Tarak Mehta brought a box of choc-mock chocolates for Jethalal Babitaji followed by
ટેલિવૂડ /
તારક મહેતામાં જેઠાલાલ બબિતાજી માટે લાવ્યા ચોકો મોકો ચૉકલેટનું બોક્સ, પછી થયુ એવું કે
Team VTV05:49 PM, 19 Mar 20
| Updated: 06:15 PM, 19 Mar 20
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, જેઠાલાલ બબીતાજી માટે જાન આપવા તૈયાર હોય છે આ જ કારણથી તે કંઈ પણ સહન કરી શકે છે પરંતુ બબીતાજી કંઈ કહી જાય કે અપમાન કરે, તે સહન કરી શકતા નથી. તારક મહેતા...માં આવું જ થાય છે.
ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું દરેક પાત્ર એકબીજાથી જુદું અને અનોખું છે. આ પાત્રો વચ્ચે જે કેમિસ્ટ્રી છે, તેમાં દર્શકોના સૌથી વધું ફૅવરીટ હોય તો, એ જેઠાલાલ અને બબીતાની છે. તારક મહેતા બબિતાને થોડું અમથું પણ કંઈક થાય એટલે જેઠાલાલનું દિલ તૂટી જાય છે.
જેઠાલાલ બબીતાને ખુશ કરવા માટે ચોકો મોકો ચૉકલેટ ખરીદે છે. બબીતાજીને ચોકો મોકો ચૉકલેટ ખુબ ગમે છે. તેથી જેઠાલાલ પોતાનું બધું કામ છોડી બબીતાજી માટે ચોકો મોકો ચૉકલેટ શોધવા માટે નીકળી પડે છે. આખરે જેઠાલાલને સફળતા મળી જાય છે, અને તે ચૉકલેટ લાવે છે. પરંતુ આ વચ્ચે એવું થાય છે કે, જેનાથી તેના દિલના ટુકડા ટુકડા થઈ જાય છે.
થયું એવું કે, રાતના સમયે જેઠાલાલ, બબીતાજી અને ઐયરને તેણે આપેલી ચોકો મોકો ચૉકલેટ ફેંકતા જોવે છે. આ દ્રશ્ય જોઈ જેઠાલાલનું દિલ તૂટી જાય છે. અને તે પોતાના પ્રિય મિત્ર તારક મહેતાને બોલાવી તેમને પોતાનું દુઃખ શૅર કરે છે. આ દરમિયાન ઘણો ઈમોશનલ નજરે પડે છે. જેઠાલાલ ભાવુક થતા તારક મહેતાને કહે છે કે, હવે તેના જીવનમાં કઈ બચ્યું નથી અને તે ગોકુલધામ છોડવા માંગે છે.
તારક મહેતા, જેઠાલાલની તૂટેલી આશાઓ પર જોડવાના પ્રયત્નો કરે છે અને તેને કહે છે કે, તમને કોઈ ભ્રમ થયો છે. પરંતુ જેઠા પર કોઈ અસર થતી નથી. તે રડવા માંડે છે. તમને જણાવી દઈએ કે, જેઠાલાલની તૂટેલી આશાઓ પર ત્યારે જોડાય છે જયારે, તે બબીતા સાથે આખી ઘટના વિશે વાત કરે છે.
બબીતા જેઠાલાલને જણાવે છે કે, તેણે જે ચોકો મોકો ચૉકલેટનો બૉક્સ આપ્યો હતો તે ઍક્સપાયર થઈ ગયો હતો. અને તે જેઠાલાલના દિલને તોડવા માંગતી ન હતી. આ કારણથી બબીતાજીએ ચુપચાપ તે બૉક્સને ફેંકવાનું નક્કી કર્યુ હતું.