ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Tata Sierra EV: કારમાં મળશે ઇન-બિલ્ટ 5G! OTA અપડેટ, રિમોટ ડાયગ્નોસ્ટિક્સ અને સ્ટ્રીમિંગ જેવી સુવિધાઓ મળશે
5 ફોટો ગેલેરી
Last Updated: 04:40 PM, 25 August 2026
1/5
ટાટા મોટર્સ પોતાની આગામી ઇલેક્ટ્રિક SUV Sierra.ev ને ટેકનોલોજીની દ્રષ્ટિએ વધુ આધુનિક બનાવવા જઈ રહી છે. કંપનીએ આ માટે ટાટા કમ્યુનિકેશન્સ સાથે ખાસ ભાગીદારી કરી છે. આ કોલેબોરેશન હેઠળ Sierra.evમાં 'MOVE' કનેક્ટેડ વ્હીકલ પ્લેટફોર્મ દ્વારા ઇન-બિલ્ટ 5G કનેક્ટિવિટી આપવામાં આવશે.
2/5
ADVERTISEMENT
3/5
ઇન-બિલ્ટ 5G સપોર્ટ હોવાને કારણે Sierra.ev ના માલિકોને નીચે મુજબની શ્રેષ્ઠ ડિજિટલ સુવિધાઓ મળશે. મોબાઇલની જેમ જ કારના સોફ્ટવેર સિસ્ટમમાં આવતા નવા અપડેટ્સ સીધા ઇન્ટરનેટ દ્વારા ડાઉનલોડ થઈ જશે. કારમાં આવતી નાની-મોટી ટેકનિકલ ખામીઓનું નિદાન સર્વિસ સેન્ટરે પહોંચ્યા વિના જ દુરથી (Remote Support) કરી શકાશે.
4/5
કારની અંદર લેટેસ્ટ કન્ટેન્ટ સ્ટ્રીમિંગ વધુ ઝડપી અને વિધાઉટ બફરિંગ જોઈ શકાશે. ઇમરજન્સી કોલિંગ સેવાઓ વધુ ઝડપી બનશે તેમજ ભવિષ્યમાં આવનારા AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ફીચર્સ સરળતાથી સપોર્ટ કરશે. ગ્રાહકો પોતાની જરૂરિયાત મુજબ આ કનેક્ટેડ ડિજિટલ સેવાઓ માટે વિવિધ સબસ્ક્રિપ્શન ઓપ્શન પસંદ કરી શકશે.
ADVERTISEMENT
5/5
Tata Sierra.ev ને 'સોફ્ટવેર-ડિફાઇન્ડ વ્હીકલ' કન્સેપ્ટ પર ડિઝાઇન કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે કાર ખરીદ્યા બાદ પણ સમય જતાં નવા સોફ્ટવેર અપડેટ્સ દ્વારા વાહનની કાર્યક્ષમતા અને પર્ફોર્મન્સને વધુ બહેતર બનાવી શકાશે. ટૂંકમાં, આગામી સમયમાં ટાટાની આ EV માત્ર એક ઇલેક્ટ્રિક કાર જ નહીં પરંતુ ઇન્ટરનેટથી સજ્જ એક ચાલતું-ફરતું સ્માર્ટ ગેજેટ સાબિત થશે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
6 ફોટોઝ
Chandra Grahan 2026 / 28 ઓગસ્ટના ચંદ્રગ્રહણથી 5 રાશિ પર અસરનો દાવો! નિર્ણય લેતા સાવધાની રાખજો
ટોપ સ્ટોરીઝ