બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / tamilnadu govt said ration card holders will get 4k rupees cash for covid relief

રાહત / જો તમારી પાસે પણ છે રાશન કાર્ડ તો તમને મળશે 4000 રૂપિયા, 2.7 કરોડ લોકોને મળ્યો છે ફાયદો

Bhushita

Last Updated: 07:00 AM, 3 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારી પાસે પણ રાશન કાર્ડ છે તો રાજ્ય સરકારની તરફથી તમને 4000 રૂપિયા આપવામાં આવશે. તમિલનાડુ સરકારે આ રકમ આપવાની જાહેરાત કરી છે.

  • રાશન કાર્ડ ધારકોને મળશે મોટો ફાયદો
  • રાશન કાર્ડ હશે તો મળશે 4000 રૂપિયા
  • 2.7 કરોડ લોકોને મળ્યો છે ફાયદો
     

 
જો તમારી પાસે પણ રાશન કાર્ડ છે તો રાજ્ય સરકારની તરફથી તમને 4000 રૂપિયા આપવામાં આવશે. ખાસ કરીને તમિલનાડુ સરકારે આ રાશિ આપવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી પદના શપથગ્રહણ સમયે એમ કે સ્ટાલિને રાશન કાર્ડ ધારકોને આ રાશિ ટ્રાન્સફર કરવાની વાત કરી હતી. કોરોનાના રાહત પેકેજના આઘારે આ રકમ આપવામાં આવી રહી છે. આ રાહત પેકેજ પર સીએમએ હસ્તાક્ષર કર્યા હતા. આ સાથે કહ્યું હતું કે આ રાશિ કેશમાં અપાશે. તેમાં પહેલા હપ્તાની રકમ મે મહિનામાં જાહેર કરાશે અને જલ્દી જ બીજો હપ્તો પણ લાભાર્થીઓને આપવામાં આવશે. 

ફ્રીમાં સારવારની પણ કરી હતી જાહેરાત
સીએમએ આ સમયે જાહેરાત કરી હતી તેનાથી રાજ્યના 2.7 કરોડ લોકોને ફાયદો મળ્યો છે. આ સિવાય મુખ્યમંત્રી સ્ટાલિને જાહેરાત કરી હતી કે રાજ્યના દરેક કોરોના દર્દીને રાજ્ય કર્મચારી વીમા યોજનાના આધારે ફ્રીમાં સારવાર આપવામાં આવશે. ગયા વર્ષે સરકારે આ માટે 2500 રૂપિયાની મદદ કરી હતી. 
 

ગયા વર્ષે સરકારે આપ્યા હતા 2500 રૂપિયા રોકડ
આ સિવાય તમિલનાડુની સરકારે ગયા વર્ષે ડિસેમ્બરમાં પોંગલની ખુશીમાં આ 2500 રૂપિયા કેશમાં આપવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી પલાની સ્વામીએ ચોખા લેનારા દરેક રાશન કાર્ડ ધારકો માટે 2500 રૂપિયા કેશમાં આપવાની જાહેરાત કરી હતી. આ સાથે 1 કિલો ચોખા, ખાંડ અને એક શેરડી ફ્રીમાં આપવામાં આવ્યા હતા.  ઉલ્લેખનીય છે કે  AIADMK સરકારે 2014માં રાજ્યમાં લોકોને માટે 1 કિલો ચોખા અને 1 કિલો ખાંડની સાથે 100 રૂપિયા આપવાની શરૂઆત કરી હતી. 2018માં આ રાશિને વધારીને 1000 રૂપિયા કરાઈ છે અને મુખ્યમંત્રી પલાની સ્વામીએ તેને વધારીને 2500 રૂપિયા કરી છે.  

સંકળાયેલા મુદ્દાઓ

4000 રૂપિયા Ration card Tamilnadu rupees cash અનાજ કેશ તમિલનાડુ ફાયદો રાશન કાર્ડ સરકાર ration card
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ