બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / taarak mehta ka ooltah chashmah fame shailesh lodha talks about friendship with Dilip Joshi

મનોરંજન / તારક-જેઠાની મિત્રતા દેખાય તેવી રિયલ લાઈફમાં નથી: શૈલેષ લોઢાએ કહ્યું, દુનિયાની આ જ હકીકત છે, એકવાર અલગ થઈ ગયા પછી...

Arohi

Last Updated: 04:11 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shailesh Lodha Reacts On friendship With Dilip Joshi: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં છવાયેલું છે. સાથે જ ટીવી ઈન્ડસ્ટ્રીના ટોપ શૉઝમાં સૌથી ઉપર છે. પરંતુ ક્યારેક શૉમાં લીડ રોલ કરનાક શૈલેશ લોઢાએ એક ખુલાસો કર્યો છે.

  • જેઠા-તારકની મિત્રતા વિશે શૈલેશ લોઢાનું નિવેદન
  • રિયલ લાઈફમાં નથી શૉ જેવી મિત્રતા
  • કહ્યું, દુનિયાની આ જ હકીકત છે....

પોપ્યુલર ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં તારક મહેતાનો લીડ રોલ પ્લે કરનાર શૈલેશ લોઢાએ એપ્રિલમાં ટીવી સીરિયલ છોડી દીધી હતી. પરંતુ શૉ છોડ્યા બાદ પણ તે સતત ચર્ચામાં છે. શૈલેશ લોઢા શૉના નિર્માતા આસિત મોદીની સાથે પોતાના વિવાદોને લઈને ચર્ચામાં છે. અભિનેતા અને કવિ શૈલેશ લોઢાએ આસિત મોદી પર બાકી ફી ન આપવા સહિત ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. 

એક્ટરે હાલમાં જ એવો પણ ખુલાસો કર્યો છે કે આસિત મોદીએ તેમની સાથે ખૂબ અપમાનજનક રીતે વાત કરી હતી. જેના કારણે તેમણે શૉ છોડી દીધો. જોકે આ પહેલા પણ આસિત મોદી પર આવા ઘણા આરોપ લગાવી ચુક્યા છે. આ વચ્ચે શૈલેશ લોઢાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલનું પાત્ર નિભાવનાર દિલીપ જોશી સાથે પોતાની મિત્રતા પર ખુલીને વાત કરી છે. 

દિલીપ જોશી સાથે મિત્રતા અંગે કરી ખુલીને વાત 
એક ઈન્ટરવ્યૂમાં શૈલેશ લોઢાએ શૉમાં જેઠાલાલનું પાત્ર નિભાવનાર દિલીપ જોશીની સાથે પોતાની મિત્રતા વિશે ખુલીને વાત કરી. હકીકતે અભિનેતાને પુછવામાં આવ્યું હતું કે દિલીપ જોશી સાથે તેમનો સંબંધ કેવો છે. જવાબમાં શૈલેશે જણાવ્યું કે દિલીપ જોશીની સાથે તેમની મિત્રતા આજે પણ એવી જ છે. જેની શૉ વખતે હતી. બન્નેની મિત્રતામાં કોઈ ફેરફાર નથી થયો. 

શૈલેશ લોઢાના શૉ છોડ્યા બાદ દિલીપ જોશીની સાથે પોતાના સંબંધ વિશે વાત કરતા તેમણે કહ્યું- "અમારી ઈન્ડસ્ટ્રીમાં દરેક એક્ટર, દરેક વ્યક્તિ પોતાના કામમાં ખૂબ વધારે વ્યસ્ત છે. અમે બધા પોત પોતાના જીવનમાં એટલા વ્યસ્ત છીએ કે અમને એક બીજા સાથે વાત કરવાની તક નથી મળતી. પરંતુ ક્યાકેય પણ અમે મળીશું તો એ રીતે જ મળીશું જે રીતે હંમેશા મળતા હતા. દુનિયાની આજ હકીકત છે. એક વખત અલગ થઈ ગયા તો સંબંધ ઓછા થઈ જાય છે. "

સંકળાયેલા મુદ્દાઓ

Dilip Joshi Shailesh Lodha Taarak Mehta Ka Ooltah Chashmah દિલપ જોશી શૈલેષ લોઢા TMKOC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ