બ્રેકિંગ ન્યુઝ
1 એપ્રિલથી 7 એપ્રિલ સુધી મીન રાશિમાં શુક્ર, બુધ અને સૂર્યની યુતિના કારણે ત્રિગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. આ સાથે બુધાદિત્ય રાજયોગ અને લક્ષ્મી નારાયણ યોગ પણ બની રહ્યો છે. આ યોગની અસર તમામ રાશિ પર પડશે જેથી આ અઠવાડીયે તમામ રાશિના લોકોનુ હેલ્થ, કારકિર્દી કેવી રેહશે અને સંબંધોમાં શું આવશે ઉતાર-ચડાવ ? તેનુ ટેરો રાશિ કાર્ડ મારફતે જાણવાનો પ્રયાસ કરીશું.
ADVERTISEMENT

મેષ ટેરો કાર્ડ: આ રાશિના લોકોને ધનલાભની ઘણી શક્યતાઓ છે. જોખમી રોકાણ કરવાની શક્યતા. મેષ રાશિના લોકોને જીવનસાથી તરફથી સહયોગ મળશે.
ADVERTISEMENT
વૃષભ ટેરો કાર્ડ: વૃષભ રાશિના લોકોને આ અઠવાડિયે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડી સાવધાની રાખવી. પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે તેથી ખાવાની આદતો સુધારવી. આ સિવાય વૈવાહિક જીવનમાં મતભેદ થવાની શક્યતા.
મિથુન ટેરો કાર્ડ: પ્રગતિની તકો મળી શકે છે વેપાર માટે સમય સારો છે. જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. ઝઘડા અને વાદવિવાદથી દૂર રહેવું.
ADVERTISEMENT
કર્ક ટેરો કાર્ડ :- આ રાશિના લોકો માટે આ અઠવાડિયું ખૂબ જ શુભ છે. પદ, પૈસા અને સન્માન મળી શકે છે. સામાજિક સક્રિયતાના કારણે તમે તમારા લવ પાર્ટનરને સમય નહીં આપી શકો.
સિંહ ટેરો કાર્ડ: આ અઠવાડિયામાં સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખો, નહીં તો મોટી શારીરિક સમષ્યા બની શકે છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમને સારી તકો મળશે.
ADVERTISEMENT
કન્યા ટેરો કાર્ડ: તમારો પ્રભાવ અને પ્રદર્શન સારૂ રહેશે. લાભ થશે. લોકો તમારી તરફ આકર્ષાશે, જીવનમાં સુખ-શાંતિ રહેશે.

ADVERTISEMENT
તુલા ટેરો કાર્ડ : આ રાશિના જે લોકો મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને લાભ થવાની શક્યતા. તમારા કામ પર ધ્યાન આપો. ઉચ્ચ હોદ્દા ધરાવતા લોકો સાથે સંબંધો બનવાની શક્યતા.
વૃશ્ચિક ટેરો કાર્ડ: પહેલા અઠવાડિયામાં તમને કાર્યસ્થળ પર દરેકનો સહયોગ મળશે. કાર્યસ્થળ પર તમારાથી સારું કામ થશે અને પ્રશંસા મળશે. પરિવારમાં પણ શાંતિ રહેશે.
ADVERTISEMENT
ધન રાશિ ટેરો કાર્ડ: આ સપ્તાહમાં અંગત સંબંધોમાં સુધારો થશે. જીવનસાથી સાથે વધુ સમય પસાર કરી શકશો. જૂના મિત્રો સાથે મુલાકાત થવાની શક્યતા, સ્વાસ્થ્ય બાબતોમાં સાવચેત રહો.
મકર ટેરો કાર્ડ: મકર રાશિના લોકોએ ધીરજથી કામ લેવુ. જો સમજદારીપૂર્વક ઈન્વેસ્ટ કરશો તો સારું વળતર મળશે. ઉતાવળમાં નિર્ણય લેવાનું અને બહારનું ખાવાનું ટાળો.
વધુ વાંચો: બુધ વક્રી આ રાશિના જાતકોને અપાવશે ધનલાભનો યોગ, આ તારીખ સુધી ભાગ્ય ચમકેલું રહેશે
કુંભ ટેરો કાર્ડ: ધીરજ રાખવી, સિનિયર સાથે સંઘર્ષ ન કરો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આર્થિક નુકસાન થવાની શક્યતા પરંતુ સાથે પરિવારમાં ખુશી આવી શકે છે.
મીન ટેરો કાર્ડ: જે લોકો નોકરી કરે છે તેમના જીવનમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે. નવી નોકરી, પ્રમોશન, ઇન્ક્રીમેન્ટ મળવાની શક્યતા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.