બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:12 AM, 10 March 2026
ભારતે T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને ઇતિહાસ રચ્યો છે. ટીમ ઇન્ડિયાએ જીનું સેલિબ્રેશન કર્યું હતું ત્યારે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે તેની ઇન્સ્ટાગ્રામ રીલ્સથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી. જેમાં રસપ્રદ વાત એ છે કે આ ફાઇનલનો છેલ્લો બોલ ફેંકાય તે પહેલાં જ અર્શદીપે તેની રીલ્સ માટે સ્ક્રિપ્ટ તૈયાર કરી લીધી હતી. આ મેચ બાદના ઇન્ટરવ્યુમાં તેણે હર્ષા ભોગલેને કહ્યું કે, "મેં 10-15 રીલ્સ વિશે વિચાર્યું હતું, ચાલો જોઈએ કે હું કેટલી રીલ્સ બનાવું છું."
ADVERTISEMENT
અને ટ્રોફી સેરીમનીના થોડી મિનિટ બાદ તેને એક બાદ એક રીલ્સ પોસ્ટ કરી હતી જે તરત જ વાયરલ થઈ ગઈ હતી . અર્શદીપે અક્ષર પટેલ અને સૂર્યકુમાર યાદવ સાથે રીલ્સ પણ તેને શેર કરી. જેમાં સોશિયલ મીડિયા પર લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાનો રમૂજી સંદર્ભ હતો કે, સેમસનને ટીમ ઇન્ડિયામાં યોગ્ય તક મળતી નથી.
"Paaji, Justice Mill Gaya" 😃🔥
— Deepu (@deepu_drops) March 8, 2026
Arshdeep Singh hyping Sanju Samson for finally serving the justice 🎯 pic.twitter.com/dPclqAuCB8
ADVERTISEMENT
જેમાં તેની સૌથી વધુ ચર્ચાસ્પદ રીલ સંજુ સેમસન સાથેની હતી. આ વીડિયોમાં અર્શદીપ કહેતો જોવા મળ્યો, "પાજી, ન્યાય થયો છે." જોકે સેમસને આ ટુર્નામેન્ટમાં દરેક તકનો પૂરો લાભ ઉઠાવ્યો છે. શરૂઆતમાં તેને ડ્રોપ કર્યા બાદ ટીમ મેનેજમેન્ટે ટોપ ઓર્ડરમાં ફેરફાર કર્યા ત્યારે તેને મોકો મળ્યો હતો.

ADVERTISEMENT
ન્યુઝીલેન્ડ સામેની ફાઇનલમાં સેમસને માત્ર 46 બોલમાં 89 રન બનાવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં તેનો સતત ત્રીજો 80+ સ્કોર હતો. સેમસને વેસ્ટ ઇન્ડીઝ સામે 196 રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે અણનમ 97 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ત્યાર બાદ તેણે ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલમાં 42 બોલમાં 89 રન બનાવ્યા હતા જેનાથી ભારત 255 રનના વિશાળ સ્કોર સુધી પહોંચવામાં મદદ મળી હતી. પાંચ મેચમાં 321 રન બનાવનાર સેમસનને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ જાહેર કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
બીજી વાયરલ રીલ ટીમ ઇન્ડિયાના કોચ ગૌતમ ગંભીર સાથે હતી. ગંભીર સામાન્ય રીતે તેના ગંભીર સ્વભાવ માટે જાણીતો છે, પરંતુ અર્શદીપની રીલમા તે હસતો જોવા મળ્યો હતો. ફેન્સને તેનો આ વીડિયો ખૂબ ગમ્યો હતો. અર્શદીપે કહ્યું, "પાજી કભી હસ ભી લિયા કરો."જેમાં ગંભીરે જવાબ આપ્યો કે, "સિંહ ઈઝ કિંગ "
Arshdeep Singh with Gautam Gambhir pic.twitter.com/xPL7Ub3s3X
— ExtraOrdinary (@Extreo_) March 8, 2026
ADVERTISEMENT
બીજી રીલમાં અર્શદીપે ઇશાન કિશન સાથે મજા કરી હતી. જેમાં બંનેએ રમૂજી રીતે વાયરલ બિહારી લાઇન, "એક બિહારી, સબ પે ભારી" ને રીપીટ કર્યું હતું. ઇશાન કિશનએ પણ ટુર્નામેન્ટમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેને નવ મેચમાં 317 રન બનાવ્યા અને ટીમના ટોપ ઓર્ડરને મજબૂત બનાવ્યો હતો.
Jassi bhai will always remain a life-saver for Siraj & Arshdeep Singh 😅🔥 pic.twitter.com/Wby0tFvzWV
— Deepu (@deepu_drops) March 8, 2026
ADVERTISEMENT
ત્યારબાદ અર્શદીપે ફાઇનલના હીરો અને ચાર વિકેટ લેનાર જસપ્રીત બુમરાહ સાથે પણ રીલ બનાવી હતી. આ વીડિયોમાં મોહમ્મદ સિરાજ પણ દેખાય છે. ફાઇનલમાં શાનદાર બોલિંગ કરનાર બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ રીલમાં અર્શદીપ અને સિરાજે બુમરાહને કહ્યું કે, "આઈ ઓન્લી બીલીવ ઇન જસ્સી ભાઈ."
અને અંતે અર્શદીપે પોતાને સ્પોટલાઇટમાં મૂક્યો હતો. જેમાં તેને ભારતની સતત બીજી T20 વર્લ્ડ કપ જીતનું સેલીબ્રેશન કર્યું હતું. તે કહેતો જોવા મળ્યો, "First time nice, we had to do it twice"
ઉલ્લેખનીય છે કે, ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 જીતીને ભારત સતત બીજી વખત T20 ચેમ્પિયન બન્યું છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2024 માં પણ ટાઇટલ જીત્યું હતું. બંને જીતમાં અર્શદીપે મુખ્ય રોલ ભજવ્યો હતો. 2024 માં તેને આઠ મેચમાં 17 વિકેટ લઈને સૌથી વધુ વિકેટ લીધી હતી. જ્યારે 2026 માં તેને આઠ મેચમાં 9 વિકેટ લીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.