બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Team India Kuldeep Yadav reached Bageshwar Dham, gave special gift to Dhirendra Shastri on his birthday, pictures went viral

ક્રિકેટ / બાગેશ્વર ધામ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર પ્લેયર, ધીરેન્દ્ર શાસ્ત્રીને બર્થડે પર આપી ખાસ ગિફ્ટ, તસવીરો વાયરલ

Megha

Last Updated: 04:03 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પહેલા એમના જન્મદિવસ પર બાબા બાગેશ્વરના આશીર્વાદ લીધા હતા, મુલાકાતની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ

  • વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પહેલા કુલદીપ યાદવે બાબા બાગેશ્વરના આશીર્વાદ લીધા 
  • કુલદીપ યાદવની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ 
  • કુલદીપ યાદવે ધીરેન્દ્ર શાસ્ત્રીને ખાસ ભેટ આપી હતી 

બાબા બાગેશ્વર ધામ એટલે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ફક્ત ભારતમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ દરેક લોકો દિવાના છે. ધીમે ધીમે એમની લોકપ્રિયતા ઘણી વધતી રહે છે અને હવે એમનો એવો કંઈક ક્રેઝ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓમાં જોવા મળ્યો છે. વાત એમ છે કે ભારતના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પહેલા બાબા બાગેશ્વરના આશીર્વાદ લેતા જોવા મળ્યા છે. 

કુલદીપ યાદવની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ 
હાલ બાબા બાગેશ્વર ધામને મળ્યા બાદ કુલદીપ યાદવની તસવીર સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે. આ ફોટોમાં કુલદીપ બાબા બાગેશ્વર ધામ પાસે જમીન પર હાથ જોડીને બેઠેલા જોવા મળે છે. નોંધનીય છે કે કુલદીપ ગત રોજ બાબા બાગેશ્વરના જન્મદિવસ પર ધામની મુલાકાતે ગયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર ​​કુલદીપ યાદવને ભગવાનમાં ઘણી શ્રદ્ધા છે. આ પહેલા પણ તે ઘણી વખત મંદિરોની મુલાકાત લેતો જોવા મળ્યો છે. જેની જાણકારી તે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને પોતાના ફેન્સને આપતા રહે છે.

કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે
વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની T20 સીરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત એ જ દિવસે કરવામાં આવી છે. જેમાં કુલદીપ યાદવને પણ ટીમમાં જગ્યા આપવામાં આવી છે. કુલદીપ યાદવ ટીમ ઈન્ડિયાનો એવો ખેલાડી છે જે અંદર અને બહાર થતો રહે છે. પરંતુ હવે તેણે દિલ્હી કેપિટલ્સ માટે સારી બોલિંગ કરીને IPL 2023માં ટીમમાં પુનરાગમન કર્યું છે. બીજી તરફ કુલદીપ યાદવે ભારત માટે અત્યાર સુધી 8 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે 34 વિકેટ ઝડપી છે.જ્યારે 81 વનડે મેચ રમીને તેણે 134 વિકેટ ઝડપી છે.

કુલદીપ યાદવે ધીરેન્દ્ર શાસ્ત્રીને ખાસ ભેટ આપી હતી 
કુલદીપ યાદવે મંચ પર પહોંચીને પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી અને તેમને પુષ્પાંજલિ આપીને તેમના આશીર્વાદ પણ લીધા હતા. પોતાના જન્મદિવસના ખાસ અવસર પર કુલદીપે ધીરેન્દ્ર શાસ્ત્રીને ખાસ ભેટ પણ આપી હતી. કુલદીપ અને તેનો આખો પરિવાર લગભગ 2 કલાક સુધી બાગેશ્વર ધામમાં રોકાયો હતો. આ દરમિયાન લોકો પણ પોતાના ફેવરિટ ક્રિકેટરને સ્ટેજ પર જોઈને ખૂબ ખુશ થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ