બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / Team India will be completely changed for the Asia Cup, these 5 players will be out

Asia Cup 2023 / એશિયા કપ માટે સંપૂર્ણપણે બદલાઈ જશે ટીમ ઈન્ડિયા, આ 5 ખેલાડીઓ થશે આઉટ!

Megha

Last Updated: 10:45 AM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2023: ગયા વર્ષે એશિયા કપમાં રમનારા ઓછામાં ઓછા 5 ખેલાડીઓ આ વખતે ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય. જો કે BCCI એ હજુ સુધી એશિયા કપ માટે ટીમની જાહેરાત કરી નથી

  • 30 ઓગસ્ટથી શરૂ થશે એશિયા કપ ટૂર્નામેન્ટ
  • ટીમમાંથી ઓછામાં ઓછા 5 ખેલાડીઓને દૂર કરવામાં આવશે
  • ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે મેચ રમાશે 

Asia Cup Team India: આગામી એશિયા કપ ODI ફોર્મેટમાં રમાશે જેનું આયોજન પાકિસ્તાન અને શ્રીલંકા દેશમાં કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટ શરૂ થવામાં બહુ ઓછો સમય બાકી છે આ દરમિયાન તે સંપૂર્ણપણે નિશ્ચિત હોવાનું માનવામાં આવે છે ગયા વખતની ટીમના 5 ખેલાડીઓ હવે આ એશિયા કપ ટૂર્નામેન્ટમાં નહીં રમે. 

30 ઓગસ્ટથી શરૂ થશે એશિયા કપ ટૂર્નામેન્ટ
એશિયા કપનું શિડ્યુલ પહેલાથી જ જાહેર કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ યજમાન પાકિસ્તાન અને નેપાળ વચ્ચે 30 ઓગસ્ટે રમાશે, જે તેની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે.  ગ્રુપ-Aમાં ભારત ઉપરાંત પાકિસ્તાન અને નેપાળ પણ છે. ભારત અને કટ્ટર હરીફ પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે મેચ રમાશે અને ટૂર્નામેન્ટમાં એ ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ છે. આ પછી ભારત-પાકિસ્તાન સેમિફાઇનલમાં પણ ટકરાશે.

ટીમમાંથી ઓછામાં ઓછા 5 ખેલાડીઓને દૂર કરવામાં આવશે
એ વાત તો નોંધનીય છે કે BCCI એ હજુ સુધી એશિયા કપ માટે ટીમની જાહેરાત કરી નથી. રિપોર્ટ અનુસાર 20 ઓગસ્ટે સ્ક્વોટની જાહેરાત થઈ શકે છે. ગયા વર્ષે એશિયા કપમાં રમનારા ઓછામાં ઓછા 5 ખેલાડીઓ આ વખતે ટીમનો ભાગ નહીં હોય.

ગયા વખતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દીપક હુડા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને અવેશ ખાન .

આ 5 ખેલાડીઓ નિશ્ચિતપણે ટીમમાંથી આઉટ 
ગયા વર્ષે એટલે કે 2022માં એશિયા કપમાં રમનારા ઓછામાં ઓછા 5 ખેલાડીઓ બહાર થઈ જશે. તેમાંથી વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતનું પહેલું નામ છે જે ઈજા અને સર્જરી બાદ ટીમની બહાર છે. તેના સિવાય કેએલ રાહુલ પણ હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. ત્રીજું નામ દીપક હુડ્ડાનું છે, જે લાંબા સમયથી આ ફોર્મેટમાં ટીમનો ભાગ નથી. તે પછી અનુભવી દિનેશ કાર્તિક છે, જે પસંદગીકારોની યોજનામાં સામેલ નથી. તેમના સિવાય રવિ બિશ્નોઈ અને ભુવનેશ્વર કુમાર માટે એશિયા કપ-2023માં રમવું ઘણું મુશ્કેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ