કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપીને કહ્યું કે બેથી વધુ હથિયારો ધરાવતી રાઈફલ ક્લબ સામે કાર્યવાહી કરો.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને મોટો આદેશ
બેથી વધુ હથિયારો ધરાવતી રાઈફલ ક્લબ અને એસોસિએસન સામે પગલાં ભરો
બેથી વધુ રાઈફલો હોય તો નજીકના પોલીસ સ્ટેશને જમા કરાવવી પડશે
ક્લબ્સના હોદ્દાદારો વધારે હથિયારો રાખતા હોવાની ફરિયાદ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે કે બેથી વધુ બંદૂકો ધરાવતા રાઇફલ એસોસિએશનો અને ક્લબોના પદાધિકારીઓ તાત્કાલિક પગલાં ભરો. મંત્રાલયે બહાર પાડેલા એક નોટિફિકેશમાં એવું જણાવાયું હતું કે રાઈફલ્સ ક્લબ અને એસોસિશન કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યાં છે અને તેથી તેમની સામે પગલાં ભરવા જોઈએ.
બેથી વધારે હથિયારો હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવો
ગૃહમંત્રાલયે એવો પણ આદેશ આપ્યો છે કે બેથી વધુ હથિયારો કે રાઈફલ્સો ધરાવતી ક્લબ્સ અને એસોસિશન તાત્કાલિક ધોરણે નજીકના પોલીસ સ્ટેશને જઈને વધારાના હથિયારો જમા કરાવે તેવી રાજ્યોએ ખાતરી રાખવી પડશે. મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને મોકલેલા સંદેશામાં જણાવ્યું હતું કે આર્મ્સ (એમેન્ડમેન્ટ) એક્ટ, 2019 અનુસાર, બેથી વધુ હથિયારો ધરાવતા લોકો નજીકના પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારીને વધારાના હથિયારો જમા કરાવવા માટે બંધાયેલા છે.
Union Home Ministry directs states and union territories to take immediate steps against office-bearers of rifle associations and clubs who are possessing more than two guns in violation of laws and ensure they deposit extra arms at nearest police stations forthwith
રમતવીરોને છૂટછાટ અપાઈ
ગૃહમંત્રાલયે રમતવીરોને કાયદાની આ જોગવાઈમાંથી છૂટછાટ આપી છે. જો કે મંત્રાલયના ધ્યાનમાં એ વાત લાવવામાં આવી છે કે ઉક્ત જોગવાઈનું ઉલ્લંઘન કરીને કેટલાક રાજ્યો રાઈફલ ક્લબ અને રાઈફલ એસોસિએશન (કેન્દ્ર દ્વારા લાયસન્સ કે માન્યતા પ્રાપ્ત)ના સભ્યોને આર્મ્સ એક્ટની જોગવાઈઓનું ખોટું અર્થઘટન કરીને પોતાની વ્યક્તિગત ક્ષમતામાં બેથી વધુ હથિયારો રાખવાની મંજૂરી આપી રહ્યા છે.
રાઇફલ ક્લબ અને રાઇફલ એસોસિએશનોના સભ્યોને કોઈ છૂટ નથી
આ પ્રકારના ઉલ્લંઘન સામે વાંધો ઉઠાવતા ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જણાવ્યું હતું કે રાઇફલ ક્લબ અને રાઇફલ એસોસિએશનોના સભ્યોને તેમની વ્યક્તિગત ક્ષમતામાં કોઈ છૂટ ઉપલબ્ધ નથી અને આર્મ્સ એક્ટ અનુસાર બે હથિયારોની સામાન્ય મર્યાદાનું પાલન કરવું આવશ્યક છે. મંત્રાલયે એવું પણ કહ્યું કે ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને, તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ પ્રકારના ઉલ્લંઘનને રોકવા માટે તાત્કાલિક પગલાં લે.