બ્રેકિંગ ન્યુઝ
આજે રાત્રે 3.53એ બુધ મીન રાશિમાં વક્રી થશે અને 9 એપ્રિલે રાત્રે 9.32 મિનિટ પર મીન રાશિમાં પ્રવેશ કરી જશે. ત્યાર બાદ 25 એપ્રિલની સાંજે 6.25 મિનિટ પર બુધ મીન રાશિમાં માર્ગી થઈને ગોચર કરશે અને માર્ગી ગતિથી ગોચર કરતા 10 મેની સાંજ 6.44 મિનિટ પર મેષ રાશિમાં પ્રવેશ કરશે. બુધ વક્રીની તમારા જીવન પર શું અસર પડશે આવો જાણીએ...
ADVERTISEMENT
.jpg)
મેષ
વક્રી બુધ તમારા બારમા સ્થાન પર ગોચર કરશે. જન્મપત્રિકાના બારમા સ્થાનનો સંબંધ તમારા વ્યય અને શય્યા સુખ સાથે છે. વક્રી બુધના આ ગોચરના પ્રભાવથી તમને શૈય્યા સુખ મેળવવા માટે પ્રયત્ન કરવા પડી શકે છે. સાથે જ તમને પોતાની આવક પણ સંભાળીને ખર્ચ કરવી પડશે.
ADVERTISEMENT
વૃષભ
વક્રી બુધ તમારા અગિયારમાં સ્થાન પર ગોચર કરશે. જન્મપત્રિકાના અગિયારમાં સ્થાનનો સંબંધ આપણી આવક અને ઈચ્છાઓની પૂર્તિ સાથે હોય છે. વક્રી બુધના આ ગોચરથી તમને અચાનક ધન લાભની તક મળી શકે છે. તમારી આવકમાં વધારો થશે. તમને દરેક પ્રકારની સુખસુવિધાઓની પ્રાપ્તિ થશે. સાથે જ આ વચ્ચે જો તમને કોઈ ઈચ્છા છે તો તે પણ જલ્દી પુરી થઈ જશે.
મિથુન
વક્રી બુધ તમારા 10માં સ્થાન પર ગોચર કરશે. જન્મપત્રિકાના દસમાં સ્થાનનો સંબંધ આપણા કરિયર, રાજ્ય અને પિતા સાથે છે. વક્રી બુધના આ ગોચરથી તમને કરિયરમાં અમુક મુશ્કેલીઓ આવી શકે છે. સાથે જ તમારા પિતાના કરિયરની ગતિ પણ આ વચ્ચે ધીમી થઈ શકે છે. 10 મે સુધી તમને પોતાની અને પોતાના પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ.
ADVERTISEMENT

કર્ક
વક્રી બુધ તમારા નવમાં સ્થાન પર ગોચર કરશે. જન્મપત્રિકાના નવમાં સ્થાનનો સંબંધ આપણા ભાગ્ય સાથે છે. વક્રી બુધના આ ગોચરથી તમને પોતાના ભાગ્યનો સાથ મળશે. તમે જેટલી મહેનાત કરશો તેનું સંપૂર્ણ ફળ તમને મળશે. આ સમયે તમારી આર્થિક સ્થિતિ પણ ઠીક બની રહેશે.
ADVERTISEMENT
સિંહ
વક્રિ બુધ તમારા આઠમાં સ્થાન પર ગોચર કરશે. જન્મપત્રિકાના આઠમાં સ્થાનનો સંબંધ આપણી આવક સાથે છે. વક્રી બુધના આ ગોચરથી તમે શારીરિક અને માનસિક રીતે ફિટ રહેશે. તમે પોતાના કાર્ય સારી રીતે કરી શકશો અને નવા વિષયો પર સારી રીતે વિચાર કરી શકશો. સાથે જ તમને પોતાની મહેનતનું પરિણામ પણ ટૂંક સમયમાં જ મળશે.
કન્યા
વક્રી બુધ તમારા સાતમાં સ્થાન પર ગોચર કરશે. જન્મપત્રિકાના સાતમાં સ્થાનનો સંબંધ આપણા જીવનસાથી સાથે છે. વક્રી બુધના આ ગોચરના પ્રભાવથી જીવનસાથીની સાથે તમારા સંબંધમાં ઝગડો થવાની સંભાવના છે. તમને પોતાના સંબંધોને સંભાળીને રાખવાની જરૂર છે. સાથે જ પોતાના જીવનસાથીનું ધ્યાન રાખવાની પણ જરૂર છે.
ADVERTISEMENT

તુલા
વક્રી બુધ તમારા છઠ્ઠા સ્થાન પર ગોચર કરશે. જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનનો સંબંધ આપણા મિત્ર, શત્રુ અને સ્વાસ્થ્ય સાથે છે. વક્રી બુધના આ ગોચરનો પ્રભાવ તમને પોતાના મિત્રોની સાથે મળશે અને દુશ્મનોથી છુટકારો મળશે. સાથે જ આ સમયે તમે ખુલા દિલથી રહેશો. જે પણ કરશો દિલ ખોલીને કરશો. પ્રિંટિંગ, પ્રેસ અને કાગળ સાથે જોડાયેલા લોકોને સારો ફાયદો મળશે.
ADVERTISEMENT
વૃશ્ચિક
વક્રી બુધ તમારા પાંચમા સ્થાન પર ગોચર કરશે. જન્મપત્રિકાના પાંચમા સ્થાનનો સંબંધ આપણા સંતાન, બુદ્ધિ, વિવેક અને રોમાંસ સાથે છે. વક્રી બુધના આ ગોચરના પ્રભાવથી તમારૂ મન અભ્યાસમાં લાગશે. તેનાથી તમને વિદ્યાનો લાભ મળશે. ગુરૂથી પણ સારો સહયોગ પ્રાપ્ત થશે. સાથે જ લવમેટની સાથે સંબંધમાં મધુરતા આવશે.
ધન
વક્રી બુધ તમારા ચોથા સ્થાન પર ગોચર કરશે. જન્મપત્રિકાના સોથા સ્થાનનો સંબંધ આપણા ભવન, ભૂમિ, વાહન અને માતા સાથે છે. વક્રી બુધના આ ગોચરથી તમને ભૂમિભવન અને વાહનનો લાભ મેળવવામાં વધારે મહેનત કરવી પડશે. તમને પોતાની મહેનતનું સારૂ ફળ પ્રાપ્ત થશે. તમને પોતાની માતાનો સંપૂર્ણ સહયોગ મળશે.

મકર
વક્રી બુધ તમારા ત્રીજા સ્થાન પર ગોચર કરશે. જન્મપત્રિકાના ત્રીજા સ્થાનનો સંબંધ આપણા પરાક્રમ, ભાઈબહેન અને યશ સાથે છે. વક્રી બુધના આ ગોચરથી ભાઈબહેનની સાથે તમારો સંબંધ સારો રહેશે. તમારા બધા કામ બનશે. તમને પોતાના કામોમાં ભાઈબહેનનો પણ સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. સાથે જ 10 મે સુધી તમારી આર્થિક સ્થિતિ ઠીક રહેશે.
કુંભ
વક્રી બુધ તમારા બીજા સ્થાન પર ગોચર કરશે. જન્મપત્રિકાના બીજા સ્થાનનો સંબંધ આપણા ધન અને સ્વભાવ સાથે છે. વક્રી બુધના આ ગોચરથી તમારા ધનની સ્થિતિ સારી રહેશે. તમને અચાનકથી ધન લાભ થઈ શકે છે. સાથે જ તમને કરિયરમાં પણ લાભ મળશે. 10 મે સુધી તમને નવી વસ્તુઓને જાણવાનો સમજવાનો મોકો મળશે. આ સમયગાળા દરમિયાન તમારી બોદ્ધિક ક્ષમતા સારી રહેશે.
વધુ વાંચો: આજે કઈ રાશિના લોકોનો સોમવાર રહેશે અતિ શુભ, આ જાતકો પર ખતરાના યોગ, જુઓ રાશિ ભવિષ્ય
મીન
વક્રી બુધ તમારા પહેલા એટલે કે લગ્ન સ્થાન પર ગોચર કરશે. જન્મપત્રિકામાં લગ્ન સ્થાનનો સંબંધ આપણા શરીર અને મુખ સાથે છે. વક્રી બુધના આ ગોચરના પ્રભાવથી સમાજમાં તમારૂ માનસન્માન કે પદપ્રતિષ્ઠા એ વાતથી નક્કી થશે કે તમે 10 મે સુધી કેવા કામોમાં પોતાનો સહયોગ આપો છો. આમ તો તમારી પત્રિકામાં રાજાના સમાન સુખની પ્રાપ્તિ છે. પરંતુ 10 મે સુધી તમને પોતાના જીભના સ્વાદ પર કંટ્રોલ રાખવો જોઈએ.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.