ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / swami vivekananda quotes in gujarati

પૂણ્યતિથિ / સ્વામી વિવેકાનંદ પૂણ્યતિથિ વિશેષ: આ 10 વિચાર બદલી દેશે તમારી જીંદગી

Published By: vtvAdmin

Last Updated: 03:57 PM, 4 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાન દાર્શનિક સ્વામી વિવેકાનંદ (Swami Vivekananda) ની પૂણ્યતિથિ છે. 39 વર્ષની ઉંમરમાં 4 જુલાઇ 1902ના રોજ તેમનું નિધન થઇ ગયું હતું. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1763 ના રોજ કોલકાતામાં થયો હતો. સ્વામી વિવેકાનંદનું વાસ્તવિક નામ નરેન્દ્રનાથ દત્ત હતું.

ADVERTISEMENT

સ્વામી વિવેકાનંદે ન માત્ર ભારતના ઉત્થાન માટે કામ કર્યું પરંતુ લોકોને જીવન જીવવાની કળા પણ સમજાવી હતી. સ્વામી વિવેકાનંદનું જીવન ખુબ જ સંઘર્ષપૂર્ણ હતું. 

માત્ર 25 વર્ષની ઉંમરમાં પોતાના ગુરુથી પ્રેરિત થઇને એમણે સાંસારિક મોહ-માયાનો ત્યાગ કર્યો અને સન્યાસી બની ગયા. સ્વામી વિવેકાનંદ જીવનભર સન્યાસી રહ્યા અને પોતાના અંતિમ શ્વાસ સુધી સમાજની ભલાઇ માટે કામ કરતા રહ્યા. સ્વામી વિવેકાનંદનો સંદેશ દુનિયાભરમાં લોકોને પ્રેરણા આપે છે. આજે સ્વામી વિવેકાનંદની પૂણ્યતિથિ પર અમે આપને તેમની એ 10 વાત કહીશું છે અપનાવી તમે તમારા જીવનમાં પરિવર્તન લાવી શકો છો.

સ્વામી વિવેકાનંદના 10 પ્રેરણાદાયક વિચાર (Swami Vivekananda Quotes In Hindi) 

1 ''ખુદને કમજોર સમજવું સૌથી મોટું પાપ છે.''

2 ''બ્રહ્માંડની તમામ શક્તિઓ પહેલાથી જ આપણી છે. એ આપણે છીએ કે આંખો પર હાથ રાખી લઇે રડીએ છીએ કે કેટલો અંધકાર છે.''

3 ''જ્યા સુધી જીવો, ત્યાં સુધી શીખવું, અનુભવ જ જગતમાં સર્વશ્રેષ્ઠ શિક્ષક છે.''

4 ''કોઇની નિંદા ન કરવી. જો મદદ માટે હાથ આગળ કરી શકો છો તો, જરૂર આગળ વધારો. જો ન વધારી શકો તો હાથ જોડો, આપના ભાઇઓને આર્શીર્વાદ આપો અને એમને તેમના માર્ગે જવા દો.''

5''જ્યારે લોકો આપને ગાળો આપે તો તમે એમને આશીર્વાદ આપો. વિચારો, તમારા ખોટા દંભને બહાર નીકાળવામાં એ તમારી કેટલી મદદ કરી રહ્યા છે.''

6 ''જ્ઞાન સ્વયંમાં વર્તમાન છે. મનુષ્ય માત્ર એમનો આવિષ્કાર કરે છે.''

7 ''જ્યાં સુધી તમે ખુદ પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી આપ ભગવાન પર વિશ્વાસ નહીં કરી શકો.''

8 ''અમે જેટલા વધારે બહાર જઇશું અને બીજાનું ભલું કરીશું, આપણું હૃદય એટલું જ શુદ્ધ થશે અને પરમાત્માનો તેમા વાસ થશે.''

9 '' આપને અંદરથી બહાર તરફ વિકસિત થવાનું છે. કોઇ તમને શીખવાડી નહીં શકે, કોઇ તમને આધ્યાત્મિક નહીં બનાવી શકે. તમારી આત્મા સિવાય કોઇ બીજું તમારો ગુરુ નથી.''

10 ''દિલ અને મગજ વચ્ચેના ટકરાવ સમયે દિલનું સાંભળો.''
 

સંકળાયેલા મુદ્દાઓ

Devotional News Hindu Hinduism National News Swami Vivekananda Quotes religious Death Anniversary

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ