બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Tajinder Bagga gets relief from arrest till May 10 by punjab haryana HC

BIG NEWS / તજિન્દર બગ્ગાને પંજાબ-હરિયાણા હાઇકોર્ટ તરફથી મોટી રાહત, નહીં થઇ શકે આ તારીખ સુધી ધરપકડ

Dhruv

Last Updated: 07:56 AM, 8 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબ-હરિયાણા હાઈકોર્ટ તરફથી BJP નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાની 10 મે સુધી ધરપકડ ટાળી દેવાઇ છે.

  • પંજાબ-હરિયાણા હાઈકોર્ટ તરફથી તજિન્દર બગ્ગાને મોટી રાહત
  • બગ્ગા ધરપકડ પર સ્ટે માટે અરજી લઈને હાઈકોર્ટમાં પહોંચ્યા હતા
  • મોહાલી કોર્ટે બગ્ગાની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો

ભારતીય જનતા પાર્ટીના નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાની ધરપકડ 10 મે સુધી ટાળી દેવાઇ છે. પંજાબ-હરિયાણા હાઈકોર્ટ (HC) એ બગ્ગાની ધરપકડ વોરંટ સામેની અરજી પર સુનાવણી કર્યા બાદ આ નિર્ણય લીધો હતો. મોહાલી કોર્ટ દ્વારા જારી કરાયેલ ધરપકડ વોરંટ સામે બગ્ગાએ શનિવારે મોડી સાંજે પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે જસ્ટિસ અનૂપ ચિતકારાના નિવાસસ્થાને સુનાવણીની મંજૂરી આપી હતી. ત્યારે મધ્યરાત્રિએ અરજીની સુનાવણી થઈ અને બગ્ગાને હાઈકોર્ટ તરફથી રાહત મળી હતી.

આ અગાઉ, મોહાલી કોર્ટ દ્વારા બગ્ગા વિરુદ્ધ નવું ધરપકડ વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. મોહાલી કોર્ટે પંજાબ પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચને બગ્ગાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ જ બગ્ગા શનિવારે રાત્રે પંજાબ-હરિયાણા હાઈકોર્ટ પહોંચ્યા અને ધરપકડ વોરંટને રદ કરવાની માંગ કરી. બગ્ગાની અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ અનૂપ ચિતકારાએ કહ્યું હતું કે, તેજિંન્દર બગ્ગા સામે કોઈ પણ પ્રકારની જબરદસ્તી કાર્યવાહી ન કરવામાં આવે.

પિતાએ કહ્યું- પોલીસ ફસાવવાનો પ્રયાસ કરી રહી છે

બગ્ગાને ધરપકડમાંથી રાહત મળવા પર પિતા પ્રીતપાલ સિંહે ખુશી વ્યક્ત કરી હતી. પ્રીતપાલે કહ્યું કે, તેઓ (પંજાબ સરકાર) તેજિંન્દરને કોઈને કોઈ કેસમાં ફસાવવા માંગે છે. આથી હજુ વધારે એફઆઈઆર થઈ શકે છે, પરંતુ અમે પણ નહીં રોકાઇએ. આ લડાઈ લાંબા સમય સુધી ચાલશે. બીજેપી યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ પણ બગ્ગાની મુક્તિ પર ટ્વિટ કર્યું હતું. તેઓએ કહ્યું કે, કાયદાના શાસનની વધુ એક જીત થઈ છે.

Topic | VTV Gujarati

જાણો કેમ પંજાબ પોલીસ બગ્ગાની ધરપકડ કરવા આવી હતી?

આમ આદમી પાર્ટીના નેતા ડૉ. સન્ની સિંહની ફરિયાદ પર મોહાલીમાં તેજિંન્દર પાલ સિંહ બગ્ગા વિરુદ્ધ ધાર્મિક લાગણીને ભડકાવવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. બગ્ગાએ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' પર કરેલી ટિપ્પણી બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા. બગ્ગાએ સીએમ કેજરીવાલને કાશ્મીરી પંડિત વિરોધી ગણાવ્યા હતા. આથી કેસ નોંધાયા બાદ પંજાબ પોલીસ બગ્ગાની શોધમાં હતી. પંજાબ પોલીસ બગ્ગાની જ્યારે પહેલી વાર દિલ્હી આવી ત્યારે તેને બૈરંગ પરત ફરવું પડ્યું હતું. ત્યાર બાદ બીજેપી નેતાઓના જણાવ્યાં અનુસાર, બીજી વખત પંજાબ પોલીસના લગભગ 50 જવાનો બગ્ગાને તેના ઘરેથી ઉઠાવીને પંજાબ લઈ જઈ રહ્યાં હતા, જેમને દિલ્હી પોલીસની અપીલ બાદ હરિયાણા પોલીસે અટકાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ