બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / Taliban conduct raids at closed Indian embassies in 2 cities of Afghanistan says Intel

BIG NEWS / તાળાં તોડીને ભારતીય દૂતાવાસમાં ઘૂસ્યા તાલિબાની આતંકીઓ, જાણો સાથે શું લઈ ગયા

Parth

Last Updated: 10:40 AM, 20 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિપોર્ટ અનુસાર તાલિબાનનાં આતંકવાદીઓ કંધાર અને હેરાતમાં ભારતીય દૂતાવાસમાં પહોંચ્યા અને આખા દૂતાવાસમાં ઉથલપાથલ મચાવી હતી.

  • અફઘાનિસ્તાનમાં તાલિબાનની 'ટ્રેજેડી'
  • ભારતીય દૂતાવાસ પર ત્રાટક્યું તાલિબાન 
  • જુદા જુદા દસ્તાવેજો તપાસ્યા 

અફઘાનિસ્તાન બન્યું 'આતંકીસ્તાન' 
અફઘાનિસ્તાન હવે આતંકવાદનાં ઓછાયા હેઠળ છે, ખૂંખાર તાલિબાનીઓ માનવતાના સૌથી મોટા દુશ્મન છે તે હવે દેશ પર રાજ કરવા જઈ રહ્યા છે. આખા અફઘાનિસ્તાનમાં તબાહીનાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો પોતાના જીવ બચાવવા માટે પ્લેનનાં પૈડાંમાં લટકી જવા મજબૂર છે ત્યારે તાલિબાનીઓ હવે ભારતના દૂતાવાસને પણ છોડી નથી રહ્યા. 

આતંકીઓ ભારતીય દૂતાવાસમાં ઘૂસ્યા 
ભારતમાં પણ તાલિબાનનાં કેટલાક સમર્થકો ખૂલીને સામે આવી ગયા છે અને કહી રહ્યા છે કે તાલિબાને તો ભારતના એક પણ લોકોને માર્યા નથી. એવામાં કાબુલથી એક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર તાલિબાનનાં આતંકવાદીઓ કંધાર અને હેરાતમાં ભારતીય દૂતાવાસમાં પહોંચ્યા અને આખા દૂતાવાસમાં ઉથલપાથલ મચાવી હતી. 

કાર ઉપાડીને સાથે લઈ ગયા 
રિપોર્ટમાં કરાયેલ દાવા અનુસાર તાલિબાનીઓએ ભારતના દૂતાવાસમાં તિજોરીમાં દસ્તાવેજો તપાસ્યા હતા અને તે બાદ કાર પણ ઉઠાવી ગયા હતા. કંધારથી મળેલ રિપોર્ટ અનુસાર તાલિબાનના લડાકૂઓએ ભારતીય દૂતાવાસમાં તાળાં તોડી નાંખ્યા અને અંદર દાખલ થઈને દસ્તાવેજો તપાસ્યા. દૂતાવાસની બહાર પાર્ક વાહનો ઉપાડી ગયા. હેરાતમાં પણ તાલિબાનોએ એજ કામ કર્યું. 

તાલિબાનીઓના હાથ લાગ્યા અમેરિકાના ખતરનાક હથિયાર
અફઘાનિસ્તાનમાં તાલિબાઓની શક્તિ અનેકગણી વધી ગઈ છે. અફઘાન સેનાએ સરેન્ડર કરી દેતા તાલિબાને સમગ્ર દેશ પર કબજો જમાવી લીધો છે અને હવે તાલિબાનીઓએ અફઘાનિસ્તાનમાં અમેરિકાના હથિયારો પણ જપ્ત કરી લીધા છે. આ હથિયારોમાં UH-60 બ્લેક હોક હેલિકોપ્ટર પણ સામેલ છે. આ ખુલાસો થયો છે અમેરિકન રિપબ્લિકન પાર્ટીના એક પત્રમાં.  રિપબ્લિકન પાર્ટીના સેનેટ સભ્યોએ બાઈડેન તંત્રને એક પત્ર લખ્યો છે અને તાલિબાનના હાથમાં લાગેલા અમેરિકી હથિયારો અંગે જવાબદારી નક્કી કરવાની માગ કરી છે. પત્રમા કહેવાયું કે હાઈટેક મિલિટ્રી હથિયાર જેને અમેરિકી નાગરિકોના પૈસાથી ખરીદવામાં આવ્યા છે જે આજે તાલિબાન અને આતંકી સંગઠનના હાથ લાગ્યા છે. આ હથિયારોને સુરક્ષિત રાખવા સરકારની જવાબદારી હોવી જોઈએ. જવાનોને પરત બોલાવતા પહેલા હથિયારોને પોતાની પાસે રાખવા જરૂરી હતા.

આતંકીઓની પડખે આતંકી દેશ
જેની નસે નસમાં આતંકવાદ છે તે પાકિસ્તાન ફરી આતંકીઓની ભક્તિ શરૂ કરી દીધી છે. જો કે આતંકન આ દેશ પાસેથી અન્ય કોઈ આશા રાખી શકાય તેમ નથી. સમગ્ર વિશ્વ આજે અફઘાનિસ્તાના તાલિબાનોને લઈ ચિંતામાં છે અને ચારેબાજુથી તાલિબાનો સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે ત્યારે પાકિસ્તાને તાલિબાનના પેટ ભરીને વખાણ કર્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરૈશીએ કહ્યું કે તાલિબાનોએ માફી અને યુવતીઓને સ્કૂલ જવાની મંજૂરી આપીને મોટું કામ કર્યું છે અને અશરફ ગની સરકારને ખોટી સાબિત કરી છે.m કુરૈશીએ કહ્યું કે એવો ડર હતો કે તાલિબાનો યુવતીઓના શિક્ષણ પર પ્રતિબંધ લગાવી દેશે પરંતુ એવું ન થયું. તાલિબાનોએ બદલો નહીં લેવાની પણ વાત કરી છે આ નિર્ણયનું સ્વાગત છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ