બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / T20 વર્લ્ડ કપની જીત બાદ લગ્નના તાંતણે બંધાવા જઇ રહ્યો છે ટીમ ઇન્ડિયાનો આ સ્ટાર ખેલાડી

સ્પોર્ટ્સ / T20 વર્લ્ડ કપની જીત બાદ લગ્નના તાંતણે બંધાવા જઇ રહ્યો છે ટીમ ઇન્ડિયાનો આ સ્ટાર ખેલાડી

Jinal Chauhan

Last Updated: 11:38 AM, 10 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમના એક સ્ટાર ખેલાડી ટૂંક સમયમાં લગ્ન બંધનમાં બંધાશે. લગ્નની તારીખ 14 માર્ચ 2026 નક્કી કરવામાં આવી છે અને આ લગ્ન ઉત્તરાખંડના હિલ સ્ટેશન મસૂરીમાં થશે. આ ખેલાડીએ ગયા વર્ષે જ સગાઈ કરી હતી.

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં T20 વર્લ્ડ કપની ઐતિહાસિક જીતની ઉજવણી કરી રહી છે. એ જ સમયે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઇન્ડિયાના એક સ્ટાર ખેલાડી ટૂંક સમયમાં લગ્ન કરશે. આ ખેલાડીના લગ્નની તારીખ પણ જાહેર થઇ ગઈ છે. પહેલા ચર્ચા હતી કે લગ્ન નવેમ્બર 2025માં થશે પણ ભારતીય ટીમના શિડ્યૂલના કારણે તે થઈ ન શક્યા હવે લગ્નની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે.

લગ્ન કરવા જઈ રહ્યો છે ટીમ ઇન્ડિયાનો ખેલાડી

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવ લગ્ન કરવા જઈ રહ્યા છે. કુલદીપ તેની બાળપણના મિત્ર વંશિકા સાથે સાત ફેરે લેશે. લગ્નની તારીખ 14 માર્ચ 2026 નક્કી કરવામાં આવી છે અને આ લગ્ન ઉત્તરાખંડના હિલ સ્ટેશન મસૂરીમાં થશે. રિપોર્ટ્સ મુજબ લગ્ન પહેલાં 13 માર્ચે હલદી અને મહેંદીની રશ્મ કરવામાં આવશે. જ્યારે લગ્નના ત્રણ દિવસ પછી એટલે કે 17 માર્ચે લખનૌના હોટલ સેન્ટ્રમમાં એક ગ્રેન્ડ રિસેપ્શન પાર્ટી યોજાશે. આ રિસેપ્શનમાં ભારતીય ક્રિકેટ ટીમના ઘણા ખેલાડી, બોલીવૂડ સ્ટાર્સ અને ઉત્તરપ્રદેશના મોટા રાજનેતાઓ પણ હોઈ શકે છે.

કુલદીપ યાદવની પત્ની વંશિકા કાનપુરના શ્યામનગરની રહે છે અને LICમાં નોકરી કરે છે. કુલદીપ અને વંશિકા બાળપણથી એકબીજાને જાણે છે અને ધીમે-ધીમે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. તેમની સગાઈ 4 જૂન 2025ને લખનૌમાં એક ખાનગી સમારોહમાં થઈ હતી. લગ્નના કાર્ડ પણ વિતરિત કરવામાં આવી રહ્યા છે અને કુલદીપના પિતા રામ સિંહ યાદવએ લખનૌમાં CM યોગીજીને લગ્નનું આમંત્રણ આપ્યું છે.

vtv app promotion

આ પણ વાંચોઃ T20 વર્લ્ડ કપ ફાઇનલ પછી વિવાદમાં અર્શદીપ સિંહ, શું ICC કરશે મોટી કાર્યવાહી ?

T20 વર્લ્ડ કપમાં માત્ર 1 મેચ રમ્યો

T20 વર્લ્ડ કપ 2026માં કુલદીપ યાદવને વધારે તક નથી મળી. તેને માત્ર એક જ મેચ માટે પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તે મેચ ખૂબ મહત્વની હતી કારણ કે તેઓ પાકિસ્તાન વિરુદ્ધ રમવા મેદાનમાં ઉતર્યા હતા. આ મેચમાં તેમણે માત્ર 14 રન આપીને 1 વિકેટ લીધી હતી અને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kuldeep Yadav wedding T20 World Cup 2026 Team India cricket news
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ