બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / બિઝનેસ / TCS says its revenue increased 16.9 pc to Rs 59,162 crore in Q4 from Rs 50,591 crore a year ago

બિઝનેસમાં એક્કો / નવા CEO કે કૃતિવાસનના પગલાં ફળ્યાં TCSને, કંપનીની આવક અને ચોખ્ખા નફામાં રેકોર્ડબ્રેક વધારો

Hiralal

Last Updated: 06:42 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની મોટી મલ્ટીનેશનલ ટેકનોલોજી સર્વિસ કંપની TCSએ તેના ચોથા ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામો જાહેર કર્યાં છે.

  • TCSએ જાહેર કર્યાં નાણાકીય પરિણામ
  • ચોથા ત્રિમાસિકમાં આવક વધીને થઈ 59,162 કરોડ
  • ચોખ્ખો નફો પણ વધ્યો, 11,392 કરોડ મળ્યાં 

દેશની મોટી મલ્ટીનેશનલ કંપનીને 1 જુનથી નવા સીઈઓ તરીકે જોડાઈ રહેલા કે કૃતિવાસનના પગલાં ફળ્યાં હોય તેમ જણાય છે કારણ કંપનીની આવક અને ચોખ્ખા નફામાં રેકોર્ડબ્રેક વધારો થયો છે. કંપનીએ જાહેર કરેલા ચોથા ત્રિમાસિક ગાળામાં ટીસીએસની આવકમાં 16.9 ટકાનો વધારો થયો છે એટલે કે તેની આવક 50,591 કરોડથી વધીને 59,591 કરોડ થઈ છે. 

ચોખ્ખો નફો વધીને થયો 11,392 કરોડ
ટીસીએસે કહ્યું કે માર્ચ ત્રિમાસિકમાં કંપનીનો ચોખ્ખો નફો વધીને 11,392 કરોડ થયો છે. એક વર્ષ પહેલા કંપનીનો ચોખ્ખો નફો 9,926 કરોડ હતો. 

કંપનીએ જાહેર કર્યાં નાણાકીય પરિણામ 
દેશની ટોચની આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) આજે માર્ચ ત્રિમાસિક અને નાણાકીય વર્ષ 2022-23ના પરિણામો જાહેર કર્યાં છે. આ સાથે કોર્પોરેટ જગતની આવકો જાહેર કરવાની સિઝનની શરૂઆત થશે. રોકાણકારો નિરાશાજનક મેક્રો પૃષ્ઠભૂમિમાં વૃદ્ધિના દૃષ્ટિકોણ પર સોફ્ટવેર નિકાસકારની ટિપ્પણી પર ધ્યાન આપશે.

1 જુને નવા સીઈઓ કે કૃતિવાસન સંભાળશે ચાર્જ 
17 માર્ચે ટીસીએસના સીઈઓ અને એમડી રાજેશ ગોપીનાથને પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું.  તેઓ 20 વર્ષથી વધુ સમયથી ટીસીએસ સાથે જોડાયેલા હતા. ટીસીએસના બોર્ડે ગોપીનાથનના રાજીનામાનો સ્વીકાર કરી લીધો હતો. પીસીએસના બોર્ડે ગોપીનાથની જગ્યાએ કીર્તિવાસનને સીઈઓ ડેઝિગ્નેટેડ કર્યા છે. જેઓ 1 જુન 2023થી નવા સીઈઓનો ચાર્જ સંભાળશે. ટીસીએસ ટાટા ગ્રુપની આઈટી સર્વિસ કંપની છે અને મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બાદ દેશની બીજી સૌથી વેલ્યૂએબલ કંપની છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ