ટીમ ઈન્ડિયાના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારાને તો અઆપણે બધા ઓળખી જ છીએ. એમને થોડા સમયમાં જ તેની રમતથી ઘણું મોટું નામ મેળવી લીધું છે. હાલ ચેતેશ્વર પૂજારાએ પોતાના ક્રિકેટ કરિયરને લઈને મોટો નિર્ણય લીધો છે અને આ વિશે તેઓ આવતી કાલે એટલે કે 10 ઓક્ટોબરે આ નિર્ણયની જાહેરાત કરવા જઈ રહ્યા છે. ચેતેશ્વર પૂજારાનો આ નિર્ણય તેની ક્રિકેટ કારકિર્દી સાથે જોડાયેલો છે. જણાવી દઈએ કે તેઓ તેમની કારકિર્દીને નવી દિશા આપવા જઈ રહ્યા છે.
આ વિશે તમને વધુ જણાવી તો વાસ્તવમાં પૂજારા એક નવી ટીમ સાથે કરાર કરવા જઈ રહ્યા છે અને આ વિશેની માહિતી એમને ટ્વીટ પણ કરી હતી. જો કે આ ટીમ કઈ છે, આપણા દેશની છે કે વિદેશની, કઈ લીગની છે, આ બધા વિશે હાલ કંઈ સ્પષ્ટ નથી થયું. જો કે પુજારાએ પોતાના ટ્વિટમાં લોકોને ટીમના નામનું અનુમાન લગાવવા માટે પણ કહ્યું હતું અને સાથે એમ પણ કહ્યું હતું કે 10 તરીકે આ વાત પર તેઓ વધુ ખુલાસો કરશે.
ચેતેશ્વર પૂજારાને અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ ટીમો સાથે મેચ રમવાનો અનુભવ છે. હાલ જ ચેતેશ્વર પૂજારાએ ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં 4 ટીમો સાથે અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 4 ટીમો સાથે મેચ રમી હતી. આ સિવાય તે ભારત અને સૌરાષ્ટ્રની ટીમ તરફથી રમી ચૂક્યા છે.
When the clouds decide to put up a show, you should decide to take a picture with them😄 pic.twitter.com/P00vYrIOqE
હવે એમના ટ્વિટ પરથી લાગી રહ્યું છે કે પુજારાની આ ટીમોની યાદીમાં એક નવી ટીમનું નામ જોડાવા જઈ રહ્યું છે. હાલ એમના ચાહકો દ્વારા ટીમના નામ વિશે અટકળો લગાવવામાં આવી રહી છે પણ આ વાતનો ખુલાસો આવતી કાલે જ થશે.