બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / T-20 WC- Ravi Shastri spoke on farewell -We defeated all the team at his home ground.

સાયોનારા / T-20 WC-વિદાય પર બોલ્યા રવિ શાસ્ત્રી -અમે બધી જ ટીમને તેમના ઘર આંગણે હરાવી .રાહુલ દ્રવિડ પર કહ્યું કઈક આમ

Published By: Mehul

Last Updated: 10:08 PM, 8 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ પોતાના કરિયર અંગે વાત કરી.તેમણે કહ્યું કે,પોતાના કાર્યકાળમાં તેમણે દુનિયાની બેસ્ટ ટીમ તૈયાર કરી અને અન્ય ટીમોને ઘર આગને જઈને હરાવી છે

  • T-20 WCમાં આજની મેચ સાથે જ શાસ્ત્રીની વિદાય
  • રવિ શાસ્ત્રીની જગ્યાએ ટીમના નવા હેડ કોચ રાહુલ દ્રવિડ 
  • વિરાટ કોહલી પણ T-20ના સુકાનીપદેથી વિદાય 

રવિ શાસ્ત્રીનો હેડ કોચ તરીકેનો કાર્યકાળ ખતમ થઇ ગયો છે.નામીબિયા વિરુદ્ધ મેચ પૂર્વે રવિ શાશ્ત્રીએ પોતાના કાર્યકાળ પર વાત કરી.રવિ શાશ્ત્રીએ કહ્યું કે, આપણે વિશ્વની શ્રેષ્ઠ ટીમ તૈયાર કરી છે 

ભારત આજે નામીબિયા વિરુદ્ધ T-20 વર્લ્ડ કપમાં અંતિમ મુકાબલો રમી રહ્યું છે.આ આખરી મેચ સાથે રવિ શાસ્ત્રીનો પણ ભારતીય ટીમના હેડ કોચ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થશે. એવામાં રવિ શાસ્ત્રીએ  મેચ પૂર્વે પોતાના કરિયર અંગે વાત કરી.તેમણે કહ્યું કે,પોતાના કાર્યકાળમાં તેમણે દુનિયાની બેસ્ટ ટીમ તૈયાર કરી છે.જેમણે દરેક ટીમને તેમના ઘરમાં જઈને હરાવી  છે.

છેલ્લા  પાંચ વર્ષ શાનદાર-રવિ શાસ્ત્રી  

પોતાના કોચિંગના કાર્યકાળ પર રવિ શાસ્ત્રીએ કહ્યું કે, 'આ કાર્યકાળ શાનદાર રહ્યો,જ્યારે મે જવાબદારી સંભાળી ત્યારે વિચાર્યું હતું કે, બદલાવ લાવવો છે અને સંભવત;આવી ચુક્યો છે.ક્યારેક-ક્યારેક જીવનમાં ફક્ત એ જ મહત્વનું નથી કે તમે શું મેળવ્યું છે.એ પણ જરૂરી છે કે,તમે ક્યાંથી આવ્યા છો .છેલ્લા પાંચ વર્ષમાં જે ટીમ ઇન્ડિયાએ હાંસલ કર્યું છે તે શાનદાર છે.  

રવિ શાશ્ત્રીએ આગળ કહ્યું કે, અમારી ટીમે તમામ ફોરમેટમાં શ્રેષ્ઠ પરફોર્મન્સ આપ્યું છે .અને ક્રિકેટ ઇતિહાસની સૌથી શ્રેષ્ઠ ટીમ બનીને સાબિત પણ થઇ. અમે બધા ફોરમેટમાં શ્રેષ્ઠ કર્યું.પરંતુ ટેસ્ટ મેચમાં દુનિયાભરમાં જઈને જીત હાંસિલ કરવી એ ખાસ છે.અમે બધી તીમેને હરાવી,બધા ફોરમેટમાં હરાવી.અને ખાસ વાત એ કે તેમના ઘર આંગણે જઈને  હરાવી  છે.

રાહુલ દ્રવિડ પર શું કહ્યું ?

હવે ભારતીય ટીમના હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડ હશે.આ પર રવિ શાસ્ત્રી એ કહ્યું કે,મને એવું લાગે છ એક, તેમને વારસામાં એક શ્રેષ્ઠ ટીમ મળી રહી છે.વિરાટ kohli જેવા સિનિયર ખેલાડીની ઉપસ્થિતિથી ટીમ ઇન્ડિયા પર બદલાવની અસર નહિ પડે. રવિ શાસ્ત્રીએ રાહુલ દ્રવિડ પર કહ્યું કે, તેમના અનુભવનો ભારતીય ટીમને ફાયદો થશે. અને આવનારા સમયમાં તે ભારતીય ટીમને વધુ શ્રેષ્ઠ બનાવશે. 

બેસ્ટ પરફોર્મર ભારતીય ટીમ 

આપને જણાવી દઈએ કે, રવિ શાસ્ત્રી 201 7 બાદ ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકેનો પદભાર સંભાળ્યો હતો.ત્યારથી આજ સુધી રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીની જોડી જ ટીમ ઈન્ડીયાને લાને આગળ વધી હતી. રવિ શાહ્સ્ત્રીના કાર્યકાળમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા ,ઇંગ્લેન્ડમાં પણ ટેસ્ટ સીરીઝ જીતી છે જે એક ઐતિહાસિક છે.જો કે, કોઈ ICC ટ્રોફી ના  જીતી શકી. 
રવિ શાહ્સ્ત્રી સિવાય ભરત અરુણ, આર.શ્રીધર, પણ T-20 વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયામાંથી વિદાય લેશે.રવિ  શાસ્ત્રીની  જગ્યાએ હવે રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડીયાના હેડ કોચનું પદ સંભાળશે.ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની સીરીઝ રાહુલ દ્રવિડના વડપણ હેઠળ જ ખેલાશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Head Coach Indian cricket team New Coach Ravi Shastri T-20 WC-2021 rahul dravid the wall ટીમ ઇન્ડિયા ભારતીય ક્રિકેટ ટીમ રવિ શાસ્ત્રી રાહુલ દ્રવિડ હેડ કોચ INDIA

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ