બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Talati candidates really got help from the police

સરાહનીય / તલાટીની પરીક્ષામાં પોલીસ બની સારથિ, મહિલાના બાળકને સાચવ્યું, વિકલાંગને તેડ્યો, ઘાયલને દવા કરાવીને પહોંચાડ્યો

Dinesh

Last Updated: 05:35 PM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના કામરેજની એક્સપેરિમેન્ટલ શાળામાં દિવ્યાંગ ઉમેદવાર પરીક્ષા આપવા આવ્યો હતા ત્યારે ASIએ ઉમેદવારને ઉંચકીને રૂમમાં લઈ ગયા હતા

  • સુરત પોલીસે માનવતા મહેકાવી
  • દિવ્યાંગ ઉમેદવારને કરી મદદ
  • ઉમેદવારને ઊંચકીને કેન્દ્ર સુધી પહોંચાડ્યો


રાજ્યમાં જ્યારે-જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવે છે, ત્યારે લોકો અને પોલીસકર્મીઓ ઉમેદવારોને મદદ કરતા જોવા મળે છે. આ પરંપરા આજની પરીક્ષામાં પણ જળવાયેલી જોવા મળી છે. સુરતમાં ASIએ દિવ્યાંગ ઉમેદવારને મદદ કરી છે. સુરતના કામરેજની એક્સપેરિમેન્ટલ શાળામાં દિવ્યાંગ ઉમેદવાર પરીક્ષા આપવા આવ્યા હતા. જેથી ASIએ ઉમેદવારને ઉંચકીને રૂમમાં લઈ ગયા હતા.

નાના બાળકને પોલીસે સાચવ્યો 
બે વર્ષીય બાળકની માતા જામનગર જિલ્લાના જામજોધપુર વિસ્તારની એ.વી.ડી.એસ કોલેજમાં તલાટીની પરીક્ષા આપવા આવી હતી. જે સમય દરમ્યાન બાળકને સાચવનાર કોઈ ના હોય તે દ્રશ્ય જોતા પો.કોન્સ પ્રશાંત વસરાએ બાળકને પોતાની પાસે સાચવી અનોખી જવાબદારી નિભાવી હતીં.

ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતાં
તલાટી પરીક્ષાને લઈ અમદાવાદ ઝોન 4ના તમામ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓએ અટવાયેલા ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા પીસીઆર વાનમાં ઉમેદવારોને લઈ જવાયા હતાં. જે પોલીસની સરાહનીય કામગીરીને વિદ્યાર્થીઓ બિરદાવી હતી. 

અટવાયેલા ઉમેદવારોને કેન્દ્ર સુધી પહોંચાડ્યા
જૂનાગઢના 74 કેન્દ્ર પર તલાટી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં જિલ્લા પોલીસે અટવાયેલા ઉમેદવારોને કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતાં તેમજ તમામ પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. જ્યાં 2 DySP સહિત 500 પોલીસકર્મીઓ ફરજ પર હાજર રહ્યાં હતાં.

ગુલાબનું ફૂલ આપી મો મીઠું કરાવી શુભેચ્છા પાઠવી
તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓનું ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નટરાજ હાઇસ્કુલ ખાતે ઓઢવ પોલીસ દ્વારા ગુલાબનું ફૂલ આપી મો મીઠું કરાવી શુભેચ્છા પાઠવવા આવી હતી.

મોરબી પોલીસની સરાહનીય
મોરબી જીલ્લા ટ્રાફીક પોલીસ દ્વારા આજરોજ તલાટી મંત્રીની પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓને સ્કૂલ સુધી પહોંચવા માટે મદદરૂપ થયેલા હતાં.

2 ઉમેદવારો પોતાને ફાળવેલ પરીક્ષા કેન્દ્ર
પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં આવેલ તલાટી કમ મંત્રી પરીક્ષા દરમિયાન 2 ઉમેદવારો પોતાને ફાળવેલ પરીક્ષા કેન્દ્રને બદલે અન્ય કેન્દ્ર પર પહોંચ્યા હતા, જેથી હારીજ પોલીસ દ્વારા તાત્કાલિક ઉમેદવારોને પોલીસવાનમાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવ્યા હતાં. 

તલાટીની પરીક્ષામાં પોલીસ બની સારથિ
પોરબંદરમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવેલ ઉમેદવાર અરજણ મોરીનું બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયુ હતું. જેમને પોલીસે તાત્કાલિક પી.સી.આર વેન દ્વારા હોસ્પિટલ લઈ સારવાર કરાવી અને પરીક્ષા કેન્દ્ર સુધી પહોચાડવામાં આવ્યા હતાં.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ