અમદાવાદમાં ઠંડીને કારણે સ્વાઇન ફ્લૂના કેસ વધ્યા, ઠંડીને કારણે સ્વાઇન ફ્લૂના 12 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું
અમદાવાદમાં રોગચાળાએ ફરી માથું ઉચક્યું
સ્વાઇન ફ્લૂના 12 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું
ઝાડા-ઉલટીના 221 કેસ, કમળાના 105 કેસ
અમદાવાદમાં રોગચાળાએ ફરી માથું ઉચક્યું હોય તેવું જણાઈ રહ્યું છે. ઠંડીને કારણે સ્વાઇન ફ્લૂના કેસ વધ્યા છે. જો કે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાડો થોડાક ઘટ્યો છે. ઠંડીને કારણે સ્વાઇન ફ્લૂના 12 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. પાણીજન્ય રોગચાળામાં ચાલુ માસે ઝાડા-ઉલટીના 221 કેસ, કમળાના 105 કેસ, ટાઇફોઇડના 144 કેસ નોંધાય છે તો મચ્છર જન્ય રોગચાળામાં મલેરીયાના 11 કેસ, ઝેરી મલેરિયાનો 1 કેસ, ચિકન ગુનિયાના 1 કેસ નોંધાયો છે.
અમદાવાદમાં નોંધાયેલા કેસો
બીમારી
કેસ
સ્વાઇન ફ્લૂ
12
ઝાડા-ઉલટી
221
કમળો
105
ટાઈફોડ
144
મેલેરિયા
11
ઝેરી મેલેરિયા
1
ચિકન ગુનિયાના
1
આજે રાજ્યમાં કોરોનાના 3 કેસ
આજે અમદાવાદમાં 2 અને બનાસકાંઠામાં 1 વ્યક્તિ કોરોનાની ઝપટે ચડ્યા હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ રાજ્યના 31 જિલ્લા એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.હાલ રાજ્યમાં કોરોનાના કુલ 25 એક્ટિવ કેસો છે. જેમાં 24 દર્દીઓ સ્ટેબલ તેમજ 1 વેન્ટીલેટર પર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 6,823 લોકોએ કોરોના પ્રતિરોધક વેક્સિન લીધી હોવાનું પણ સામે આવ્યું છે.
કોરોનાથી સજા થવાનો દર 99.13 ટકા
વિશ્વમાં કોરોનાના વધતા કહેર વચ્ચે ગુજરાતમાં કોરોનાથી સજા થવાનો દર 99.13 ટકા છે. અત્યાર સુધીમાં 12,66,574 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જોકે ચીન સહિતના દેશોમાં વકરી રહેલી કોરોનાની ઉપાધિ સામે ગુજરાતમાં સિંગલ ડિઝીટમાં કોરોનાના પોઝીટીવ કેસ નોંધાવા એ સારા સમાચાર સમાન છે પરંતું હાલની સ્થિતિએ સાવચેતી રાખવી ખૂબ જ અગત્યની છે.