે જ! 

પાર્ટિસિપન્ટને શું મળશે?

ટ્રોફી, ઈ સર્ટિફિકેટ, ગિફ્ટ હેમ્પર્સ

ટોપ 3 પાર્ટિસિપન્ટને દરરોજ સિલેક્ટ કરીને છેલ્લા દિવસની ફાઈનલ સ્પર્ધા બાદ વિનરને મળશે કેશ પ્રાઈઝ 

9 દિવસના 9 થીમ

દિવસ 1 : ત્રણ તાળી 
દિવસ 2 : રાજસ્થાની ગરબા 
દિવસ 3 : રામલીલા ગરબા 
દિવસ 4 : હુડો ગરબા 
દિવસ 5 : બોમ્બે સ્ટાઇલ ગરબા 
દિવસ 6 : દાંડિયા 
દિવસ 7 : રજવાડી ગરબા 
દિવસ 8 : ફ્રી સ્ટાઇલ ગરબા 
દિવસ 9 : સનેડો/બૉલીવુડ સ્ટાઇલ 
26 ઓક્ટોબર, 2020 - દરરોજના ટોપ 3 વિનર્સ વચ્ચે ગ્રાન્ડ ફાઈનલ 

પાર્ટિસિપન્ટ કેટેગરી 

  1. સોલો: 
  2. કપલ:
  3. ગ્રુપ (ઓછામાં ઓછા 10 લોકો અથવા તેથી વધુ): 
  4. સોસાયટી: 

ઇવેન્ટ કેવી રીતે અટેન્ડ કરશો 

  • જે તે કેટેગરીમાં ઈ ટિકિટ ખરીદીને રજીસ્ટર્ડ ઇમેઇલ આઈડી સાથે તમે જે તે દિવસનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો
  • ડિજિટલ ગરબા પરફોર્મ કરવા માટે તમારે 2 મિનિટનો તમારો ગરબા કરતો વીડિયો અમારા ઈ મેઈલ આઈડી ઉપર શેર કરવાનો રહેશે
  • દરરોજના વિનર્સ TOP FMના વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર એનાઉન્સ કરવામાં આવશે
  • વિનર્સ 24 કલાકમાં એનાઉન્સ કરવામાં આવશે
  • ટ્રેડિશનલ ડ્રેસ પહેરવો, મોઢા ઉપર માસ્ક પહેરવું અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ફરજીયાત છે. 
  • વધુ માહિતી માટે આ નંબર ઉપર સંપર્ક કરો : 9714143338 અને બુકીંગ માટે TOP FMના સોશ્યલ મીડિયા સાથે જોડાયેલા રહો અને વેબસાઈટ  https://allevents.in/online/top-tech-taali-2020/80008514082832ની મુલાકાત લો.

સંકળાયેલા મુદ્દાઓ

Festival
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ