LIC-Paytmને પાછળ મૂકતો દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO ટૂંક સમયમાં બહાર પડી શકે છે. Tata Sonsઆશરે 55000 કરોડનો આઈપીઓ લૉન્ચ કરે તેની સંભાવના છે.
LIC-Paytmને પાછળ મૂકતો IPO લૉન્ચ થઈ શકે છે
Tata Sons દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બહાર પાડી શકે છે
RBIનાં નિયમો અંતર્ગત ટાટા ગ્રુપ આ પગલું ભરે તેની સંભાવના
TATA SONS IPO: દેશનાં સૌથી મોટા બિઝનેસ ગ્રુપમાંનું એક ટાટા ગ્રુપ ટૂંક જ સમયમાં 55000 કરોડ રૂપિયાનો IPO બહાર પાડી શકે છે. આ દેશમાં અત્યારસુધીમાં આવેલ LICનાં 21000 કરોડ અને Paytmનાં 18300 કરોડ રૂપિયાનાં IPOથી ઘણો વધારે છે. ભારતીય રિઝર્વ બેંકનાં એક નિર્ણયને કારણે હવે ટાટા ગ્રુપ આ IPO એલોટ કરવાનો વિચાર કરી રહ્યું છે.
RBIનાં નિર્ણયથી ટાટા લઈ શકે છે નિર્ણય
વર્ષ 2018માં જ્યારે IL & IF જેવી મોટી ઈંવેસ્ટમેંટ કંપનીઓ ફેઈલ ગઈ ત્યારે RBIએ 2021માં નૉન-બેંકિંગ ફાઈનેંસ કંપનીઓ NBFC માટે કેટલાક કડક નિયમો બનાવ્યાં. જે બાદ ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની Tata Sonsને અપર લેયર NBFC તરીકે નોટિફાઈ કરવામાં આવી. જેને સપ્ટેમ્બર 2022 સુધી લિસ્ટ કરવાનો સમય આપવામાં આવ્યો હતો જેને પાછળથી વધારી દેવામાં આવ્યો.
સપ્ટેમ્બર 2025 સુધી લિસ્ટ કરાવાનો સમય
RBIએ ટાટા સંસનાં અપર લેયરને NBFC તરીકે ક્લાસિફાઈસ કરવાનાં લીધે હવે તેને સપ્ટેમ્બર 2025 સુધી પોતાને શેરમાર્કેટમાં લિસ્ટ કરવું પડશે. આ રીતે તે શેર માર્કેટ લિસ્ટિંગ નિયમોની અંતરર્ગત આપમેળે આવી જશે. ટાટા સંસની માર્કેટ વેલ્યૂ આશરે 11 લાખ કરોડ રૂપિયા થવાની છે. તેવામાં IPOનાં રસ્તે શેર બજારમાં લિસ્ટ થાય છે અને જો આશરે 5% ભાગેદારી પબ્લિક કરે છે તો તેનો IPO 55000 કરોડ રૂપિયાનો થશે જે દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO બનશે.
ટાટા ગ્રુપ પાસે અન્ય ક્યાં વિકલ્પો છે?
RBIએ ટાટા ગ્રુપની ટાટા કેપિટલ ફાઈનેંશિયલ સર્વિસિસને પણ અપર લેયર NBFCમાં રાખેલ છે. તેવામાં દેશની કુલ 15 જેટલી કંપનીઓ આ લિસ્ટમાં છે. જો ટાટા સંસ શેર બજારમાં લિસ્ટ થાય છે તો ટાટા ગ્રુપને ટાટા કેપિટલ્સ ફાઈનેંશિયલ સર્વિસિસને લિસ્ટ નહીં કરવું પડે. ત્યારે તે ટાટા સંસનો જ હિસ્સો રહેશે. જો કે કંપની ઈચ્છે તો ટાટા સંસને પુનર્ગઠિત કરી શકે છે જેથી RBIની આ લિસ્ટમાંથી તેઓ બહાર આવી શકે અને લિસ્ટ કરવાની જરૂર ન પડે.