બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / taliban wanted to continue its diplomatic relations with india sent a message

અફઘાનિસ્તાન / અમારી સાથે ફ્રેન્ડશિપ કરશો? તાલિબાનોએ ભારતને મોકલ્યો એવો સંદેશ કે જાણીને આશ્ચર્ય થશે

Mayur

Last Updated: 11:22 PM, 20 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતને પોતાના નાગરિકોને પરત લાવતા પહેલા તાલિબાનોના એક નેતાએ મોકલેલો એક સંદેશ આશ્ચર્ય જન્માવે તેવો છે.

અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન રાજ પાછું આવ્યું છે ત્યારથી ફરી અલ્પસંખ્યકો અને મહિલાઓ માટે મોટી સમસ્યાઓ ઊભી થઈ ગઈ છે. લઘુમતીઓને ચિંતા સતાવી રહી છે કે હવે તેઓને તાલિબાનોથી મોટો ખતરો હોવાના કારણે તેમણે દેશાંતર કરી જવું કે નહીં? ભારત પણ અફઘાનિસ્તાનમાં રહેતા હિન્દુ અને સિખ સમુદાયના લોકોને શરણ આપવાની જાહેરાત કરી ચૂક્યું છે. પરંતુ આ બધાની વચ્ચે તાલિબાનોનું મોટું નિવેદન સામે આવ્યું છે. 

શું ભારત અફઘાનિસ્તાનમાં તેની રાજદ્વારી હાજરી જાળવી રાખવા માંગે છે?

અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કબજો જમાવ્યો છે અને આ સાથે મોટાભાગના દેશોએ તેમના દૂતાવાસ બંધ કરી દીધા છે અને રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના ખતરાને જોતા ભારતે પણ તેના દૂતાવાસ બંધ કરી દેવાની ફરજ પડી છે. પરંતુ હમણાંની ઘટનાઓ દર્શાવે છે કે તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો મેળવતાં જ ભારતનો સંપર્ક કર્યો હતો અને રાજદ્વારી સંબંધો જાળવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે ભારત તેના અધિકારીઓને કાબુલમાંથી બહાર કાઢવાની કોશિશ કરી રહ્યું હતું, ત્યારે તાલિબાનના વરિષ્ઠ નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનકઝાઈએ આશ્ચર્યજનક વિનંતી સાથે ભારતીય સાઈડનો સંપર્ક કર્યો હતો કે શું ભારત અફઘાનિસ્તાનમાં તેની રાજદ્વારી હાજરી જાળવી રાખવા માંગે છે?

અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાને વિનંતી કરી હતી કે ભારતે કાબુલમાં તેની રાજદ્વારી હાજરી ચાલુ રાખવી અને દૂતાવાસ બંધ ન કરવો. જોકે આ મામલે ભારતીય પક્ષ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.  સોમવાર અને મંગળવારે, ભારતે લશ્કરી વિમાનો દ્વારા અફઘાનિસ્તાનમાંથી આશરે 200 લોકોને બહાર કાઢવામાં આવ્યા તે પહેલાં તાલિબાને ભારતને અનૌપચારિક રીતે આ વિનંતીભરી માહિતી પહોંચાડી હતી. તમને જણાવી દઈએ કે શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનકઝાઈ કતારની રાજધાની દોહામાં તાલિબાનના રાજકીય મોરચાના નેતૃત્વના મુખ્ય સભ્ય છે.

તાલિબાન કાબુલમાં સુરક્ષાની સ્થિતિ અંગે ભારતીય ચિંતાઓથી વાકેફ

ક અધિકારીએ નામ ન આપવાની શરતે બોલતા કહ્યું કે, તાલિબાન પક્ષે વાટાઘાટ કરનારી ટીમમાં નંબર બે અને કતારમાં સ્થિત તાલિબાન નેતાઓ પૈકી ત્રીજા નંબર તરીકે જોવામાં આવતા શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનકઝાઈ ભૂતકાળમાં અફઘાનિસ્તાનમાં ભારતની આલોચના કરી ચૂક્યા છે. પરંતુ હવે તેમના આ મેસેજથી નવી દિલ્હી અને કાબુલમાં ભારતીય અધિકારીઓ ચકિત થઈ ગયા હતા. જ્યારે તેમણે રાજદ્વારી સંબંધો જાળવવાની વાત કરી ત્યારે આ પાછળનું કારણ જાણવા માટે પણ પ્રયાસો થયા હતા. અધિકારીએ કહ્યું કે જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ભારત તેના અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓને બહાર કાઢવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે સ્ટેન્કઝાઈએ એક અનૌપચારિક સંદેશ મોકલ્યો હતો કે ભારતને તાલિબાન તરફથી કોઈ ખતરો નથી. તેમણે સંદેશમાં ભારતીય પક્ષને જણાવ્યું કે તાલિબાન કાબુલમાં સુરક્ષાની સ્થિતિ અંગે ભારતીય ચિંતાઓથી વાકેફ છે અને ભારતીય સાઈડને કાબુલમાં તેના મિશન અને રાજદ્વારીઓની સુરક્ષાની ચિંતા ન કરવી જોઈએ.

અફઘાનિસ્તાનમાં હિન્દુ અને શીખ સમાજ સુરક્ષિત 

આ અગાઉ તાલિબાનોએ ભાર આપીને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં હિન્દુઓ અને શીખો એક્દમ સુરક્ષિત છે. આ નિવેદન તાલિબાનોએ કાબૂલ ગુરદ્વારા કમિટી સાથે મિટિંગ બાદ આપ્યું હતું. તાલિબાનોએ આશ્વાસન આપ્યું હતું કે અફઘાનિસ્તાનમાં હિન્દુઓ અને શીખોને પરેશાન નહીં કરવામાં આવે અને તેમણે પૂરતી સુરક્ષા મળશે. તાલિબાન સંગ કાબુલ ગુરદ્વારા કમિટી દ્વારા કરવામાં આવેલી આ મિટિંગની તસવીર પણ સામે આવી હતી જય ઘણા તાલિબાની નેતાઓ બેઠેલા જોઈ શકાય છે. 

Taliban Meets Afghan Hindus, Sikhs Sheltered at Kabul Gurudwara, Assures  Safety

ઉલ્લેખનીય છે કે, સ્ટેનકઝાઈએ એવા અહેવાલોનો પણ ઉલ્લેખ કર્યો હતો કે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (એલઈટી) અને લશ્કર-એ-ઝાંગવી (એલઈજે) ના આતંકવાદીઓ કાબુલમાં હતા અને એરપોર્ટ જવાના માર્ગ પર તાલિબાન દ્વારા સ્થાપિત ચેકપોસ્ટ પર તૈનાત હતા. . આ માટે તેમણે કહ્યું કે એરપોર્ટ સહિતની તમામ ચેકપોસ્ટ તાલિબાનના હાથમાં છે અને કોઈ પાકિસ્તાની આતંકવાદીનું નિયંત્રણ નથી. જો કે, ભારતીય પક્ષ અને તેના અફઘાન સમકક્ષો દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ તરત જ તારણ કાઢ્યું હતું કે તાલિબાન તરફથી આ વિનંતીને ભૂતકાળને ધ્યાનમાં રાખીને ભરોસો કરી શકાય નહીં અને ભારતીય રાજદ્વારીઓ અને અન્યને બહાર કાઢવાની યોજના મુજબ આગળ વધવું જરૂરી છે.

મંગળવારે હિન્દુસ્તાન ટાઇમ્સ દ્વારા અહેવાલ મુજબ, ભારતીય પક્ષને ગુપ્ત માહિતી મળી હતી કે કેટલાક આતંકવાદીઓ, જેમ કે લશ્કર અને હક્કાની નેટવર્કના સભ્યો, તાલિબાન લડવૈયાઓ સાથે કાબુલમાં પ્રવેશ્યા હતા અને રવિવારે અફઘાન રાજધાની પર કબજો કરી લીધો છે. આ પછી તરત જ, ભારતે સોમવાર-મંગળવારે વિશેષ લશ્કરી વિમાનો દ્વારા તેના રાજદ્વારીઓને પાછા બોલાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ