બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / T20 વર્લ્ડ કપ ફાઇનલ પછી વિવાદમાં અર્શદીપ સિંહ, શું ICC કરશે મોટી કાર્યવાહી ?
Last Updated: 11:13 AM, 10 March 2026
ICC Men's T20 World Cup 2026 : ભારતે ICC Men's T20 World Cup 2026 ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડ ટીમને હરાવીને ઐતિહાસિક જીત મેળવી છે. ભારતીય ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં 96 રનથી વિજય મેળવી ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીતવાનો ગૌરવ મેળવ્યું. આ જીત સાથે ભારત સતત બે વખત T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ટીમ બની છે અને પહેલીવાર કોઈ દેશે પોતાના ઘરઆંગણે આ ખિતાબ જીત્યો છે. પરંતુ આ ભવ્ય જીત વચ્ચે ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ એક ઘટનાને કારણે ચર્ચામાં આવી ગયા છે.
ADVERTISEMENT
મેચ દરમિયાન સર્જાયો વિવાદ
ફાઇનલ દરમિયાન અર્શદીપ સિંહની બીજી ઓવર ચાલી રહી હતી ત્યારે એક ઘટના બની હતી. બોલિંગ કર્યા પછી તેમણે બોલને જોરથી ન્યુઝીલેન્ડના બેટ્સમેન Daryl Mitchell તરફ ફેંક્યો હતો. આ બોલ સીધો મિશેલના ખભા પર વાગ્યો હતો. બોલ લાગતા જ મિશેલ નારાજ જોવા મળ્યા અને તેમણે તરત જ અમ્પાયર સાથે વાત કરી. મેદાન પર વાતાવરણ થોડું ગરમાયું હતું. પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે વચ્ચે પડીને મામલો શાંત કરાવ્યો.
ADVERTISEMENT
The heated moment between Arshdeep Singh and Daryl Mitchell. pic.twitter.com/FHvEMgD2Fg
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 8, 2026
ICC નિયમો મુજબ શું થઈ શકે કાર્યવાહી?
ADVERTISEMENT
આ ઘટનાને લઈને હવે International Cricket Council (ICC) કાર્યવાહી કરે કે નહીં તે અંગે ચર્ચા શરૂ થઈ છે. ICCના નિયમો મુજબ કોઈ ખેલાડી જો ઇરાદાપૂર્વક બોલ અથવા અન્ય વસ્તુ કોઈ ખેલાડી તરફ ખતરનાક રીતે ફેંકે તો તે આચાર સંહિતાનો ભંગ ગણાય છે. આ પ્રકારના મામલાઓ સામાન્ય રીતે લેવલ-1 ગુનામાં આવે છે. જો ICC આ ઘટનાને ગંભીર ગણે તો અર્શદીપ સિંહને મેચ ફીના 50% સુધીનો દંડ થઈ શકે છે. સાથે જ તેમના ખાતામાં એક કે બે ડિમેરિટ પોઈન્ટ ઉમેરાઈ શકે છે. જો કોઈ ખેલાડી 24 મહિનામાં ચાર ડિમેરિટ પોઈન્ટ એકત્ર કરે તો તેને એક ટેસ્ટ અથવા બે વ્હાઇટ બોલ મેચ માટે સસ્પેન્શનનો સામનો કરવો પડી શકે છે.

ADVERTISEMENT
મેચ બાદ માફી માંગતા અર્શદીપ
મેચ પૂરી થયા પછી અર્શદીપ સિંહે રમતગમતની ભાવના દર્શાવી અને ડેરિલ મિશેલ પાસે માફી માંગી હતી. મિશેલે પણ તેમની માફી સ્વીકારી હોવાનું જણાવાયું છે. તેમ છતાં ICC સમગ્ર ઘટનાની સમીક્ષા કર્યા પછી અંતિમ નિર્ણય લઈ શકે છે.
ADVERTISEMENT
Arshdeep Singh apologizing to Daryl Mitchell after the match.❤️🤝🏻 pic.twitter.com/DPvfrUg1OB
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 8, 2026
આ પણ વાંચો : VIDEO : 'પાજી જસ્ટિસ મળી ગયો', સંજુ સેમસન સંગ અર્શદીપ સિંહની રીલ વાયરલ
ADVERTISEMENT
નોંધનીય છે કે, આવી જ ઘટના ગયા વર્ષે પણ બની હતી, જ્યારે વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર Jayden Seales એ ભારતીય બેટ્સમેન યશસ્વી જયસવાલ તરફ બોલ ફેંક્યો હતો. તે સમયે ICCએ સીલ્સને મેચ ફીના 25% દંડ સાથે એક ડિમેરિટ પોઈન્ટ આપ્યો હતો. હવે ક્રિકેટ ચાહકોની નજર ICCના નિર્ણય પર છે કે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં બનેલી આ ઘટનાને લઈને અર્શદીપ સિંહ સામે કોઈ સજા થશે કે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.