બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / Tantrik came to teach mantra, made kundla with kanku and stripped minor, forgetting mantra disturbed tantric ritual, cautionary tale of superstition

છોટા ઉદેપુર / તાંત્રિક આવ્યો મંત્ર શીખવાડી, કંકુ વડે કુંડાળું બનાવી સગીરાને નિર્વસ્ત્ર કરી, મંત્ર ભૂલતા તાંત્રિક વિધિમાં ખલેલ, અંધશ્રદ્ધાનો ચેતવતો કિસ્સો

Vishal Khamar

Last Updated: 11:14 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કવાંટ તાલુકાના એક ગામની સગીરાને રૂપિયાની લાલચમાં ભોળવીને અપહરણ કરીને લઈ જઈ તેના ઉપર આખી રાત તાંત્રિક વિધિ કરવાની ઘટના સામે આવી છે. પરંતું તાંત્રિક વિધિ સમયે સગીરા મંત્ર ભુલી જતા સમગ્ર વિધિ નિષ્ફળ ગઈ હતી.

  • ક્વાંટ તાલુકાની સગીરાનું તાંત્રિક વિધિ માટે કરાયું અપહરણ
  • સગીરા મંત્ર ભૂલી જતા તાંત્રિક વિધિમાં ખલેલ પડી
  • પોલીસે ગુનો નોંધી એકની ધરપકડ કરી

 છોટાઉદેપુર જીલ્લોએ ગરીબ અને આદિવાસી જીલ્લો છે. અહીંયા લોકો મોટે ભાગે ખેતી અથવા ખેત મજૂરી સાથે સંકળાયેલા છે. જેને લઇને અહીંના લોકો રૂપિયા મેળવવા માટે અવનવી તરકીબો અજમાવી રહ્યા છે. આવી જ એક ઘટના સામે આવી છે કવાંટ તાલુકાના એક ગામમાં આ પ્રકારની ઘટના સામે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
સગીરા મંત્ર ભુલી જતા તાંત્રિક વિધિમાં ખલેલ પડી
કવાંટ તાલુકાના એક ગામની એક સગીરાને રૂપિયા મેળવવા માટે લાલચમાં આવી ગયેલા ગામની જ એક સગીર યુવતિને લલચાવી ફોસલાવી દઈ જઈ ઘરેથી ચાલતા ચાલતા સાથે લઇને નીકળ્યા હતા.આગળ જતાં બાઈક ઉપર બેસાડીને ત્રણે જણા નસવાડી તાલુકાના ગામોમાંથી પસાર થઈને આંધળી ગામે પહોંચતા અન્ય બે બાઈક લઈને દિલીપ નામનો શખ્સ સહિત ત્રણ જણા આવી ગયા હતા.ત્યાંથી ત્રણે બાઈક લઈને તણખલાથી આગળ એક ગામ પાસે પહોંચતા બે ઇકો ગાડી લઈને આવેલા અજાણ્યા ઈસમો સાથે ત્રણે બાઈક મૂકીને ઇકો ગાડીમાં બેસી ગયા હતા. ત્યાંથી તેઓ તમામ લોકો નર્મદા જીલ્લાના ઘંટોલી ખાતે નદી કિનારે આવેલા એક ઘરમાં ગયા હતા.

એક તાંત્રિકે આવીને સગીરાને મંત્ર શીખવાડ્યો હતો. બીજા દિવસે રાત્રે તાંત્રિક ફરીથી આવ્યો હતો, અને સગીરાને મકાનના એક ઓરડામાં લઈ જઈ કંકુ વડે એક કુંડાળું બનાવ્યું અને તેમાં નિર્વસ્ત્ર કરવાનું કહેતા સગીરા નિર્વસ્ત્ર થઇ હતી ત્યારબાદ તેને કપાળે ચાંદલો કર્યો. પગમાં નાળિયેર બાંધીને ઉભી રાખી હતી. અને મંત્રજાપ શરૂ કરાવ્યા હતા, આ મંત્રજાપ આખી રાત કરવાના હતા, પરંતુ સગીરા પંદરેક મિનિટ પછી મંત્ર ભૂલી જતાં તાંત્રિક વિધિમાં ખલેલ પડી હતી. અને વિધિ ફેઇલ થઈ હતી. જેને લઇને તાંત્રિકે સગીરાને લાવનાર સંગીતા,વિકેશ અને દિલીપને બોલાવીને આ સગીરાને પાછી લઈ જવા અને પંદર દિવસ પછી ફરીથી લાવવાનું કહીને ઘરે મોકલી આપી હતી.

પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ આરોપીઓની શોધખોળ હાથ ધરી
કવાંટ તાલુકાના આ ગામની સગીરાને આ વિધિમાં સામેલ થનાર તમામ લોકોને વિધિ પૂરી થયા બાદ  સગીરા જે જગ્યા બતાવશે ત્યાં ખાડો ખોદશે ત્યાંથી રૂપિયા નીકળશે અને દરેક જણાને એક એક કરોડ મળશે તેમ માનીને આ સગીરાનું અપહરણ કર્યું અને તેના ઉપર તાંત્રિક વિધિ કરવામાં આવી હતી.કવાંટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કવાંટ પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ આરોપીઓની શોધખોળ હાથધરી છે. 

વિનોદ ગામીત (પી.આઇ, છોટાઉદેપુર)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ