ભારતના આંતરરાષ્ટ્રીય ખેલાડી ચેતેશ્વર પૂજારાને કાઉન્ટી મેચમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે સાથે જે તેની ટીમ સસેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબને 12 પોઈન્ટનો દંડ ફટકારવામાં આવ્યો છે
સસેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબને 12 પોઈન્ટનો દંડ ફટકારવામાં આવ્યો
કેપ્ટન ચેતેશ્વર પૂજારાને એક મેચના સસ્પેન્શનનો સામનો કરવો પડ્યો
એક સિઝનમાં ચાર નિશ્ચિત પેનલ્ટી મળવાના પરિણામે આ દંડ મળે છે
સસેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબને ચાલુ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં 12 પોઈન્ટનો દંડ ફટકારવામાં આવ્યો છે અને પરિણામે તેના કેપ્ટન ચેતેશ્વર પૂજારાને એક મેચના સસ્પેન્શનનો સામનો કરવો પડ્યો છે. પૂજારાને લિસેસ્ટરશાયર સામેની મેચ દરમિયાન આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ આ સજા ફટકારવામાં આવી છે. ક્લબ એક જ સિઝનમાં ચાર નિશ્ચિત પેનલ્ટીની મર્યાદા સુધી પહોંચી ગયા પછી પૂજારાને સ્વચાલિત સસ્પેન્શન મળ્યું અને તે આ અઠવાડિયે ડર્બીશાયર સામેની રમત માટે ઉપલબ્ધ રહેશે નહીં.
Cheteshwar Pujara has been suspended for a match after Sussex received a 12 point penalty in the County Championship. pic.twitter.com/CzDpsAbUuW
કેપ્ટન ચેતેશ્વર પૂજારા મેચમાં નહીં રમે
સસેક્સને એક સિઝનમાં ચાર નિશ્ચિત પેનલ્ટી મળવાના પરિણામે આ દંડ આવે છે. ECB એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ સિઝનની શરૂઆતમાં 13 સપ્ટેમ્બર 2023 ના રોજ લેસ્ટરશાયર સામેની કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચમાં બે વધારાના પેનલ્ટી પોઈન્ટ પ્રાપ્ત કરીને સસેક્સ CCC હવે એક સિઝનમાં ચાર નિશ્ચિત પેનલ્ટીની મર્યાદા સુધી પહોંચી ગયું છે. બે પેનલ્ટી ચેમ્પિયનશિપમાં પોઈન્ટ પ્રાપ્ત થયા હતા."આ કારણોસર કેપ્ટન ચેતેશ્વર પૂજારા મેચમાં નહીં રમે. "
પૂજારાને નિયમો મુજબ સસ્પેન્શન મળશે
કેપ્ટન પૂજારાને નિયમો મુજબ સસ્પેન્શન મળશે અને સસેક્સે તેને પડકાર્યા વિના સ્વીકારી લીધું છે. સસ્પેન્શન-સંબંધિત ઓન-ફીલ્ડ ઘટનાઓમાં ટોમ હેન્સ, જેક કાર્સન અને એરી કારવેલાસ જેવા ખેલાડીઓની ડર્બીશાયર સામેની આગામી રમત માટે પસંદગી કરવામાં આવી ન હતી. એક નિવેદનમાં સસેક્સે કહ્યું: "ટોમ હેન્સ અને જેક કાર્સનને અગાઉની મેચમાં તેમના વર્તનને કારણે ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે." આ મેચ 19 સપ્ટેમ્બરથી રમાશે.
પાંચ પોઈન્ટની પેનલ્ટીના કારણે, સસેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબ આ સિઝનમાં કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ત્રીજાથી પાંચમા સ્થાને ખસી ગઈ છે અને હાલમાં તેના 124 પોઈન્ટ છે.ટીમને આમાંથી બહાર આવવામાં સમય લાગશે.આ સિવાય સુકાની ચેતેશ્વર પુજારા હવે પછીની મેચ નહીં રમે.જો ટીમ આ દરમિયાન હારી જાય તો ટીમ પોઈન્ટ ટેબલમાં વધુ નીચે જઈ શકે છે.