બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Suspicious drone flying over Prime Minister Modi's residence causes commotion

BIG NEWS / પ્રધાનમંત્રી આવાસ ઉપર સંદિગ્ધ ડ્રોન ઊડતાં હડકંપ, SPG અને દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ થયા દોડતા, તપાસ શરૂ

Priyakant

Last Updated: 10:59 AM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM House News: દિલ્હીથી PM હાઉસ ઉપર આજે સવારે લગભગ 5 વાગ્યા આસપાસ ડ્રોન ઉડ્યું, SPG અને દિલ્હી પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા, નવી દિલ્હી વિસ્તારમાં તમામ અધિકારીઓ અને ભારે દળોએ ડ્રોનની શોધ શરૂ

  • દિલ્હી PM હાઉસથી મોટા સમાચાર
  • PM નિવાસસ્થાન ઉપર ડ્રોન ઉડ્યું હોવાની માહિતી 
  • SPG અને દિલ્હી પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા 
  • તપાસ દરમિયાન હજુ સુધી એકપણ ડ્રોન ન પકડાયું 

દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, આજે એટલે કે સોમવારે સવારે વડાપ્રધાનના નિવાસસ્થાન ઉપર ડ્રોન ઉડ્યું હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાને લઈ SPGએ દિલ્હી પોલીસને જાણ કરતાં જ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સવારે લગભગ 5 વાગ્યે SPGએ આ સંબંધમાં નવી દિલ્હી પોલીસને જાણ કરી, ત્યારબાદ નવી દિલ્હી વિસ્તારમાં તમામ અધિકારીઓ અને ભારે દળોએ ડ્રોનની શોધ શરૂ કરી. હજુ સુધી એકપણ ડ્રોન પકડાયું નથી અને પોલીસના હાથ ખાલી છે. આ ડ્રોન કોનું છે અને PM આવાસ સુધી કેવી રીતે પહોંચ્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, PMનું નિવાસસ્થાન અને તેની આસપાસનો વિસ્તાર નો ફ્લાઈંગ ઝોનમાં આવે છે.

વડાપ્રધાનના નિવાસસ્થાને પ્રવેશ 9, લોક કલ્યાણ માર્ગથી છે. પહેલા કારને પાર્કિંગમાં મૂકવામાં આવે છે, પછી વ્યક્તિને રિસેપ્શન પર મોકલવામાં આવે છે. પછી સુરક્ષા તપાસ કરવામાં આવે છે. જે પછી વ્યક્તિ 7, 5, 3 અને 1 લોક કલ્યાણ માર્ગમાં એન્ટ્રી લે છે. તમને જણાવી દઈએ કે, PMના નિવાસસ્થાને પહોંચવા માટે સુરક્ષા તપાસ એટલી કડક છે કે, જો તેમના પરિવારના કોઈ સભ્ય પણ આવે છે તો તેમને પણ આ ચેકિંગમાંથી પસાર થવું પડે છે. વડાપ્રધાનમાં કોઈપણ વ્યક્તિની એન્ટ્રી લેતા પહેલા સચિવો વતી મુલાકાત લેનારાઓની યાદી તૈયાર કરવામાં આવે છે. જે વ્યક્તિઓનું નામ યાદીમાં હશે તેઓ ત્યાં જ મળી શકશે. આ સાથે જે વ્યક્તિ વડાપ્રધાનને મળવા જઈ રહી છે તેની પાસે ઓળખ કાર્ડ હોવું જરૂરી છે.

ભારતના વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન બંગલો નંબર 7 છે, જે રાજધાની દિલ્હીના લ્યુટિયન ઝોનના લોક કલ્યાણ માર્ગ પર સ્થિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014થી અહીં રહે છે. વડાપ્રધાનના નિવાસસ્થાનનું સત્તાવાર નામ 'પંચવટી' છે. તે 5 બંગલાઓને જોડીને બનાવવામાં આવ્યો છે. 7 લોક કલ્યાણ માર્ગ (અગાઉ 7 RCR) પર રહેતા પ્રથમ વડાપ્રધાન રાજીવ ગાંધી હતા. તેઓ 1984માં અહીં આવ્યા હતા. આ ઘર 12 એકરમાં બનેલું છે. તે વર્ષ 1980માં બનાવવામાં આવ્યું હતું. આ રહેઠાણમાં એક નહીં પરંતુ 5 બંગલાનો સમાવેશ થાય છે, જેમાં પ્રધાનમંત્રી કાર્યાલય-કમ-નિવાસ વિસ્તાર અને સુરક્ષા એસ્ટાબ્લિશમેન્ટનો સમાવેશ થાય છે- જેમાંથી એકમાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) અને બીજું ગેસ્ટ હાઉસ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ