બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:40 PM, 18 June 2025
ઇંગ્લેન્ડ 2026 માં યોજાનાર T20 મહિલા વર્લ્ડ કપનું આયોજન કરશે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે, જે મુજબ ટૂર્નામેન્ટની પહેલી મેચ યજમાન ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાશે. T20 વર્લ્ડ કપ 12 જૂનથી 5 જુલાઈ સુધી ચાલશે. ભારતીય ટીમનો પહેલો મુકાબલો 14 જૂને કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપમાં કુલ 12 ટીમો ભાગ લેશે, જેને 6-6 ટીમોના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે.
ADVERTISEMENT
12 ટીમોને 6-6 ટીમોના બે ગ્રુપમાં વિભાજીત કરવામાં આવશે. દરેક ગ્રુપમાં ટોપ-2 માં રહેનારી ટીમ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવશે. ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને બે અન્ય ક્વોલિફાઇંગ ટીમોને ગ્રુપ-એ માં રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને બે અન્ય ક્વોલિફાઇંગ ટીમોને ગ્રુપ-બી માં સ્થાન મળશે.
વધુ વાંચો: દારૂ પીને મેદાનમાં ઉતરેલા ચાર ખેલાડીઓ બનાવ્યા મોટા રેકોર્ડ, લિસ્ટમાં ભારતીય પણ સામેલ
ADVERTISEMENT
વર્લ્ડ કપ ટુર્નામેન્ટ માટે કુલ 6 મેદાન પસંદ કરવામાં આવ્યા છે. તેમના નામ લોર્ડ્સ, ધ ઓવલ, એજબેસ્ટન, ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ અને હેમ્પશાયર બોલ ગ્રાઉન્ડ છે. મેચો ભારતીય સમય મુજબ બપોરે 3 વાગ્યે, સાંજે 7 વાગ્યે અને રાત્રે 11 વાગ્યે શરૂ થશે.
The ICC Women's T20 World Cup 2026 fixtures have been announced just under a year out of the tournament getting underway💥
— England and Wales Cricket Board (@ECB_cricket) June 18, 2025
12 world-class teams battling it out across seven iconic home venues between Friday 12 June and Sunday 5 July 2026.
Find out more details and RYI here👇
ADVERTISEMENT
વર્લ્ડ કપ માટે ભારતનું શેડ્યૂલ
2026 ના મહિલા ટી20 વર્લ્ડ કપમાં ભારતનો પહેલો મુકાબલો 14 જૂને કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. 17 જૂને તેનો મુકાબલો ગ્રુપ-એમાં ક્વોલિફાય થનારી ટીમ સામે થશે, જ્યારે ૨૧ જૂને તેનો દક્ષિણ આફ્રિકા સાથે અને ૨૫ જૂને તેનો મુકાબલો બીજી ક્વોલિફાયર ટીમ સાથે થશે. ટીમ ઈન્ડિયાનો છેલ્લો ગ્રુપ મેચ 28 જૂને ઓસ્ટ્રેલિયા સામે થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.